મહર્ષિ દયાનંદ – સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયેલા સામાન્ય માણસને કેવી રીતે મળ્યું આત્મજ્ઞાન.

0
306

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ મૂળશંકર રાખવામાં આવ્યું હતું. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી.

દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આ ક્રમ ણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો. ૧૮૭૫ માં આર્યસમાજ ની સ્થાપના કરી હતી.

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા.

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીએ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ દુનિયામાંથી વિદાય લીધી હતી.

સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ”