‘ઇશરા સો પરમેશ્વરા’ મહાન કવિ-ભક્ત ઇશરદાસજીના જીવનનો પ્રસંગ દરેકે જરૂર વાંચવો જોઈએ.

0
632

“ઇશર ઘોડા ઝોંકીયા મહાસાગર માંય,

તારણ હારો તારસે, સાંયા પકડી બાંય..”

આજથી બરાબર ૪૫૫ વરસ પહેલા આ મહાપુરુષ આગાધ સાગરમા ઘોડા પર બેસીને નીકળી પડ્યા હતા. સમુંદર કિનારે ઉભેલા હજારો લોકોએ આ દ્રશ્ય પોતાની નજરે જોયો હતો. જયાં સુધી નજર પુગતી હતી ત્યાં સુધી ઘોડા પર સવાર ઇશરદાસજી મહારાજ તેમજ ઘોડો જળ પર દોડ્યો જતો હતો.આ રીતે તેઓ સદેહે વૈકુંઠ ગયા છે.

રાજસ્થાનના ભાદ્રેસ ગામમા જન્મેલા ઇશરદાસજી બહુજ વિદ્વાન અને પ્રતિભાવાન કવિ હતા. તેઓ એક ચારણને છાજે એમ આ ધરતીના પ્રેરણાદાયી મનુષ્યો અને પ્રકૃતિના તમામ રુપોને શબ્દોથી મઢીને એમને લાડ લડાવ્યા છે.

તેઓ એક વખત એક રાજદરબારમા ત્યાંના રાજાની આગતા સ્વાગતતા તેમજ કવિતા-સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જોઇ તેમના માટે એક સુંદર મજાનુ કવિત બોલ્યા હતા..

આ કવિતના મોતી જેવા શબ્દો અને એનુ અભૂતપૂર્વ બંધારણ તેમજ આ કાવ્યના એક એક વાક્યથી છુટતી ભાવ-બિરદાવલીથી રાજદરબારમા હાજર લોકો મંત્રમુગ્ધ બની ગયા.. વાહ! ચારણ.. વાહ! ચારણના જયકારાથી સમગ્ર સભાગાર ગુંજી ઉઠ્યો. ત્યાંના રાજદરબારીયો તેમજ રાજાએ આવી પ્રતિભા અગાઉ ક્યારેય જોઇ ના હતી તેઓ બહુજ પ્રસન્ન થયા. બહુજ મોટી સંખ્યામાં હાજર રાજ-પરિવારના સભ્યો, વહિવટદારો, કવિઓ તેમજ વિદ્વાન બ્રહ્મદેવો… આ બધા ઇશરદાસની આ અથાહ, અગાધ વાણીમાં સંમોહિત થઈ ગયા હતા..

ઇશરદાસજીની નજર પણ રાજસભામા ફરી રહી હતી. અહીં હાજર રહેલ હર એક ચેહરો અને મન એમનો કાયલ હતો પણ એક માનવીના ચેહરા પર દ્વિભાવની રેખાઓ ખેંચાતી દેખાઇ. આ માણસ આ રાજ્યના કારભારી પીતાંબરદાસ બ્રહ્માણ હતા. ઇશરદાસજી ચારણ હતા તેમને આ માણસ પ્રત્યે મનમા બહુજ ક્રોધ ઉત્પન્ન થયો. એ ક્રોધના જવાળામુખીની જવાળાઓ તેમના સુક્ષમ શરીરમા ઉપર ઉઠી રહી છે. અહીં સભા વિસર્જન થઈ. ઇશરદાસજી પેલા બ્રાહ્મણની પાછળ પાછળ ક્રોધાયમાન થઈ એમના ઘરે પહોંચી ગયા.

ક્રોધથી ચેહરો લાલધૂમ છે અને તન તપી રહ્યું છે, વિવેક ગેર હાજર છે અને હાથમા ઉઘાડી તર વાર છે. તુલસીના ક્યારાની પાછળ સંતાઇને પેલા બ્રાહ્મણનો સર કલમ કરવા ઉભેલા ઇશરદાસને એ બ્રાહ્મણ પતિ-પત્નીનો વાર્તાલાપ સંભળાયો…

બ્રહ્મદેવ બોલ્યા – આજે રાજદરબારમા મેં એક અપુર્વ અને વિરલ પ્રતિભા જોઇ. હે, ગૃહસ્વામિની અમારા દરબાર-સભામા આજે એક એવો યુવા ચારણ-કવિ આવ્યો હતો કે હાજર તમામ લોકોના અને આપણા રાજાના એણે મન જીતી લીધાં છે. હાજર તમામ લોકોએ કવિરાજની વાણીથી પ્રભાવિત થઈ તેમને વંદન કરવા લાગ્યા તેમજ ભેટો આપવા લાગ્યા. આવી વાણી, આવી અભિવ્યક્તિ આ સંસારમા દુર્લભ છે.

આ સાંભળીને બ્રાહ્મણના પત્ની બોલ્યા – તમે પણ કાંઇ ભેટ આપી કે કેમ?

ત્યારે પીતાંબરદાસ બોલ્યા – ના

તેઓ આગળ બોલ્યા – મેં એ મહાન કવિની અવહેલના કરી છે. મેં એ મહાન કાવ્ય સાંભળતી વખતે પ્રશંસા પણ વ્યક્ત કરી ન હતી…

બ્રહ્મદેવી બોલ્યા – આપે આવું વર્તન કેમ કર્યું ?

આ સારી બાબત ન કહેવાય…

પીતાંબરદાસ બોલ્યા કે, – મને પણ એ યુવા ચારણ કવિની કવિતા બહુ ગમી તે કવિ મારો હ્રદયભેદી ગયો પણ આવી મહાન પ્રતિભા એક સામાન્ય રાજાઓ માટે આવા ભાવ રજુ કરે એ મને ડંખી ગયું. આ યુવા કવિ જો વિશ્વંભરનાથ શ્રી હરિના ગુણ ગાવે તો આવી કાવ્ય-પ્રાર્થના સાંભળીને દ્વારકાધીશ પણ પ્રગટ થઈ જાય.. આવા કવિની વાણીને આમ વેડફાતી જોઇ મને એના વખાણ કરીને, આ રીતે રાજાઓના ગુણ ગાવવા ઉત્સાહિત કરવાનુ ન ગમ્યું.

બ્રાહ્મણ અને બ્રહ્માણીના આ સંવાદો સાંભળીને ઇશરદાસજીના હાથમા રહેલી તલવાર જમીન પર પડી ગઈ અને તેઓ દોડીને પીતાંબરદાસજી પાસે આવી એમના ચરણોમા પડી ગયા..

ઇશ્વરદાસનો કાળમ રી ગયો અને તેઓ પશ્ચયાતાપ કરવા લાગ્યા. તેઓ બોલ્યા કે મારાથી આજે મહાન પાપ થઈ જાત. મોટો અનર્થ થઈ જાત.ઇશરદાસ બોલ્યા – હે બ્રહ્મશ્રેષ્ઠ પીતાંબરદાસજી, આપે મારી આંખો ખોલી દિધી છે. આપે મને બહુ જ મોટો બોધ આપ્યો છે એટલે આજથી આપ મારા ગુરુ છો. પીતાંબરદાસજી અને તેમના પત્ની પણ ઇશરદાસને પોતાના ઘરે આવેલા જોઇને બહુજ રાજી થયા.

ઇશરદાસજીએ આ ઘટના પછી લૌકિક કવિતાઓ બનાવવાનુ છોડી અખિલ બ્રહ્માંડના રાજા શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ગુણો ગાવવા લાગ્યા. તેમણે હરિરસ નામનો ભક્તો માટે અમૃત સમાન એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ તૈયાર થઈ ગયા પછી તેમણે દ્વારકાધીશના મંદિરે જાઇને ભગવાન સમક્ષ તેમને આપવા ઉભા રહ્યા. આ દરમિયાન એ મુર્તિમાંથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને હાથો હાથ હરિરસ તેમણે સવિકાર્યો હતો.

હરિરસ આખા ભારતમા બહુ લોકપ્રિય ગ્રંથ છે. આ ઘટના પછી બીજી એક દૈવિય ઘટના બને છે. ઇશરદાસજીની સમક્ષ રુક્ષમણીજી પ્રગટ થઈને ફરિયાદ કરે છે. રુખમણીજી ઇશરદાસને કહે છે કે, – તું ચારણ છો અને મા ને ભુલી ગયો. બાપના ગુણ તો તેં બહુ મઠારી મઠારી ગાવ્યા પણ મા ને હરિરસ ગ્રંથમા યાદ પણ નથી કરી.

આ ઘટના પછી ઇશરદાસજીએ હરિરસ જેવો જ અમુલ્ય એવો દેવિયાણ ગ્રંથ આપણને આપ્યો. આ દેવિયાણ પઠનથી દેવિ ભાગવત પઠન જેટલું જ ફળ મળસે એવુ રુખમણીજીનુ વરદાન છે.

– દશરથદાન ગઢવી, થરાદ

(સાભાર રાજુ ગઢવી, અમર કથાઓ ગૃપ)