કેવી રીતે મળી સંજયને દિવ્યદ્રષ્ટિ? આજના લાઈવ પ્રોગ્રામ જેવી ટેકનોલોજી સંજય ને કેવીરીતે મળી?

0
1054

મહાભારત ની લાઈવ પરીસ્થિતિ વિષે ધૃતરાષ્ટને જણાવનારો સંજયને કેવી રીતે મળી દિવ્યદ્રષ્ટિ, જાણવા જેવી છે વાત.

મહાભારત યુદ્ધમાં જયારે હસ્તિનાપુરમાં બેઠેલા કૌરવોના પિતા ધ્રુતરાષ્ટ્ર આંધળા હોવાને કારણે યુદ્ધ જોવામાં સક્ષમ ન હતા ત્યારે સંજયે હસ્તિનાપુર મહેલમાં બેસીને જ કુરુક્ષેત્ર યુદ્ધના દરેક દિવસની સ્થિતિ ધ્રુતરાષ્ટ્રને સંભળાવી હતી. તો કેવી રીતે સંજય આટલે દુરથી મહાભારતને એટલી સુક્ષ્મ દ્રષ્ટીથી દેખાડી શક્યા? શું તે સમયમાં તે બધા માટે શક્ય હતું કે સંજય પાસે કોઈ શક્તિ હતી આજની કડીમાં અમે લઈને આવ્યા છીએ એક મહત્વની જાણકારી કે સંજય પાસે એવી કઈ વિશેષ યોગ્યતા પ્રાપ્ત હતી જેનાથી તે મહાભારતનું યુદ્ધ જોઈ શક્યા?

એ પહેલા આવો જાણીએ સંજય કોણ હતા. :

સંજય ધ્રુતરાષ્ટ્રની સભાના સભ્ય હતા. તેમણે ઘણા જ સ્પષ્ટવાદી, સદાચારી, સત્યવાદી, નિર્ભય, ધર્મના પક્ષપાતી અને ભગવાન કૃષ્ણના પરમ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. ધર્મને સાથ આપવા વાળા સંજય ધ્રુતરાષ્ટ્રની સભાના સભ્ય હોવા છતાં પણ પાંડવો પ્રત્યે સહાનુભુતિ રાખતા હતા. એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમણે ઘણી વખત ધ્રુતરાષ્ટ્રને તેમના પુત્રોનો પાંડવો પ્રત્યેના વ્યવહારને લઈને ચેતવણી આપી હતી.

જયારે કૌરવો દ્વારા દ્રૌપદીનું અપમાન થયું ત્યારે વિદુર, ગુરુ દ્રોણ, અને ભીષ્મ પિતામહે કૌરવોને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કૌરવોએ કોઈની વાત ન માની અને ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કર્યું. જયારે પાંડવ દ્દયુતક્રીડામાં કૌરવોને હરાવીને વનમાં જતા રહ્યા હતા ત્યારે પણ સંજયે ધ્રુતરાષ્ટ્રને ચેતવણી આપી હતી કે કૌરવોએ આવા અસહિષ્ણુ વ્યવહારને કારણે કૌરવોનો વિનાશ તો થશે જ સાથે જ તેની સાથે નિર્દોષ પ્રજા પણ વ્યર્થમાં જ મરી જશે.

છેવટે સંજયની વાત સાચી પડી અને મહાભારત જેવા ભયંકર યુદ્ધને ન રોકી શક્યા. આમ તો ધ્રુતરાષ્ટ્ર આંધળા હતા યુદ્ધ શરુ થતા પહેલા મહર્ષિ વેદવ્યાસે ધ્રુતરાષ્ટ્રને કહ્યું કે યુદ્ધ જોવા માટે તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી શકે છે પરંતુ ધ્રુતરાષ્ટ્રને ખબર હતી કે તેમના અધર્મી પુત્રોનો વિનાશ નિશ્ચિત છે એટલા માટે તેમણે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની વાતનો અસ્વીકાર કર્યો. વેદવ્યાસજી જાણતા હતા કે ધ્રુતરાષ્ટ્ર જરૂર યુદ્ધના સમયે રણભૂમિની સ્થિતિ જાણવા માટે વ્યાકુળ બનશે. ધ્રુતરાષ્ટ્ર એ પોતે બધું સાંભળી શકે એટલા માટે વેદવ્યાસ ને કહ્યું કે દિવ્યદ્રષ્ટી સંજય ને આપો એટલે ભગવાન વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી જેથી તે પ્રત્યક્ષ રીતે બની રહેલી ધટનાઓ અને મનમાં ચિંતન કરવા વાળી દરેક વાતને પણ સમજી શકતા હતા.

જયારે યુદ્ધમાં ભીષ્મ પિતામહ બાણોની શૈયા ઉપર હતા ત્યારે સંજયે ધ્રુતરાષ્ટ્રને તેની જાણ કરી. ધ્રુતરાષ્ટ્ર તે સાંભળીને શોકમય બન્યા અને સંજય પાસે યુદ્ધની સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારે સંજયે પાંડવો અને કૌરવો બંને પક્ષોની સ્થિતિનું વર્ણન કર્યું અને ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ગીતાના ઉપદેશ ધ્રુતરાષ્ટ્રને સંભળાવવાના શરુ કર્યા. ભાગવત ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે. સાથે જ સંજયે ભગવાન કૃષ્ણના યથાર્થ સ્વરૂપનું પણ વર્ણન કરતા કહ્યું કે સંસારમાં જ્યાં પણ સત્ય, સરળતા, સહજતા અને ધર્મનું પાલન થાય છે ત્યાં શ્રી કૃષ્ણનો વાસ હોય છે અને જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં નિઃસંદેહ વિજય થાય છે.

મિત્રો આ પ્રકારે મહર્ષિ વેદવ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલી દિવ્ય શક્તિથી સંજયે ભગવદ ગીતા સહીત યુદ્ધની સંપૂર્ણ સ્થિતિ ધ્રુતરાષ્ટ્રને સંભળાવી.