રમતા જોગીનો અવિસ્મરણીય પ્રવાસ ‘માં નર્મદાને કિનારે કિનારે’ ભાગ 1.

0
405

આ યાત્રાની શરૂઆત ૧૮ – ૧૦ – ૨૦૧૮ વિજયાદશમીના દિવસે કરી હતી. મારે શરૂઆત નર્મદા ઉદ્ગમસ્થાન અમરકંટકથી કરવી હતી. ટ્રેન રિઝર્વેશન કરેલું હતું વલસાડ પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ 11 વાગે મળી. બીજે દિવસે સાંજે આઠ વાગ્યાની આસપાસ pendra road ઉતારી દીધો. અહીંયાથી અમરકંટક 40 કિલોમીટર દૂર હતું. રાત્રે કોઈ બસ નહોતી પણ એક સુમો ગાડી વાળા ભાઈ અમરકંટકમાં કોઈ કાર્યક્રમ હોવાથી સંતોને લેવા જવાના હતા. એમણે મને સામેથી પૂછ્યું અમરકંટક સો રૂપિયા લુંગા. હું મારા ત્રણ થેલા લઈને બેસી ગયો.

અમર કંટક સમુદ્ર થી 3500 ફુટ ઉંચે છે. સર્પાકાર રસ્તો, ઘોર જંગલ. બીજું કોઈ પણ વાહન દેખાતું ન હતું. મને થોડો ડર પણ લાગતો. રાત્રે અમરકંટક પહોંચ્યો. અમરકંટકના બે પ્રખ્યાત આશ્રમ દૂરથી જોયા કલ્યાણ આશ્રમ, મૃત્યુંજય આશ્રમ. બંને આશ્રમ અતિભવ્ય હતા. મૃત્યુંજય આશ્રમમાં પૂછ્યું રહેવાની પરમીશન મળી ગઈ. ધર્મશાળામાં ઉતારો આપી દીધો. સરસ ઊંઘ આવી.

સવારે યાત્રાની શરૂઆત કરી નર્મદા કુંડમાં સ્નાન કરી આરતી સ્તુતિ અટક કરી પ્રસાદ વહેંચ્યો. અગિયાર કન્યાઓને દક્ષિણા, આપી ત્યાં ઉભેલા બીજા લોકોને પણ દક્ષિણા આપી. એક નાની કાચની બોટલમાં નર્મદાનું જળ ભરી સાથે રાખી લીધી. એક નાનો ૨ ઇંચનો નર્મદાજીનો ફોટો તિલક માટે લીધો, અગરબત્તી લીધા. એ બધી વિધી પતાવી, હવે યાત્રાની શરૂઆત થઈ. અત્યંત ઘોર જંગલ પછી પાકી સડક હતી. ઊંચાઇ સાગના વૃક્ષ બે ત્રણ કિલોમીટર આગળ જતા માકડાનું એક મોટું ટોળું રોડને કિનારે બેઠુ જોયું. થોડો આનંદ થયો અને ડર પણ લાગ્યો.

મારી પાસે ખાવા માટે ઘણી વસ્તુઓ હતી પણ મેં શરૂઆત કરી મઠીયાથી. દિવાળીમાં બનાવે એ તૈયાર મઠીયાનું ૧ બોક્સ મેં મારા એક મિત્ર જે ડિંડોરીમાં રહેતા હતા તેમના માટે લીધું હતું. ત્રણ કિલોમીટર ચાલતા બેગનું વજન વધારે લાગતું હતું. ચાલો વજન ઓછું કરવાનો મોકો મળી ગયો. રોડની કિનારે બેઠેલા માકડાઓને ઈશારો કરતાં તૂટી પડ્યા. મારા આપતા પહેલા હાથમાંથી લઇ ખાવા માંડ્યા.

પછી મેં બિસ્કીટ કાઢ્યા એ પણ સાફ. એક મારા ખભે ચડીને બેસી ગયો. આખું ટોળું મારી આજુબાજુ બેસી ગયું. બેગ ખુલ્લી હતી. ખારી, પુરી, ચવાણું, બિસ્કીટ મારો બધો જ નાસ્તો ખતમ. એમને રોકી શકાય એમ ન હતું. રોડ પણ સૂમસામ હતો. બે ત્રણ બે ત્રણ મિનિટે એક કાર બાઈક એમ વાહનો નીકળતા હતા. આ વાંનર સેનાએ મારો બધો સામાન વેરવિખેર કરી નાખ્યો. મારો કેમેરો દૂર જઈને ફેંકી દીધો. એમને ખાવા જેટલું લઈ લીધું બાકીનું બધું ભેગું કરી મેં ચાલવા માંડ્યું.

આજે પ્રથમ દિવસ હોવાથી ચાલવામાં તકલીફ પડતી હતી. બૂટ પહેરેલા છતાં પણ પગમાં બળતરા થતી. ભૂખ લાગી પણ ભોજન પાણી હતું નહીં. ચાલવાનું સીધા રોડે રોડે હતું, કોઈ પહાડી ચડવાની ન હતી. અનેક મંદિરોના દર્શન કરતો કરતો હું માય કી બગીયા પહોંચ્યો. માય કી બગીયા એટલે શ્રી નર્મદાજી બાળ અવસ્થામાં આ બગીચામાં રમતા એમ જાણવા મળ્યું. ત્યાં પણ નાના-મોટા મંદિર હતા, અનેક સાધુ-સંતો સત્સંગ કરતા, પ્રવાસીઓ અને અનેક દુકાનો હતી. અને માકડા તો ખરા જ.

મેં બધા મંદિરોમાં દર્શન કરી લીધા પછી બહાર નીકળતા એક દુકાન વારો બાફેલા ચણા વેચતો હતો. મેં એક પડીયો ચણા લીધા અને ખાવાની શરૂઆત કરી ત્યાં ઝાડ પરથી એક નાનું માંગડાનું બચ્ચું મારી નજીક આવ્યૂ. મેં એક દાણો નાખ્યો ને તે ખાવા માંડયું. મેં ધીરે ધીરે બાફેલા ચણાને થોડો ચપટો કરી નાખતો હતો, એ રમતું રમતું ખાતું હતું. થોડીવારમાં એની માતા માકડી બેન પ્રગટ થયા. મેં એમને પણ થોડૂ નાખ્યું, એટલામાં અચાનક મોટો માંકડો પ્રગટ થયો, એ ભાઈ થોડા ડરામણા હતા તેમનો એક હાથ કપાયેલો હતો. મોટા માંકડા ભાઈ મારી પાસે પડેલો પડ્યો લઈને ભાગ્યા. મેં બીજો એક પડ્યો ત્યાં મૂકીને ચાલતી પકડી.

થોડે દૂર સોન નદીનો 365 ફૂટ ઊંચેથી પડતો ધોધ જોવા ગયા. આ ખીણનું સૌંદર્ય જોવા જેવું છે. અતિ રમણીય દ્રશ્ય. આગળ જતા યંત્ર મંદિર, શુક્ર દેવ આનંદ આશ્રમ, માર્કંડેય આશ્રમ, ગાયત્રી મંદિર, દત્ત મંદિર, પાતાળેશ્વર અમર કંટેશ્વર અનેક મંદિરો જોતા જોતા આગળ વધ્યા. અહીંયા છત્તીસગઢની બોર્ડર છે.

બસ અત્યારે આટલું જ. વધુ આવતા અંકે.

રણવીર રાણા, રમતા જોગી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)