અહીં દરરોજ મહાદેવના કરવામાં આવે છે સોળ શૃંગાર, અહીંની પૌરાણિક કથા શ્રીકૃષ્ણના સમય સાથે છે જોડાયેલી.
મથુરા અને વૃંદાવનનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભગવાન કૃષ્ણ અને રાધારાણી નું નામ આવે છે. પરંતુ આજે અમે તમને વૃંદાવનના એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે શ્રીકૃષ્ણનું નહિ પણ મહાદેવનું છે. આ મંદિરમાં મહાદેવ કૃષ્ણની ગોપીના રૂપમાં બીરાજમાન છે અને તેમનો મહિલાઓની જેમ સોળ શૃગાર કરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં મહાદેવ મહિલાના રૂપમાં બિરાજિત છે. દુર દુરથી ભક્ત અહીંયા મહાદેવને ગોપીના રૂપમાં દર્શન કરવા આવે છે. તેને ગોપેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. ગોપેશ્વર મહાદેવ મંદિર વૃંદાવનના સૌથી જુના મંદિરો માંથી એક માનવામાં આવે છે. માન્યતા છે કે અહિયાં રહેલા શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભે કરી હતી. જાણો ગોપેશ્વર મહાદેવના આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા.
આ છે પૌરાણીક કથા :
પૌરાણીક કથા મુજબ દ્વાપરયુગમાં એક વખત ભગવાન કૃષ્ણએ વ્રજની ગોપીઓની સાથે મહારાસ કર્યો હતો. આ મનોહર દ્રશના સાક્ષી દરેક દેવી દેવતા બનવા માંગતા હતા. મહાદેવ જે ભગવાન વિષ્ણુને પોતાના આરાધ્ય માને છે, તે તેના મહારાસને જોવા માટે પૃથ્વી લોકમાં આવ્યા તો તેમને ગોપીઓએ સામેલ ન થવા દીધા.
તેમણે કહ્યું કે આ મહારાસમાં માત્ર મહિલાઓ જ સામેલ થઇ શકે છે. ત્યાર પછી માતા પાર્વતીએ તેમને ઉપાય જણાવ્યો કે તે ગોપીના રૂપમાં મહારાસમાં સામેલ થાય અને તેના માટે યમુનાજીની મદદ લીધી. યમુનાજીએ મહાદેવના આગ્રહથી તેમનો ગોપીના રૂપમાં શૃંગાર કર્યો. ત્યાર પછી મહાદેવ ગોપીના રૂપમાં મહારાસમાં સામેલ થયા.
પરંતુ આ રૂપમાં કૃષ્ણ ભગવાને તેમને ઓળખી લીધા અને મહારાસ પછી સ્વયં પોતાના આરાધ્ય મહાદેવની પૂજા કરી અને તેમને આ રૂપમાં વ્રજમાં રહેવાનો આગ્રહ કર્યો. ત્યારે રાધારાણી એ કહ્યું કે મહાદેવના ગોપીના રૂપને ગોપેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવશે. ત્યારથી લઈને આજ સુધી ગોપેશ્વર મહાદેવના મંદિરમાં તેમનો મહિલાની જેમ સોળ શૃગાર કરવામાં આવે છે, ત્યાર પછી જ પૂજા અર્ચના થાય છે. મહાશિવરાત્રીના દિવસે આ મંદિરમાં ભક્તોની ઘણી ભીડ એકઠી થાય છે.
આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.