પીઠળ સ્તુતિ : માં પીઠળની આ સ્તુતિ દ્વારા મેળવો તેમની કૃપા.

0
449

પીઠળ સ્તુતિ :

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (ટેક)

જળ હળે જયોતુ જોગ માયા દેવ પીઠળ ની દયા

વૃણ ચાર બારા ચારણા કવ કારણે દુ ભાવીયા

સંગાથ માતા શિર છાતા તું વિધાતા તારીયા

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (1)

નર નાર આવીને નમે સવ આરદા તુજને કરે

પૃથ લોકના સો માનવી ની માનતા પૂરી કરે

દેવી દયાળી ભાવ ભારી માત મારી મુ પરે

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (2)

ઊધાર કરવા તું બણી શક્તિ ખરી સોયા તણી

પાડો પલાણી બાટીયાણી વ ળી તુ વમ્મંડભણી

ઘુઘવે સમંદર શાન્ત પાણી ડાબલે ડમર તણી

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (3)

પલમાય દીઠી રાસ રમતી નેહડામા તું ખડી

નવલાખ ફોજુ નોતરી કર ધરી મા તે કૂરડી

વડ ઝાડ પાડી પાનરી ફોજુ જમાડી ફાકડી

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (4)

મ ળીયાઈ ખોડલ માત સંગે સાત સાયર સોષીયા

વરવડી સંગે મા ઊમંગે સુમરા સંધ રોળીયા

કૉધેય કંપે ભૂત સંગે મહા દાનવ મરોડ્યા

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (5)

બેલા બિરાજે માત પીઠળ બાકુલા ના ડુગરે

વળી ધામ પીઠળ ગામછે ને લાકડી છે પાટરે

ગરજીય ગાંડી ગીરમાં ને જામવાળા ધરપરે

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (6)

દાસ ઈસર ના પ્રતાપે પ્રવિણ તવ ગુણ ગાયને

આ બાળ બાટી આપને શરણે નમાવે શિષને

ખમકાર કરતી હાક દેતી નાવ સાગર તારને

પરચાય વાળી ભેળીયાળી માત પીઠળ તું મૈયા (7)

– રચયિતા બાટી પ્રવિંણદાનભાઈ ગઢવી (ભુલ ચુક લખવામા થાય સુધારી ને વાંચવી)

જય માતાજી. પી બી ગઢવી, બોટાદ.

(સાભાર ગૌતમ વરસાદીયા કોળી, અમર કથાઓ ગ્રુપ)