માં સિંધોઇના ચરણમાં બનેલી આ રચનાના રોજ પાઠ કરવા, માતા કલ્યાણ કરશે.

0
819

માં સિંધોઇના ચરણમાં બનેલી આ રચના હૈયાની હામથી હાકલો કરો એટલે માં આવે તમે જે સ્વરૂપે કલ્પો એ સ્વરૂપે આઈ આવે છે. બુદ્ધિના સીમાડા પુરા થયા પછી શ્રદ્ધાના સીમાડાની શરૂઆત થાય છે.

રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર)

ખમ્માનો ખમકારો તારો, આયલ મીઠો દરીયો મારો,

છોરુના સંતાપ હરી લે, માડી મીઠી મોજ કરી દે,

નાભિથીને નાદ છૂટે જ્યાં, આયલ હોંકારો દેતી ત્યાં,

અંતરના ઉંડાણે આવે, છોરૂડાના સાદે આવે,

ઓખાથીને આયલ આવે, ભગુડાની મોગલ આવે,

દેવ દાઢાળી દેવી આવે, તાંતણીયા ધરાથી આવે,

બુટ, બલાડને બહુચર આવે, અરણેજ વાળી આઈ આવે,

દેશનોકની દેવી આવે, ચોટીલેથી ચામુંડ આવે,

અસુરની હણ નારી આવે, દૈત્યા ર ક્તપીનારી આવે,

ઘે ઘે કરતી સિંહણ આવે, રણની રોળણહારી આવે,

સંધતણી ધણીયાણી આવે, મહિષાસુરમર્દીની આવે,

આરાસુરથી અંબા આવે, ગેલીને ગાત્રા ળ પધારે,

હાક કરી હડકાઈ આવે, ડુંગરને ગાળેથી આવે,

થળા, ટોચ ગોખેથી આવે, નદીયુંને નાળેથી આવે,

રમઝમતી રવરાઈ આવે, શેણલને મા શક્તિ આવે,

બુઢી, બાળીયુ, યૌવન આવે, બલુચના પાધરથી આવે,

સુંધા ગઢ ની ગાંડી આવે, કરણીને કાત્રોડી આવે,

કડીના કાંગરેથી આવે, પીઠડ પડકારો દઈ આવે,

હરજોગની નાગબાઈ આવે, સૂરજની ઢાંકનારી આવે,

મઢડેથી મા સોનલ આવે, આવળ, જોગળ, સાંસાઈ આવે,

ઉદાની મા રાજલ આવે, વેરાઈ, વિહોત, બ્રહ્માણી આવે,

સિકોતરને સધી આવે, સિંહને જોતરનારી આવે,

માત મેલડી ટાણે આવે, ચેહરને દિપો બઈ આવે,

આશપુરા અલબેલી આવે, વડી માત વડેચી આવે,

સિંહમોઈ સરધારે આવે, હોલ, ગેલ, હરસિધ્ધિ આવે,

શૈલપુત્રી મા સ્કંધા આવે, ભોળી માત ભવાની આવે,

જોરાળી જોગણીયું આવે, ખપ્પરની ભરનારી આવે,

આયુધની ધરનારી આવે, ડમ્મરીયું દેનારી આવે,

ઘેરા ઘેરા નાદે આવે, ધમ ધમ ધરા થાતી આવે,

ગગન ગરબો ધરતી આવે, ઝણણણ ઝાંઝર બાજત આવે,

સાયરને શોષનારી આવે,ચૂંડ મુંડની મા રણ આવે,

ક્ષાત્ર તેજ દિપાવણ આવે, જળમાં કેડા કરતી આવે,

દેશનોકની કરણી આવે, કનકાઈ સિકોતર આવે,

તનોટને મા તોતળી આવે, જોરાળી જગદંબા આવે,

કાગબાઈ કાંત્રોડી આવે, વિંધ્યવાસીની વ્હારે આવે,

જ્વાળ મુખી જોરાળી આવે, હામ દેતી મા હિંગોળ આવે,

હૈયાના હાકલિયે આવે, સત ધરમની ધાયે આવે,

નેક, ટેક ને નેમે આવે, અંતરના ઉકળાટે આવે,

“શંકર” સંકટ હરતી આવે, ભોળાના મા ભાવે આવે,

કુંવાસીયુની કરપે આવે, આંતરના કકળાટે આવે.

રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર) (અમર કથાઓ ગ્રુપ)