‘માડી હું તો બાર બાર વરસે આવિયો’ આ લોક ગીતમાં માં-દીકરાનો અદ્દભુત સંવાદ છે જે તમારા દિલમાં વસી જશે.

0
1033

માડી હું તો બાર બાર વરસે આવિયો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે

કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિ આર છોડ રે

કલૈયા કુંવર, દળણું રે દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિ આર છોડ રે

કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

મારે એના બચકામાં કોરી એક બાંધણી રે

માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે

ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

હેજી મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

મારે એના બચકામાં કોરી એક ટીલડી રે

માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે

ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે.

– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)