હજારો વર્ષ જુના અક્ષય વડથી લઈને પારિજાતના વૃક્ષ સુધીની દરેક કથાઓ અને રહસ્યો. મહાભારત કાળને આજે પણ ભારતીય ધાર્મિક અને સંસ્કૃતિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ અધ્યાય માનવામાં આવે છે. મહાભારતની કથા, વિચાર સાથે તે સમયના સ્થાપિત તીર્થ સ્થાન આજે પણ લોકોની શ્રદ્ધાનો વિષય છે. તે ઉપરાંત તે સમયના થોડા વૃક્ષ આજે પણ રહેલા છે, જેના દરેક પાંદડા લહેરાઈને તે સમયની ગાથા સંભળાવે છે, તો આવો જાણીએ 5000 વર્ષથી પણ વધુ જુના વૃક્ષો વિષે, જે આજે પણ ધરતી ઉપર રહેલા છે અને મહાભારતકાળના ઘણા રહસ્ય પોતાની અંદર છુપાવી બેઠા છે.
પારિજાત વૃક્ષ, બારાબંકી : બારાબંકીના કિંતુર ગામમાં સ્થાપિત પારિજાત વૃક્ષનો ઈતિહાસ માતા કુંતી અને શ્રી કૃષ્ણની પત્ની સત્યભામા સાથે જોડાયેલા છે. પૌરાણીક કથાઓ મુજબ, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ માતા કુંતીની સાથે આ કિંતુર ગામમાં નિવાસ કર્યો હતો. તે દરમિયાન પાંડવોએ અહિયાં ભગવાન ભોલેનાથનું એક મંદિર સ્થાપિત કર્યું હતું, જેનું નામ કુંતેશ્વર મહાદેવ થઇ ગયા. કહેવામાં આવે છે કે, ભોલેનાથની પૂજા માટે માતા કુંતીએ તેના દીકરાને પારિજાત વૃક્ષના ફૂલ લાવવાનું કહ્યું હતું.
માતા કુંતીની એ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુન સ્વર્ગ માંથી પારિજાત વૃક્ષ લઈને આવ્યા અને કિંતુર ગામમાં સ્થાપિત કર્યું. તે ઉપરાંત શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાંએ પણ આ ફૂલની માંગણી કરી હતી, ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ તેના માટે સ્વર્ગ માંથી વૃક્ષ લઈને આવ્યા હતા. પારીજાતના ફૂલની સુગંધ ઘણી સુગંધિત હોય છે. આમ તો તેની એક વિશેષ વાત એ છે કે, તે ફૂલ માત્ર રાત્રે જ ખીલે છે સવાર થતા જ કરમાઈ જાય છે. આ વૃક્ષનું આયુષ્ય 1 થી 5 વર્ષ સુધી બતાવવામાં આવ્યું છે.
અક્ષય વટ : મુઝફ્ફરનગરના મોરનામાં આવેલા અક્ષય વટ વૃક્ષનો ઈતિહાસ ઋષિ વ્યાસ પુત્ર શ્રી શુકદેવ મુની મહારાજ સાથે જોડાયેલા છે. કહેવામાં આવે છે કે શ્રી શુકદેવજીએ હસ્તિનાપુરના તત્કાલીન મહારાજા પરીક્ષિતને શ્રીમદ્દભાગવત સંભળાવી હતી. શુકદેવજીએ મહારાજ પરીક્ષિતને શ્રવણ પાન કરાવીને શ્રાપ માંથી મુક્તિ અપાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. તેમણે એવું એટલા માટે કર્યું હતું કેમ કે મહારાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે તેમનું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી થશે.
જેમ કે આ વૃક્ષના નામ ઉપરથી જાણી શકાય છે કે અક્ષય વટ એટલે ક્યારેય ક્ષય ન થાય. તે કારણ છે કે ઋતુ ગમે તે હોય આ ઝાડને કોઈ ક્ષતિ થતી નથી. ત્યાં સુધી કે પાનખર આવવા ઉપર આ વૃક્ષના પાંદડા ક્યારેય સુકાતા નથી. તે ઉપરાંત એટલા જુના વૃક્ષો હોવા છતાં તેમાં ડાળીઓ નથી.
આ વૃક્ષમાં ગુંજે છે કાન્હાની વાંસળીની ધૂન : મથુરામાં આવેલા બંસીવટનો પોતાનો જ મહિમા છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહિયાં ગાય ચરાવવા આવતા હતા. એટલું જ નહિ તે રાધાના શૃંગાર પણ આ વૃક્ષ નીચે કરતા હતા. માન્યતા છે કે જો આજે પણ તમે આ વૃક્ષ ઉપર કાન લગાવીને સાંભળો તો કાન્હાની વાંસળીની ધૂન તમને સંભળાય છે. પરંતુ તેના માટે તમારું મન સ્વચ્છ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોવું જોઈએ.
અક્ષય વટ – અહિયાં અર્જુનને મળ્યો હતો ગીતા ઉપદેશ : કુરુક્ષેત્રથી 8 કી.મી. દુર છે જ્યોતિસર અને તે સ્થળ ઉપર સ્થાપિત છે અક્ષય વટ. માન્યતા છે કે, જયારે અર્જુને મહાભારતમાં પોતાનાની વિરુદ્ધ શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી હતી, તે સમયે ભગવાન કૃષ્ણએ તે વૃક્ષનીચે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાના 18 અધ્યાય સંભળાવ્યા હતા. કહે છે કે તે એકમાત્ર વૃક્ષ મહાભારત દરમિયાન આપવામાં આવેલા ગીતા ઉપદેશના સાક્ષી છે.
પીપળાનું વૃક્ષ – આજે પણ નવા પાંદડામાં હોય છે છિદ્ર : આ પેડની પાછળ એક કથા છે, કહે છે કે આ વૃક્ષ છે, જેના પાંદડાને બર્બરીકે ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી એક જ બાણથી છેદી દીધું હતું. એ કારણ છે કે આજે પણ તેમાં નીકળતા પાંદડા નવા પાંદડામાં છિદ્ર હોય છે. પૌરાણીક કથા કાંઈક એવી છે કે, જયારે મહાભારતના યુદ્ધની શરૂઆત થઇ હતી તે સમયે ભીમના પુત્ર ઘટોત્કચના દીકરા બર્બરીકે તેની માં ને વચન આપ્યું કે, તે લડાઈમાં તે પક્ષને સાથ આપશે, જે નબળો હશે. એટલા માટે તેમણે ભગવાન શિવની આરાધના કરી અને ત્રણે અજેય બાણો પ્રાપ્ત કર્યા.
જયારે ભગવાન શ્રીકૃષ્ણને એ વાતની ખબર પડી તો તે બ્રાહ્મણના રૂપમાં બર્બરીક પાસે ગયા અને મજાક ઉડાવતા કહ્યું કે, માત્ર ત્રણ બાણમાં તું મહાભારત જેવું યુદ્ધ કેવી રીતે જીતી શકીશ? ત્યાર પછી બર્બરીકે ભગવાન શ્રીકૃષ્ણને બાણો વિષે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય બાણ નથી પરંતુ અજેય બાણ છે, જેને તેણે ભોલેનાથની આરાધના કરીને પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી શ્રીકૃષ્ણએ તેની શક્તિથી બાણોની અસરને દુર કરી દીધી હતી.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.