મહાશિવરાત્રી પર કરો આ ખાસ ઉપાય, ભોલેબાબા ક્ષણભરમાં થશે પ્રસન્ન અને આપશે આશીર્વાદ.

0
242

મહાશિવરાત્રીના દિવસે કરો આ વસ્તુઓનું દાન, પાપોનો નાશ થશે અને શંકર ભગવાનની કૃપાથી અક્ષય પુણ્ય મળશે.

મહાશિવરાત્રીના તહેવારને હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્તો મહાશિવરાત્રિના દિવસે વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરીને તેમને પ્રસન્ન કરે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નથી રહેતી. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરીએ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ભોલે બાબાની પૂજા કરવાની કેટલીક ખાસ રીતો જણાવીશું, જે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈ જશે.

જો તમે નોકરી કે ધંધામાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો મહાશિવરાત્રીના દિવસે ઘરમાં કે મંદિરમાં સ્ફટિકના શિવલિંગની પૂજા કરો. ‘ૐ નમઃ શિવાય મંત્ર’ નો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો.

મહાશિવરાત્રીના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ અને પૈસાનું દાન કરો. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ગરીબોને દાન કરવાથી તમામ જૂના પાપોનો નાશ થાય છે અને ભગવાન શંકરની કૃપાથી વ્યક્તિને અક્ષય પુણ્ય મળે છે.

મહાશિવરાત્રીના દિવસે બીલીના ઝાડ નીચે ઉભા રહીને ખીર અને ઘીનું દાન કરો. આમ કરવાથી મહાલક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનભર સુખ-સુવિધાઓની અછત રહેતી નથી.

મહાશિવરાત્રીના દિવસે ભાંગના છોડના પાનને પીસીને તેને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. આમ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની મનોકામના પૂરી કરે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.