માણસની પાછળ દોડ્યો ગાંડો, પણ આગળ જતા રસ્તો થઈ ગયો પૂરો, પછી જે થયું તે કંઈક સમજાવે છે.

0
1165

જીવનમાં ઘણી વખત એવા પ્રસંગ ઉભા થાય છે જયારે આપણને લાગે છે કે આપણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છીએ અને તેનાથી બચવાના રસ્તા શોધવા લાગીએ છીએ. પણ એવું પણ બની શકે છે હકીકત તેનાથી કાંઈક અલગ હોય. મુશ્કેલી એટલી મોટી ન હોય જેટલી આપણે સમજી રહ્યા હોય.

જયારે આપણે મુશ્કેલીઓથી બચીને ભાગવાને બદલે તેનો સામનો કરવાનું નક્કી કરીએ છીએ તો તે મુશ્કેલી આપણી હિંમત સામે નાની થઇ જાય છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે ઘણી વખત તકલીફો એટલી મોટી નથી હોતી, જેટલી આપણે સમજીએ છીએ.

જ્યારે પાગલ માણસ પાછળ દોડ્યો :

એક વખત એક માણસની પાગલખાનામાં નવી નવી નોકરી લાગી. પહેલા દિવસે જયારે તે પાગલખાને ગયો તો તેણે જોયું કે ઘણા બધા ગાંડા જાત જાતની હરકતો કરી રહ્યા હતા. કોઈ ગીત ગાઈ રહ્યા હતા તો કોઈ તબલા વગાડી રહ્યા હતા. દરેક પોતાની મસ્તીમાં જ મસ્ત હતા.

તેમાંથી એક ગાંડો એવો હતો જે સૌથી અલગ બેઠો હતો અને વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. માણસે વિચાર્યું કે આ ગાંડો સૌથી અલગ બેઠો છે તો તેની સાથે થોડી મસ્તી કરું. તે ગાંડા પાસે પહોંચ્યો અને તેને ડરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ ગાંડો ડર્યો નહિ. ત્યાર પછી તે માણસે ગાંડાના પેટ ઉપર આંગળી મૂકી. તે જોઈને ગાંડો એકદમ ગુસ્સામાં આવી ગયો.

તે માણસને લાગ્યું કે, આ ગાંડો હવે તેને છોડશે નહિ એટલે તે ઝડપથી ત્યાંથી ભાગ્યો. ગાંડો પણ તેની પાછળ દોડ્યો. માણસે તે ગાંડાથી બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એક જગ્યાએ જઈને તે માણસ ફસાઈ ગયો. આગળ ભાગવાની જગ્યા ન હતી અને પાછળ ગાંડો ઉભો હતો. તેને લાગ્યું કે હવે તો ગાંડો તેની ધોલાઈ કરશે.

ડરના કારણે તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને ભગવાનને યાદ કરવા લાગ્યો. ત્યાં સુધી ગાંડો તેની એકદમ નજીક આવી ગયો હતો. જેવો ગાંડાએ હાથ ઉંચો કર્યો કે તે માણસ ડરને કારણે નીચે બેસી ગયો. ગાંડાએ પોતાની આંગળી તે માણસના પેટ ઉપર રાખી અને તરત જ ભાગી ગયો. તે જોઈને તે માણસને સમજાયું કે ગાંડો તેને મા-ર-વા માટે દોડતો ન હતો. તે તો તેની નકલ કરી રહ્યો હતો. અને જેને તે ઘણી મોટી મુશ્કેલી સમજી રહ્યો હતો, તે તો ઘણી નાની એવી વાત નીકળી.

લાઈફ મેનેજમેન્ટ : તકલીફોથી ગભરાઈને ભાગવાને બદલે તેનો સામનો કરો. તમારી હિંમતની આગળ તકલીફો ઘૂંટણ ટેકવી દેશે.