ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપના જીવનનો આ કિસ્સો દરેકે જાણવો જોઈએ.

0
1147

મહારાણા પ્રતાપ (૯ મી મે, ૧૫૪૦ – ૧૯ મી જાન્યુઆરી, ૧૫૯૭)

મિત્રો મહારાણા પ્રતાપે સ્વતંત્રતા માટે ઘણા વર્ષો સુધી અકબર અને તેમની સેના સાથે સંઘર્ષ કર્યો, અકબર અને તેમની સેનાના સતત પ્રયાસ છતા પણ મહારાણા પ્રતાપને પકડી શકયા ન હતા, રાજસ્થાન મોટા ભાગ રાજાઓ અકબર પાસે નમી ગયા હતા. આ બધામા એક મહારાણા પ્રતાપ હતા કે જેમને અકબરની ગુલામી પસંદ ના હતી, પ્રતાપે તે તમામ હિન્દુ રાજાઓ સાથે સબંધ તોડી નાખેલા.

મહારાણા પ્રતાપ તેમનો રાજ વૈભવ છોડીને પરીવાર અને વફાદાર સાથીઓ સાથે જંગલમા રહેવા ચાલ્યા ગયા હતા, જંગલ વિસ્તારમા રહીને, સોના ચાંદીના વાસણ છોડી ને વૃક્ષોના પાંદડા પર ભોજન કરતા, આલીશાન રાજ મહેલ છોડીને જંગલમા જંગલી પ્રાણીઓ અને અકબરના સિપાહી ઓથી પરીવારના રક્ષા કરતા કરતા પ્રતાપે શક્તિશાળી મુગલ સેના સામે વર્ષો સુધી સંઘર્ષ કર્યો.

વર્ષોથી અકબરની સામે આથડતા… આથડતા મહારાણા પ્રતાપ એવા થાકી ગયેલા અને એક દિવસ અલવરીના ડુંગરાની છપ્પર પર બેઠા છે, અને સામેથી બે વ્યક્તિ ચાલી આવે છે. બે વ્યક્તિ એક પુરુષ છે, એક સ્ત્રી છે, અટલે પતિ પત્ની સામે થી ચાલ્યા આવે છે. તેમને ખબર નથી કે આ હિંદવો શાલીગ્રામ ક્ષત્રિય કૂળ ભૂષણ મહારાણા પ્રતાપ પોતે બિરાજે છે. બને વ્યક્તિ થોડા નજીક આવીને રામ રામ… જય માતાજી કરે છે.

મહારાણા પ્રતાપ ઉદાસ બેઠા છે, પ્રતાપ એટલા માટે ઉદાસ છે કે એક જંગલી બિલાડો દિકરીબાના હાથ માંથી રોટલાનો ટુકડો ખેંચીને લઈ ગયો હોય છે, કદાચ દિકરાના હાથ માંથી લઈ ગયો હોત તો કદાચ પ્રતાપ ઉદાસ ના થાય પણ દિકરીના આંસુ પ્રતાપ જોય શકતા ના હતા. દિકરીબાના આંસુ જોયને પ્રતાપને ચેન પડતો ના હતો, મહારાણા પ્રતાપ મનમા ને મનમા વિચારે છે કે અકબર સાથે સુલેહ કરૂ? મિત્રતા કરૂ? દિકરીના આંસુડા જોય શકતા ના હતા અને હજી તો પ્રતાપ વિચારમા હતા ત્યા પેલા બે વ્યક્તિને આવવુ અટલે જય માતાજી કરવા…

તે બે વ્યક્તિને મહારાણા પ્રતાપ પુછે છે : ભાઈ ક્યાંના વતની છો?

પ્રતાપ પુછે છે : આ બાજુ ક્યા જવું છે?

તો કે બાપુ મારૂ સાસરુ અલવરીમા છે અટલે ત્યા મારી પત્નીને મુકવા જાવ છુ.

પ્રતાપ પુછે છે : ભાઈ તમારે દિકરો કે દિકરી નથી તમે એકલા છો?

તો કે ના બાપુ અમારે દિકરો કે દિકરી નથી.

પ્રતાપ કહે છે : ભાઈ હુ એકલીંગજી મહારાજને પ્રાથના કરીશ કે તમારે ત્યા દિકરો કે દિકરી થાય, પણ ભાઈ, દિકરો કે દિકરી ના હોવાનુ કારણ શુ?

ત્યારે તે પતિ અને પત્ની માથી પુરૂષે કહ્યુ કે : બાપુ જ્યારે અમે લગ્ન કર્યા અને પ્રણયની પહેલી રાત હતી ત્યારે અમે બંનેએ પ્રતિજ્ઞા લીધી છે કે… અમારો રાજા… મેવાડનો રાજા…. મહારાણા પ્રતાપ… કે જે રયતની માટે…. હિન્દુ ધર્મની માટે અકબરની સામેલ ડે છે, જ્યા સુધી અમારૂ મેવાડ આઝાદ ના થાય, જ્યા સુધી અમારો રાણો મેવાડમા પાછો ના આવી જાય ત્યા સુધી અમે પતિ પત્ની સંસાર નહી માંડીએ એવી બાપુ અમે પ્રતિજ્ઞા લીધી છે.

આ વાત સાંભળીને મહારાણા પ્રતાપની મુંછોનો એક એક વાળ ગણવો હોય તો ગણી શકાય એવો આનંદ ત્યારે મહારાણા પ્રતાપને થયો હતો કે, મારી રયત મને કેટલો પ્રેમ કરે છે.

“थारी एक टेक एक इश बिना निम्नो ना,

जिम्नो ना मिष्ट ज्यो लग यवन उखेरु ना,

होती मुंगलानी क्शत्रीपुत्री को मिटावु ना,

त्यो लग जंगल मे फिरु शिरकेश को उतारु ना,

सोही नाम प्रताप है मेरो होउ नही शांत ज्यो लग दिल्लीगढ जारो ना”

ભગવાન એકલીજી સિવાય કોઈને પણ આ માથું નમસે નહી, જ્યા સુધી મોગલો ને મારા દેશ માંથી કાંઢુ નહી ત્યા સુધી ભોજનમા મિઠાઈ ખાઈશ નહી, ક્ષત્રિયની દિકરી ઓને મોગલો લઈ જાય છે તે બંધ ના કરાવું ત્યા સુધી હુ જંગલમા રહીશ અને માથાના વાળ પણ નહી ઊતારુ, મારું નામ પ્રતાપ છે. હુ શાંત નહી રહુ જ્યા સુધી દિલ્હીને પરાજય ન આપું..!!

જય એકલીગજી હર હર મહાદેવ

જય હો રાણા પ્રતાપ

સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)

મહારાણા પ્રતાપ પર એક અદ્દભુત રચના પર બનાવવામાં આવી છે જે નીચે મુજબ છે.

તરણે જીવી નમશે નહી,

અણનમ તણો તાજ છે.

કુળવંત રાણો કેહરી,

પ્રતાપ તો પ્રતાપ છે..

યુ ધના જેદી આવ્યા ટાણા,

તેદી તે કર્યા મોટા ધીંગાણા.

મેવાડ ગાય છે હજી તારા ગાણા,

તને ધન્ય છે મહારાણા.

અકબર કહે આઢાને

બાંધીને ફરે બધાય.

પણ અણનમ ભાળી એક

પાઘ અમે પ્રતાપની.

રાણો મ્હારો રાજવી,

મેવાડ ભૌમ મહિપતિ.

હાર હરદમ માને નહિ,

દીવાન એકલિંગ અધિપતિ.

ધન્ય ધન્ય ઓ મેવાડના ધણી, તે તો ખુમારીની ઇમારતો ચણી.

જય હો રાણા-પ્રતાપ

ભાલો ચાર મણ નો હાથે

મેવાડી પાઘ છે માથે

લ ડતો કાયમ એકલા હાથે

એકલિન્ગ નો એક આરાઘો રે

આવો વટ રાખીયો રાણા

જય માતાજી.