મહાભારતના શાંતિપર્વમાં જણાવવામાં આવ્યા છે ચડતી અને પડતીના આ લક્ષણો, એક વાર જરૂર વાંચજો.

0
776

ચડતી અને પડતીના લક્ષણો :

યુધિષ્ઠિરે પૂછ્યું : હે ભરતવંશી પીતામહ ! જે સમયે મનુષ્યની ચડતી થવાની હોય છે, અથવા પડતી થવાની હોય છે, તે સમયે તેના પૂર્વ લક્ષણો કેવા હોય છે તે મને વિસ્તારથી કહો.

પિતામહ ભીષ્મે કહ્યું : હે યુધિષ્ઠિર ! તમારું કલ્યાણ થાવ મનુષ્યનું મન જ ભવિષ્યના કલ્યાણ તથા અકલ્યાણ, પૂર્વ સ્વરૂપોને સૂચવી આપે છે. આ વિષયમાં લક્ષ્મીજી અને ઇન્દ્રના સંવાદરૂપે એક પ્રાચીન ઇતિહાસ નું ઉદાહરણ આપવામાં આવે છે તે હું તમને કહું છું સાંભળો.

હે સુંદર હાસ્યવાળી દેવી હે સુમુખી દેવી ! દૈત્યો ને, દાનવો કેવા આચરણવાળા હતા ત્યારે તમે તેઓને વિશે નિવાસ કર્યો હતો અને હમણાં તેઓને કેવા આચરણવાળા જોઈને તમે તેઓનું ત્યાગ કરી અહીં આવ્યા છો.

જે પ્રાણીઓ સ્વધર્મનું આચરણ કરે છે અતિથિઓનું સત્કાર કરે છે પિતૃઓ, દેવોનુ તથા ગુરુજનો નું પૂજન કરે છે તેમને ત્યાં હું નીવાશ કરું છું. આ દાનવો માં તે સમયે સત્ય પણુ હતું વળી તેઓના ઘર અત્યંત સ્વચ્છ અને સાફ હતા, તેઓ પોતાની સ્ત્રીઓને વશ રાખતા હતા, અગ્નિમાં આહુતિ આપતા હતા. બ્રાહ્મણોની સેવા કરનાર હતા, સત્યવાદી અને જિતેન્દ્રિય હતા, તેથી , તેમના ભવને મારો નિવાસ હતો.

તેઓ સૂર્યના ઉદય પહેલા શયનમાંથી ઉઠી જતા હતા, સૂર્યના ઉદય પછી શયનમાં કદી પડી રહેતા ન હતા, તેઓ રાત્રીના સમયે દહીં ખાતા ન હતા, રાત્રિના સમયે, ભોજનનો પણ ત્યાગ કરી દેતા હતા. પ્રભાતમાં ઊઠીને ઘી, અને બીજા માંગલિક પદાર્થોનું દર્શન કરતા હતા.

રાત્રી નો અર્ધભાગ વિતીગયા પછી ભોજન ન કરતા, ક્યારેય દિવસે નિંદ્રા કરતા ન હતા, કૃપણ ,અનાથ , વૃદ્ધ દુર્બળ અને સ્ત્રીઓ પર દયા કરીને અન્નાવિભાગ આપતા હતા. તેઓ અતિથિઓને ભોજન કરાવ્યા પછી જ ભોજન કરતા હતા, ઉત્તમ પ્રકારનાં ભોજનો પોતે એકલા એકલા જ આહાર કરી જતા ન હતા, પરસ્ત્રી સાથે ગમન કરતા નહી.

પણ પાછળથી જ્યારે સમય પલટાયો અને તેઓ માં, રહેલા ઉત્તમ ગુણો નાશ પામ્યા, ત્યારે મેં જોયું કે, હવે દાનવો માંથી ધર્મ નાશ પામ્યો છે, તેઓ ચિત્ત કામ અને ક્રોધ ને આધીન બની ગયા છે. જેમ જેમ સમય બદલાયો , તેઓમાં અવગુણ આવતા, ગયા, તે દાનવઓ પણ વૃદ્ધ સભાસદોની અને સત્પુરુષોની મશ્કરીઓ કરવા લાગ્યા, પોતે ગુણહીન હોવા છતાં, સર્વ ગુણ સંપન્ન મહાપુરુષોની અનસુયા કરવા લાગ્યા , વૃદ્ધ પુરુષોને પોતાની સન્મુખ આવતા જોવા છતાં, યુવાન પુરુષો એમ ને એમ બેસી રહેવા લાગ્યા.

પોતાનો પિતા કાર્ય કરી રહ્યો હોય છતા પુત્ર પોતાનું ડહાપણ દેખાડીને, પિતાનું પ્રભુ થવા લાગ્યો, તેમજ રાત્રિના, સમયમાં મોટા મોટા બરાડા પાડીને તેઓ બોલવા લાગ્યા, પુત્રો પિતા નું અપમાન કરવા લાગ્યા, અને સ્ત્રીઓ પોતાના પતિનું અપમાન કરવા લાગી. અતિથિ, દેવો અને પિતૃઓનું અન્ન ભાગ આપ્યા વગર, ભોજન કરવા લાગ્યા, તેઓના રસોઇયાઓ શૌચાચારનો, ત્યાગ કરવા લાગ્યા, મન વચન અને કાયાથી તેઓ અનાચાર કરવા લાગ્યા, અને પોતાના ભક્ષ્ય પદાર્થોને ખુલ્લા મૂકવાને, ગમેતેમ ફરવા લાગ્યા.

તેઓના ધાન્યો અસ્ત વ્યસ્ત રહેવા લાગ્યા, કાગડા અને ઉંદર નામા સનું પણ તેઓ ભોજન કરવા લાગ્યા, દૂધને ઉઘાડું મૂકવા લાગ્યા, અને વગર ધોયેલા હાથે ઘી નો સ્પર્શ કરવા લાગ્યા, તેઓની સ્ત્રીઓએ કોદાળી, દાતરડું, પેટી અને કાંસાના વાસણો વગેરે ઘરમાં રાખવાનું છોડી દીધું, તેઓના ઘરની દીવાલો અને ઘરો પડી ભાગવા, લાગ્યા તો પણ તેને સુધારવાનું કામ તેઓ કરતા નહીં.

પોતાને ઘેર પશુઓને રાખ્યા છતાં તેઓને માટે ઘાસચારાની તથા જળ ની સગવડ રાખવા માટે તેઓએ ધ્યાનમાં લીધું નહી, પોતાના બાળકો જોઈ રહ્યા હોવા છતાં પોતે , મધુર પદાર્થો ,મીઠાઈઓ આરોગવા લાગ્યા. તેઓ દરેક પ્રકારના પશુ પક્ષીનું મા સ ભક્ષણ કરવા લાગ્યા, સૂર્ય ઉદય થઈ ગયો હોય છતાં તેઓ સુઈ રહેવા લાગ્યા પ્રભાત કાલે પણ જાણે રાત્રી પડી હોય તેમ નિદ્રાવસ્થા મા પડી રહેવા લાગ્યા અને તેઓને ઘેર ઘેર રાત્રી દિવસ કલહ-કંકાશ થવા લાગ્યા.

તેઓ ની સ્ત્રીઓ પુરુષોના વસ્ત્ર ધારણ કરીને, અને પુરુષો સ્ત્રીઓના વસ્ત્રો ધારણ કરીને રતીક્રીડા કરવા લાગ્યા, અને વિકૃત પ્રકારનો આનંદ માણવા લાગ્યા. જે બ્રાહ્મણો વેદને જાણનારા હતા, બુદ્ધિમાન હતા અને ગંભીરતામાં સમુદ્ર સરખા હતા ,તેઓ ખેતી વગેરે બીજા કામો કરવા લાગ્યા, અને તેથી જ બીજા મૂર્ખ બ્રાહ્મણ શ્રાદ્ધનું ભોજન કરવા લાગ્યા.

તેમજ વહુ, સાસુ અને સસરા ની આગળ થઈને, નોકર-ચાકરો ને ધમકાવવા લાગી, સ્ત્રીઓ પોતાના પતિને પાસે બોલાવીને શીખામણ આપવા લાગી, અને તેઓની સામે બોલવા લાગી, પિતા પોતાના પુત્ર નું મન સાચવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા, અને પુત્રોના ભયને લીધે પોતાના મૂળ ધનને તેઓને વહેંચી આપીને ,પોતે દુઃખી સ્થિતિમાં રહેવા લાગ્યા. કોઇનું ધન અગ્નિમાં બળી ગયું હોય, ચોર લોકો થી લૂ ટાઈ ગયું હોય, અથવા રાજાઓ એ હરી લીધું હોય તેને જોઈને, તેના મિત્રો મશ્કરી કરી ખડખડાટ હસવા લાગ્યા,

આ રીતે દાનવ કૃતઘી બની ગયા, નાસ્તિક થઈ ગયા, પાપી થઈ ગયા, ગુરુની સ્ત્રી સાથે પણ વ્યભિચાર કરવા લાગ્યા, વાસી અને મલિન અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવા લાગ્યા, મર્યાદાથી ભ્રષ્ટ થઈ ગયા અને નિસ્તેજ બની ગયા. જેથી હે દેવેન્દ્ર મેં નિશ્ચય કર્યો છે કે, દાનવોના નિવાસસ્થાને હું નિવાસ કરું નહીં , માટે હૈ સચીપતિ ! પોતાની મેળે પ્રાપ્ત થયેલી મને તું અભિવાદન આપ.

જય મહાલક્ષ્મી.

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)