“માડી તારું કંકુ કર્યું ને સુરજ ઉગ્યો” વાંચો માતાજીના અદ્દભુત ગરબા.

0
491

માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો ;

જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

માડી તારું કંકુ ખર્યું ને, સુરજ ઉગ્યો ….

મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો;

નભનો ચંદરવો મા,એ આંખ્યુમાં આંજ્યો

દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો.

માડી તારું કંકુ ખર્યું ,ને સુરજ ઊગ્યો….

માવડી ની કોટમા તારાલા ના મોતી

જનની ની આંખ્યુમાં પૂનમની જ્યોતિ

છડી રે… પોકારી મા, ની મોરલો ટહુક્યો.

માડી તારુ કંકુ ખર્યું, ને સુરજ ઊગ્યો…..

નોરતાના રથના ઘૂઘરા રે બોલ્યા,

અજવાળી રાતે મા,યે અમરત ઢોડ્યા

ગગનનો ગરબો માના ચરણોમાં ઝુક્યો.

માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો……

(*) થોડા જુના ગરબા ની યાદી….

સાચી રે મારી સત રે ભવાની મા , અંબા ભવાની મા,

હું તો તારી સેવા કરીશ મૈયા લાલ….

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા,;

કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ…..

ઝીણી ઝીણી જાળીઓ મુકાવુ બોલ્યા ગરબા;

ઝીણી ઝીણી જાડિયો મુકાવું રે લોલ

હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે (૨)

હે માય વાગે છે ઘૂઘરી ના ઘમકાર રે

અંબામાના ઉંચા મંદિર નીચા મોલ;

કે ઝરૂખડે દીવા બળે રે લોલ,

માડી તારા ગોખ ગબ્બર અનમોલ,

કે શિરે શોભા ઘણી રે લોલ.

પાવા માં પાવો વાગ્યો માતા મહાકાળી,

એના નાદે નવખંડ ગાજે માતા મહાકાળી.

વાંકાનેરના વાણીયા તું શેર કંકુ તોળ જો;

શેર કંકુ તોળ ત્યાં અધશેર હિંડોળો ઢાંળજો

સાથિયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ.

આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)