ચેતક વિશેની આ વાતો તમને ચકિત કરી દેશે, જાણો કેવો હતો મહારાણા પ્રતાપનો અશ્વ ‘ચેતક’?

0
1310

આવો હતો મહારાણા પ્રતાપનો અશ્વ ‘ચેતક.’

“ઘોડા ને ઘી પાંચેય કામન કર ગ્રહીએ નઇ.”

પતી પોતાના ઘોડા ને ઘી પાય છે ત્યારે પત્ની આડા હાથ કરે છે… આને ઘી પવાઈ?

ત્યારે પતી કહે છે, આને ન પવાઈ તો કોને પવાઈ…!

ઈ ચમકી બી પ્યારા પોતાના કરે…

ત્યારે પત્ની કહે છે… “આગ બટૂકા.. ખડ ભરખે ઘોડા ની મોર જાય.

કામની કે છે કંથડા ઈ હરણા ને કોણ ઘી પાય?”

સ્ત્રી તમારી ભૂલ છે… પતિ કહે છે.

“કાઠુ બખતર ને આદમી ત્રણેય લઈ ને જાય.

કંથા કહે કામીની ઈ હરણા થી શે થાય..!!”

આ કામ હરણ ન કરી શકે.

આપણને પણ એમ થાય કે, જનાવર સમજતા હશે?

એનો જવાબ છે…. હા.

જો ન સમજતા હોય તો રામાયણ ખોટી પડે.

રાઘવ જ્યારે વનગમન કરે છે… ત્યારે અશ્વો રડે છે… એવુ વર્ણન છે.

આ તો વર્ષો પહેલાની વાત.

હું તમને સાડા ચારસો વર્ષ પહેલા ની વાત કરુ.

તંગ લેજે તાણી ને રાખજે મુજ પર વિશ્વાસ,

હાથી ની અંબાડી એ ડાબા પહોંચાડુ તો જ જાણજે આ અશ્વની જાત.

હલ્દી ના મેદાન મા થી રાણો ઘેરાણો…

અને ક્યાંય મીટ નહોતી મંડાતી…

જ્યા જુએ ત્યા… એલી… એલી… એલી…થઈ રહ્યુ હતું.

અલ્લાહ.. હો અકબર…

અલ્લાહ.. હો અકબર…

સીવાય કોઈ અવાજ નહોતો આવતો…

અને રાણા ની તર વાર મંડાણી…

બાકાજીક…. બાકાજીક… બાકાજીક… બાકાજીક…

અને એક પછી એક ઘા વડવા મંડાણા.

મોઢા મા થી શબ્દો નીકળી ગ્યા…

ચેતક…………એઈ…..ચેતક…….!!

અને ચેતક ની કાનસોરી સીધી થઈ.

ધણણણણ… કરતી હણેણાટી કરતી હાવળ નાખી.

ડાબ ને સંકોરી… અને રાણા નો અવાજ સંભળાયો.

એક વખત જો હાથી ના કુંભાથળ માથે ડાબલા માંડ…

અને શાહજાદા સલીમ ને રેવા દઊ તો હું રાણો… નઈ…

ચેતક તારા ડાબલા મા હિંદુ પદ પાદશાહી છે…

ભારત ની આર્ય નારી ની આન છે…

ભારત ના ક્ષત્રીયો ની શાન છે…

મેવાડ અને ચિતોડ ની ઈજ્જત છે…

માંડ… કહી ને સીચ નાખી…

પણ એ …’માંડ’ કેતા’તો છુટી ગ્યો.. તો…

અને… એ સમજતો તો….

કે, મારે મ રવાનુ છે….

સતર સતર… ધા પોતાના શરીર પર ખાધા પછી…

અને.. .એ ઘારી નદી ઊપર થી જે ઠેક્યો છે…

જ્યા.. કામ આવ્યો… પોતે..

અને રાણા ને કહેવુ પડ્યુ…

“ચિતોડ ની આન… મેવાડ ની આબરુ… ચેતક ની પીઠ ઊપર હતી…આજ રખડતી થઈ ગઈ.”

ચેતક સર્વગ સિધવ્યા પછી રાણા પ્રતાપ જીવ્યા ત્યાં સુધી બીજા અષ્વ પર અસવાર નથી થયા.

“આગે નદિયા થી અપાર, ઘોડા કેસે ઉતરેગા પાર,

રાણા સોચા ઉસ પાર, તબતક તો “ચેતક” થા ઉસ પાર”

આવો હતો મહારાણા પ્રતાપ નો અશ્વ ‘ચેતક.’

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)