હજારો વર્ષ પહેલા વેદવ્યાસજીએ પૃથ્વીના નકશા વિષે લખ્યું હતું તે બિલકુલ આધુનિક નકશાને મળતું આવે છે, જુઓ ફોટા.

0
777

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત વિશ્વનું માનચિત્ર {નકશો}

મહર્ષિ વેદવ્યાસે હજારો વર્ષ પહેલાં પૃથ્વીની એક એવી સંરચના વિશે લખ્યું હતું જે બિલકુલ આધુનિક વિશ્વના નકશાને મળતું આવે છે. આનાથી વધારે આશ્ર્ચર્ય અને ગર્વની વાત શું હોઈ શકે છે? આના વિશે એમણે મહાભારતના ભીષ્મ પર્વમાં લખ્યું છે.

જો મહાભારતનો કાળખંડ ૫૦૦૦ વર્ષનો માની લઈએ તો પણ એ સિદ્ધ થાય છે કે પૃથ્વીનો વાસ્તવિક નકશો આપણા વિદ્વાનોએ હજારો વર્ષ પહેલાં જ બતાવી દીધો હતો. તેમના કહેવા અનુસાર ચંદ્રમંડળ પરથી પૃથ્વીને જોવાથી તે બે અંશ માં શશ (સસલું) અને બે અંશમાં પિપ્પલ (પર્ણ) ના રૂપમાં દેખાય છે. મહાભારતના ભીષ્મ પર્વમાં મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે…..

सुदर्शनं प्रवक्ष्यामि द्वीपं तु कुरुनन्दन।

परिमण्डलो महाराज द्वीपोऽसौ चक्रसंस्थितः।।

यथा हि पुरुषः पश्येदादर्शे मुखमात्मनः।

एवं सुदर्शनद्वीपो दृश्यते चन्द्रमण्डले।।

द्विरंशे पिप्पलस्तत्र द्विरंशे च शशो महान्।

અર્થાત, હે કુરુનંદન ! સુદર્શન નામનો આ દ્નિપ ચક્રની માફક ગોળાકાર સ્થિતિમાં છે. જેવી રીતે પુરુષ દર્પણમાં પોતાનું મુખ જુએ છે, તે પ્રકારે આ દ્નિપ ચંદ્રમંડળ માંથી દેખાય છે. આના બે અંશમાં પિપ્પલ (પર્ણ) અને બે અંશમાં મહાન શશ (સસલું) દેખાય છે.

આ શ્ર્લોક વાંચી સમજીને ૧૧મી સદીમાં શ્રી રામાનુજાચાર્યે મહર્ષિ વેદવ્યાસ વર્ણીત એ નકશો બનાવ્યો હતો. પ્રથમ ચિત્રને ઉલ્ટું કરવામાં આવે તો તે બિલકુલ આપણી પૃથ્વીના નકશા જેવું જ બની જાય છે. વ્યાસે કહ્યું છે કે પૃથ્વીને બે અંશમાં કરવામાં આવે તો તે પૂર્ણત: આપણી પૃથ્વીના નકશો બની જાય છે.

ખેર, મહાભારતની વાત છોડો. તો પણ શ્રી રામાનુજાચાર્યે જે સમયે નકશો બનાવ્યો હતો તે સમયે આખી દુનિયા એમ વિચારતી હતી કે પૃથ્વી સપાટ છે. આપણને આપણા સનાતન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર ગર્વ થવો જોઈએ કારણ કે ભારતવર્ષ દરેક કાળખંડ મા વિશ્વગુરુ રહ્યું હતું.

– સાભાર ચીમન ભાલાલા (અમર કથાઓ ગ્રુપ)