માં નવદુર્ગાની ઝાંખી, જાણો માં દુર્ગાના અલગ અલગ રૂપોના મંત્ર અને તેના અર્થ.

0
591

માં દુર્ગાના નવ રૂપો

પ્રથમ શૈલપુત્રી :

પહેલા નોતરે મા શૈલપુત્રી રુપ ધરે,

વૃષ વાહિની દેવી કમળ ત્રિશુળ ધરે,

અર્ધ ચંદ્ર શિર સોહે શીતળ જયોત ઝરે,

શિવ શકિત માં ગૌરી સૃષટિ પટે વિચારે,

જય જય મા દુરગા ત્રિવિધ તાપ હરે..

શૈલપુત્રી મંત્ર

વંદે વાગિછતલાભાય ચન્દ્રાધઁકૃત શેખરામ,

વૃષારુઢા શુલધરા શૈલપુત્રી યશસ્વીની

અર્થ

મનોવાંછીત લાભને માટે મસ્તક ઉપર અર્ધ ચંદ્ર, ધારણ કરનાર, આખલા ની સવારી કરનાર, શુલધારીણી યશસ્વીની દુરગા દેવી ને હું વંદન કરુ છુ.

બિજા નોરતે બૃહમચારીણી

દૃતીય નોરતે દુરગા બૃહમચારીણી રુપ,

હસ્તે માળા કમંડળ સાત્વિક બૃહમ સ્વરુપ,

ચિંતન કરતા માં નું થાય બૃહમ નું જ્ઞાન

યોગીજન આધારે ધરે શકિત નું ધ્યાન.

બૃહમચારીણી મંત્ર

દધાના કરપદદ્યમાલા કમંડલ,

દૈવી પૃસીદતુ મયિ બૃહમચારીણીનુતમા.

જેણે બંને કરકમળોમા અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલાં છે,તેવા સર્વ શ્રેષ્ઠ બૃહમચારીણી દુરગા દેવી ને મારા નમસ્કાર.

ત્રીજા નોરતે ચંદ્રધંટા

તૃતીય નોરતે દુરગા અપૂર્વ રુપ ધરે,

ચંદ્રઘંટા રુપે માં પૃથ્વી પર વિહરે,

વાઘ ઉપર આરૂઢ આયુધ હસત ધરે,

દુષટ દૈતયને હણવા ઘોર યુદ્ધ આદરે.

ચંદ્રઘંટા મંત્ર

અણડજ પૃવરારુઢ ચણડકોપાભઁટીયુતા,

પ્રસાદં તનુતા મહયંમ ચણડખણડેતી વિશ્રૃતા.

જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે.ઉગ્ર કોપ ને રૌદ્રતા થી યુક્ત છે,ચણડખંડા નામથી વિખ્યાત છે. તે દુરગા દેવી ને મારા વંદન

ચોથા નોરતે મા કૂષમાંડા

ચોથા નોરતે માતા કૂષમાંડા,

ઉદર મહી આ સૃષ્ટિ સમસ્ત ને ધરવા;

એક હસ્તક મા કળશ ધર્યો અમૃત છલકાતો,

બીજા હસ્તક માં કળશ રક્ત રિપુ થી ઉભરાતો.

કૂષમાંડા મંત્ર

સુરાસંપુણઁ કલશં રુધિરાપલુતમેવં ચ;

દધાના હસતપદ્યમાભયાં કૂષમાંડા શુભ દાસ્તુ મે.

રુધિર થી રેલમછેલ અને મદિરા થી પરીપૂર્ણ, કળશ ને બંને કરકમળોમા ધારણ કરવા વાળી માં, કૂષમાંડા દુરગા દેવી ને મારા વંદન..

પાંચમા નોરતે સ્કંધમાતા

પાંચ મે નોરતે દુરગા સ્કંનધ માતા વિખ્યાત,

પદ્યમ પુષ્પ કર સોહે યશસ્વી ની સાક્ષાત;

સિંહાસન આરૂઢ માતા સુખદાતા,

આધિ વ્યાધિ વિદારે આપે સુખદાતા..

સ્કંધમાતા મંત્ર

સિંહાસનગતા નિતયં પદ્યાંચિતકરદૃયા,

શુભ દાસ્તુ સદા દેવી સ્કંનધમાતા યશસ્વી ની.

જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે,

જેમના બંને હસત મા કમંડળ શોભી રહયા છે,

તે યશસ્વી ની સ્કંનધમાતા દુરગા દેવી ને મારા વંદન..

છઠ્ઠા નોરતે મા કાતયાયની

છઠ્ઠા નોરતે માં કાતયાયની કહેવાય,

ચંદ્ર હાસ્ય સમ ઉજ્વળ દૃય શોભાવે;

સિંહ વાહીની શકિત હસ્તે ખડગ ધરે,

કૃર કર્મ આચરવા દૃષટ અસુર સંહારે માં.

કાતયાયની મંત્ર

ચંદ્રહાસોજજવલકરા શાદૃલ વર વાહના,

કાતયાયની શુભં દદ્યાદ દાવવધાનિતી.

જેમના હસત ઉજ્વળ તલવાર થી શોભે છે,તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે,તે અસુર સંહારિણી છે,એવી કાતયાયની દુરગા દેવી ને મારા વંદન.

સાતમા નોરતે મા કાલરાત્રી

સાતમા નોરતે આવે કાલરાત્રી રુપાળા,

શ્યામ વર્ણ ખરવાહન કર્ણ દીધઁ કેવા;

વામ પગે લોહ કંટક તીક્ષણ ધરે કાલી,

હણવા દાનવ કુલ ને રણચંડી ચાલી.

કાલરાત્રી મંત્ર

કરાલરુપા કાલાબજસમાનાકૃતી વિગ્રહા,

કાલરાત્રી શુભં દદ્યાદ્ર દેવી ચણડાટટહાસિની.

જેમનું રુપ વિકરાળ છે, જેમનો આકાર ને શરીર શ્યામ કમળ સમાન છે,તથા ભયાનક અટ્ટહાસ્ય કરવાવાળી કાલરાત્રી દુરગા દેવી ને મારા વંદન.

આઠમેનોરતે મહાગૌરી

અષ્ટ નોરતે મહાગૌરી આવ્યા,

શ્વેત વૃષભ પર સવારી, શ્વેત વસ્ત્ર ધાર્યા;

ત્રિશુલ ડમરુ હસ્તે શિવ જી ને ભાવે,

ભજે ભાવથી ગૌરી સિદ્ધી સકલ પાવે.

મહાગૌરી મંત્ર

કાંનતયા કાંચન સનિનભાં હિમગીરી પૃખયૈશ્રવતૃભિઁગઁજૈ,

હસતોતિક્ષપત હિરણયમયામૃતઘટે રાસિસયમાનાં શ્રિયમ;

બિમૃણાં વરમબજયુગમંભયં હસતૈ;કિરીટોજવલામ,

ક્ષૌમા બદૃદ્મનિતબબિંબલનીતા વંદેરબિઁદસિથતામ.

સુવર્ણ જેવી ક્રાન્તિ, હાથી ઓ સુંઢ થી અમૃત નું સીંચન કરેછે,ચાર હાથ મા વર અભય ને કમળો છે,મસ્તક કીરીટ ને રેશમ ના વસ્ત્રો છે,ને કમળ ના આસન
પર વિરાજમાન માં મહાગૌરી ને મારા વંદન.

નવમેનોરતે મા સિદ્ધિદાયીની

નવમે નોરતે માં સિદ્ધિદાયીની માં,

શંખ ચક્ર થી શોભીત સદા પદ્યમ કરમા;

યક્ષ કિન્નરી સિદ્ધો ગંધર્વ જેમને ભજતા,

મા દુર્ગા ને ચરણે દેવ દૈતય નમતા..

મા સિદ્ધિદાયીની મંત્ર

સિદ્ધ ગંધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ,

સ માના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયીની

સિદ્ધો ગંધર્વો, યક્ષો અસુરો અને દેવતાઓ દ્વારા પણ સદા ભજવાયોગય એવી સિદ્ધિદાયીની દુરગાદેવી ને મારા વંદન

મા તારા નવલા રુપ નીહાળુ,

ઝળહળતા જયોતી રુપ માં તારા,

ચરણ શરણ તુજ થાંશુ માં પાર ઉતારો,

આ ભવસાગરે એક આધાર તમારો

આ લેખ સપતશતી ચંડીપાઠ પુસ્તકના આધારે છે.

જય માતાજી મીત્રો

ભુલ ચુક હોય તો માફી

– સાભાર ઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)