મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની કથા, જાણો કઈ રીતે શિવજીએ કરી હતી બ્રાહ્મણોની રાક્ષસોથી રક્ષા.

0
767

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ : કથા-મહિમા.

અવંતિ નામની નગરીમાં એક શિવભક્ત બ્રાહ્મણ હતો. તે નિત્ય વિધિપૂર્વક પાર્થિવ શિવપૂજન કરતો હતો. શિવકૃપાથી એ દેવજ્ઞ બ્રાહ્મણને ધન-ધાન્યની કમી ન હતી. બધા પ્રકારના સુખ ભોગવીને તે અંતમાં શિવના પરમ પદને પ્રાપ્ત થયો. એ બ્રાહ્મણને ચાર પુત્રો હતા. દેવપ્રિય, મેધાપ્રિય, સુકૃત અને ધર્મબાહુ.

આ પુત્રોનું આચરણ પણ પોતાના પિતાના સમાન હતું. ત્યાં જ તેમની પાસે એક રત્નમાલા નામનો પર્વત હતો. તેના પર દુષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તેણે તપ દ્વારા બ્રહ્માજી જોડે વરદાન પ્રાપ્ત કર્યું. તે ધર્મનો દ્રેષી થઇ ગયો. તે ધર્મનો નાશ તથા દેવતાઓને પીડિત કરવા લાગ્યો. પોતાના બળ-પરાક્રમથી તેણે બંને લોકોને જીતી લીધા.

આ રીતે તે એક દિવસ અંવતિપુરીમાં આવી ગયો. તેણે પોતાના પ્રમુખ ચાર દાનવોને બોલાવીને કહ્યું : “મેં મારા બળથી ત્રિલોકને વશમાં કરી લીધું છે, પરંતુ શિવભક્ત બ્રાહ્મણો મારા આધીન થતા નથી. તેથી તમે જઈને બધા બ્રાહ્મણોને એકઠા કરો. એમને મારી આજ્ઞા સંભળાવો. જો તેઓ મારી આજ્ઞા પર ચાલે તો ઠીક છે, નહિતર તેમને દંડ આપો.” ત્યારે તેઓ દૂર જઈને ઉપદ્રવ મચાવવા લાગ્યા.

પ્રજા દુઃખી દુઃખી થઇ ગઈ, પરંતુ બ્રાહ્મણો પર એમની કોઈ અસર ન થઇ. પ્રજા બ્રાહ્મણોની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી : “હે દેવો ! અમે તમારી શરણમાં છીએ. આ દુરાચારી આવીને ઉપદ્રવ મચાવે છે. તેમણે ઘણા નગરવાસીઓને મા-રી નાખ્યા છે. તમે અમારી રક્ષા કરો.”

બ્રાહ્મણ બોલ્યા : “અમારી પાસે કોઈ અ-સ્ત્ર-શ-સ્ત્ર નથી તથા કોઈ બળ-પરાક્રમ નથી કે આ દૈત્યોનો નાશ કરી શકીએ. અમે તો ભગવાન શિવનો આશ્રય લઈને જ અહીંયા રોકાયા છીએ. એમની કૃપાથી અમારી રક્ષા થાય છે.” આમ કહીને ચાર બ્રાહ્મણકુમાર અન્ય બ્રાહ્મણોને સાથે લઈને નિયમપૂર્ણ પૂજામાં લાગી ગયા. એટલામાં ચાર દૈત્ય ત્યાં પહોંચી ગયા. બધા નગરવાસી તથા બ્રાહ્મણોને જોઈને કહેવા લાગ્યા :”આને પકડી લો. મારો, મારો.”

પરંતુ બ્રાહ્મણ નિર્ભય થઈને શિવપૂજનમાં લાગ્યા અને પ્રજાના લોકો ભાગવા લાગ્યા. દાનવગણ જ્યાં એ બ્રાહ્મણોને પકડવા આગળ વધ્યા ત્યાં પાર્થિવલિંગની નીચેની ભૂમિ ભયંકર અવાજની સાથે ફાટી ગઈ. ભગવાન શિવ ત્યાં ભયંકર અવાજ કરતા પ્રગટ થઈ ગયા. એમણે પોતાના હુંકાર માત્રથી જ બધા દૈત્યોને તથા સેનાને અને દુષણ નામના મહાદૈત્યનો પણ વ-ધ-ક-ર્યો.

ભગવાનનું આ અદ્દભુત ચરિત્ર જોઈને બધા મુનિગણ તથા દેવતા પ્રસન્ન થયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ. પછી શિવજીએ બ્રાહ્મણ પુત્રોને વરદાન માંગવાનું કહ્યું. બ્રાહ્મણ બોલ્યા : સ્વામી ! તમે અમારા પર પ્રસન્ન હો તો અમારા આવાગમનને છોડવાનીને તમારા ચરણોમાં સ્થાન આપો. આ જગ્યા પર તમે સદા નિવાસ કરો તથા બધાંની મનોકામના પૂર્ણ કરો.”

આ રીતે શિવજીએ બ્રાહ્મણોની મનોકાનાઓ સિદ્ધ કરાવતા ત્યાં મહાકાલેશ્વર નામથી બિરાજમાન થયા. આ મહાકાલેશ્વર ભગવાન બધાં દર્શનાર્થીઓના દુઃખ દૂર કરે છે તથા પૂજન કરવાથી બધા પાપોનો નાશ કરી મનોકામનાઓ પૂર્ણ કરે છે.