મહાદેવની કૃપાથી નાણાકીય સુખમાં સફળતા મળશે, વેપારમાં નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો..

0
1914

મુહુર્તનો સમય – કરવા યોગ્ય ગતિવિધિઓ

દિવસના ચોઘડિયા

અમૃત 07:21 AM – 08:43 AM દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

શુભ 10:05 AM – 11:27 AM લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

ચાર 02:12 PM – 03:34 PM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

લાભ વાર વેલા 03:34 PM – 04:56 PM નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

અમૃત 04:56 PM – 06:19 PM દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

રાતના ચોઘડિયા

ચાર 06:19 PM – 07:56 PM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

લાભ કાલ રાત્રિ 11:12 PM – 12:49 AM 24 Jan નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

શુભ 02:27 AM – 04:05 AM 25 Jan લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

અમૃત 04:05 AM – 05:43 AM 25 Jan દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

ચાર 05:43 AM – 07:20 AM 25 Jan યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

સોમવાર 24 જાન્યુઆરી 2022 નું પંચાંગ

તિથિ છઠ 08:43 AM સુધી ત્યારબાદ સાતમ

નક્ષત્ર હસ્ત 11:15 AM સુધી ત્યારબાદ ચિત્રા

કૃષ્ણ પક્ષ

પોષ માસ

સૂર્યોદય 06:44 AM

સૂર્યાસ્ત 05:36 PM

ચંદ્રોદય 11:29 PM

ચંદ્રાસ્ત 10:46 AM

અભિજીત મુહૂર્ત 11:48 AM થી 12:32 PM

અમૃત કાળ મુહૂર્ત 04:36 AM, Jan 25 થી 06:11 AM, Jan 25

વિજય મુહૂર્ત 01:59 PM થી 02:42 PM

દુષ્ટમુહૂર્ત 12:31:55 થી 13:15:22 સુધી, 14:42:16 થી 15:25:44 સુધી

કાલવેલા / અર્દ્ધયામ 10:21:33 થી 11:05:00 સુધી

મેષ રાશિફળ – આજે સૂર્ય અને શનિનું દશમું ગોચર અને ચંદ્રનું છઠ્ઠું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. તમે સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો. મંગળ અને શુક્રનું ગોચર સ્થાવર મિલકત ક્ષેત્રે પ્રગતિ કરાવશે. પીળો અને સફેદ રંગ શુભ છે.

વૃષભ રાશિફળ – ચંદ્રનું પાંચમું અને શનિ તેમજ સૂર્ય આ રાશિથી નવમાં સ્થાને એટલે કે ભાગ્ય ગૃહમાં ગોચર તમારી કાર્ય યોજનાનો વિસ્તાર કરશે. ચંદ્ર યાત્રાનો સંયોગ પણ બનાવશે. લીલો અને સફેદ રંગ શુભ છે, ધાબળાનું દાન કરો. પિતાના આશીર્વાદ લો તેનાથી સૂર્ય સારું પરિણામ આપે છે.

મિથુન રાશિફળ – આજનો દિવસ બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે સારો છે. નવા કાર્યની યોજનાનો વિસ્તાર કરી શકશો. ધાબળાનું દાન કરો. જાંબલી અને સફેદ રંગ શુભ છે. સ્વાસ્થ્ય સુખમાં ઝડપથી લાભ થઈ શકે છે.

કર્ક રાશિફળ- ચંદ્રનું ત્રીજું ગોચર અને શનિ તેમજ સૂર્યનું સાતમું ગોચર નાણાકીય સુખમાં સફળતા અપાવશે. તમે વેપારમાં નવા પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી શકો છો. જાંબલી અને વાદળી રંગ શુભ છે. પારિવારિક કામમાં વ્યસ્ત રહી શકો છો. અટકેલા ધનના આગમનથી પ્રસન્નતા રહેશે.

સિંહ રાશિફળ – રાશિના સ્વામી સૂર્યના છઠ્ઠા ગોચરથી વિદ્યાર્થીઓને સફળતા મળશે. આઈટી અને મીડિયાની નોકરી સાથે જોડાયેલા લોકો સફળ થશે. આજે ઊની વસ્ત્રોનું દાન કરો. રાત્રે ભૈરવની પૂજા કરો. પીળો અને વાદળી રંગ શુભ છે.

કન્યા રાશિફળ – આજે વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિથી ખુશ રહેશે. મંગળ અને શુક્રનું ચોથું ગોચર લાભદાયક છે. સૂર્ય અને શનિના એક સાથે આ રાશિ પર થનારા પ્રભાવની અસરથી સંતાન અને શિક્ષણમાં લાભ થશે. ઉચ્ચ અધિકારીઓથી લાભ થશે. સિદ્ધિકુંજિકા સ્તોત્ર વાંચો. જાંબલી અને લીલો રંગ શુભ છે. ગાયને પાલક ખવડાવો.

તુલા રાશિ – સૂર્ય અને શનિ ચોથા સ્થાને છે. મંગળ અને શુક્રનું ત્રીજું ગોચર શુભ છે. વેપારમાં નવી તકો આવશે. નોકરીમાં પણ પ્રગતિ થાય. શ્રી સૂક્તનો પાઠ કરો. વાદળી અને કેસરી રંગ શુભ છે. ધાબળાનું દાન કરો.

વૃશ્ચિક રાશિફળ – સૂર્યનું ત્રીજું ગોચર, ગુરુનું ચોથું અને ચંદ્રનું અગિયારમું ગોચર ભાગ્ય માટે ફાયદાકારક છે. નોકરીના સંબંધમાં અચાનક મોટો ધનલાભ થઈ શકે છે. તમને રાજનીતિમાં સફળતા મળશે. લાલ અને કેસરી રંગ શુભ છે. તલનું દાન કરો. વાહન ખરીદવાની યોજના બની શકે છે.

ધનુ રાશિફળ – આજે રાશિના સ્વામી ગુરુનું ત્રીજું અને સૂર્ય તેમજ શનિનું બીજું ગોચર અને ચંદ્રનું દશમું ગોચર ખૂબ જ અનુકૂળ છે. નોકરીમાં સફળતા મળશે. ધનની પ્રાપ્તિ થશે. સફેદ અને કેસરી રંગ શુભ છે. તલનું દાન કરો.

મકર રાશિફળ – સૂર્ય, બુધ અને શનિ આ રાશિમાં છે. આ રાશિના ભાગ્ય ભાવમાં ચંદ્રનું ગોચર વેપાર અને નોકરી માટે અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં સુધારાની સ્થિતિમાં રહેશો. રાજનીતિ સાથે જોડાયેલા લોકો સફળ થશે, જાંબલી અને લાલ રંગ શુભ છે. શ્રી અરણ્યકાંડનો પાઠ કરો.

કુંભ રાશિફળ – ગુરુ આ રાશિમાં છે અને સૂર્ય બારમો છે. રાશિના સ્વામી શનિ અને બુધ સાથે રહેશે. ગુરુ કોઈ મોટો ફાયદો કરાવી શકે છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ સુખદ રહેશે. લાલ અને નારંગી રંગ શુભ છે. અડદનું દાન કરો. શ્રી સૂક્તનો પાઠ કરો.

મીન રાશિફળ – વિદ્યાર્થીઓને સફળતા મળશે. ચંદ્રનું સાતમું ગોચર નોકરી અને ધંધામાં અટવાયેલું ધન લાવી શકે છે. ચંદ્ર અને ગુરુ વિદ્યાર્થીઓને લાભ આપી શકે છે. લાલ અને પીળો રંગ શુભ છે. ધાબળાનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.