માગશર મહિનાનું છે ઘણું વિશેષ મહત્વ, આ મહિનામાં આ કામો કરવાથી મળે છે શ્રી કૃષ્ણની કૃપા.

0
1549

मासानां मार्गशीर्षोहं

રવિવારે વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન શકે ૧૯૪૩ ના પવિત્ર માગશર મહિનાનો આરંભ થઇ ચૂક્યો છે

સતયુગ મા દેવતાઓએ વર્ષનો આરંભ માગશર વદ(કૃષ્ણ) પ્રતિપદા તિથી (એકમ) ના દિવસથી જ કર્યો હતો. સાથે કશ્યપ ઋષિએ આજના વિવાદાસ્પદ કાશ્મીર નામના સ્થાનની સ્થાપના કરી હતી.

જે મહિનાની પૂર્ણિમા તિથી જે નક્ષત્ર સાથે મળેલ હોય એ નક્ષત્ર ના આધારે મહિનાનુ નામકરણ કરવામા આવે છે. જેમ કે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા મૃગશીરા નક્ષત્ર થી યુક્ત હોય છે એટલે જ આ મહિનાને માગશર માસ કહેવામા આવે છે. આના સિવાય આ મહિનાને મગસર, મંગસિર, અગહન, અગ્રહાયણ થી પણ ઓળખવામાં આવે છે.

હિન્દુ વર્ષ નો નવો મહિનો અગહન અથવા અગ્રહાયણ તરીકે ઓળખાય છે. માગશર મહિનાની પૂર્ણિમા તિથી ના દિવસે જ “દત્તાત્રેય જયંતિ” મનાવવી જોઇએ. कृत्यकल्पतरु का नैत्य कालिक काण्ड, 432-33; कृत्यरत्नाकर, 471-72

ગીતાજીમા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ને માગશર મહિના તરીકે ગણાવ્યા છે. આ મહિનો પ્રેમ નુ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ ને અતિપ્રિય છે અને શ્રી કૃષ્ણ ની આરાધના માટે છે.

बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम्।

मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ।।10.35। ભગવદ્ ગીતા

ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમા હુ બૃહત્સામ અને છંદો મા ગાયત્રી છંદ હુ છુ. બાર મહિના કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મા માર્ગશીર્ષ(માગશર) અને ૬ ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુઓમા હુ વસંત ઋતુ છુ.

મહિનાઓના વૈદિક નામ – મધુ, માધવ, શુક્ર, શુચિ, નભ, નભસ્ય, ઈષ, ઉર્જ, તપ, તપસ્ય, સહ, સહસ્ય છે.

મહિનાઓના સંસ્કૃત નામ – કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માધ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન છે.

આ મહિનામા ભગવાન શ્રી કૃષ્ણ ની શ્રદ્ધાપૂર્વક આરાધના ઉપાસના કરવામા આવે તો ભાગ્યોદય મા આવનાર તમામ બાધાઓ નુ શમન થાય છે અને ભાગ્ય સોળે કલાઓથી ખીલી ઉઠે છે.

નિ:સંતાન દંપતિ સંતાન ગોપાલ મંત્ર ના સવાલક્ષ અનુષ્ઠાનની શ્રી કૃષ્ણની કૃપાથી સંતાન બાધા દૂર કરી શકે છે.

માગશર મહિનાને અગહન માસ પણ કહેવાય છે આ મહિનામા તીર્થ સ્થાને પવિત્ર નદીમા સ્નાન કરવાનુ વિશેષ મહત્વ છે. વિશેષતમ યમુના નદીમા સ્નાન કરવાનુ મહત્વ છે. નિયમિત તીર્થ જલમાં સ્નાન કરનાર શ્રધ્ધાળુ ઓને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

વિશેષ નિયમો જેમ કે તીર્થસ્થાન :- જે તીર્થસ્થાન નથી કરી શકતા એ તુલસીના છોડ નીચેથી માટી શરીરે ચોળી નમો ભગવતે વાસુદેવાય ના જાપ સાથે સ્નાન કરવાના પાણીમાં તીર્થજલ પધરાવીને સ્નાન કરી શકે છે.

સ્નાનાદિ કરી નિત્ય क्लीं कृष्णाय नम: અથવા कृं कृष्णाय नम: અને ॐ नमो भगवते वासुदेवाय દ્વાશસાક્ષરી મંત્રની નિત્ય ૧ માળા કરવી શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે પોતાને કૃતકૃત્ય બનાવી શકે છે.

ગીતાજીનો પાઠ, શ્રી કૃષ્ણ ને માખણ મિશ્રીનો ભોગ જે શ્રી કૃષ્ણને ખુબ જ પ્રિય છે સાથે તુલસી પત્ર પણ અર્પણ કરવું તુલસીજીની નીચે ઘીનો દીવો કરવાથી શ્રી કૃષ્ણની કૃપાથી સમસ્ત વિપદાઓની શાંતિ થાય છે.

ગાયોની સેવા (આપણી ભારતીય દેશી ગાયોની સેવા કરનાર શ્રી કૃષ્ણને ખુબ જ પ્રિય છે) નિત્ય કરવી.

દહી અને જીરાનું સેવન પણ આ મહિનામા નિષેધ છે અને કોઇ પણ અભક્ષ્ય પદાર્થ ભોજન તરીકે ના કરવો જોઈએ.

મહાભારતના અનુશાસન પર્વમાં પણ દાનનુ વિશેષ મહત્વ છે આ મહિનામા શીતલહેર આવતી હોવાથી ગરમ વસ્ત્રો, મોસમી ફળો, ભોજન, અન્નદાન, પીળુ પીતાંબર, લાલ ચંદનની માળા પૂજા સામગ્રી, દીવો, આચમની અને ૧૦ પ્રકારના દાનનુ વિશેષ મહત્વ છે.

મહાભારતના અનુશાસન પર્વના આરંભમાં ૧૬૬ અધ્યાય કલીયુગમાં ઇશ્વર પ્રાપ્તિના અન્ય માર્ગ પૂજા-યજ્ઞથી વિશેષ દાન ધર્મ વિશે ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને દાન ધર્મનું મહત્વ સમજાવ્યું છે. જેથી દાન અવશ્ય કરવું.

– સાભાર ધવલ કુમાર.