મહાશિવરાત્રીના દિવસે રાશિ અનુસાર ધારણ કરો રુદ્રાક્ષ, તમારા પર રહેશે શિવજીની કૃપા.

0
399

જાણો કઈ રાશિવાળા માટે કયું રુદ્રાક્ષ રહેશે વધારે ફળદાયક, સાથે જ જાણો રુદ્રાક્ષનું ધાર્મિક મહત્વ.

મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદશ મહાશિવરાત્રીના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો દર મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદશ માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે.

આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે. આખા વર્ષ દરમિયાન મહાદેવની કૃપા મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો મહાપ્રસાદ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આવો જાણીએ રુદ્રાક્ષનું ધાર્મિક મહત્વ.

રુદ્રાક્ષનું ધાર્મિક મહત્વ : ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં રુદ્રાક્ષથી ઉપર કંઈ નથી હોતું. તેથી, જો તમે ઈચ્છો છો કે જીવનમાં બધું તમારા મન પ્રમાણે થાય, તો આ મહાશિવરાત્રિએ તમારે શિવની માળા ધારણ કરવી જોઈએ.

કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના તમામ રોગ, દુઃખ અને ડર દૂર થઈ જાય છે. એટલું જ નહીં, વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના આંસુથી બનેલા રુદ્રાક્ષમાં વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની શક્તિ હોય છે.

રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરો :

મેષ રાશિ માટે રુદ્રાક્ષ – એક મુખી, ત્રણ મુખી અથવા પંચમુખી રુદ્રાક્ષ

વૃષભ રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, છ મુખી અથવા ચૌદ મુખી રુદ્રાક્ષ

મિથુન રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, પંચમુખી અને તેર મુખી રુદ્રાક્ષ

કર્ક રાશિ માટે રુદ્રાક્ષ – ત્રણ મુખી, પંચમુખી અથવા ગૌરી-શંકર રુદ્રાક્ષ

સિંહ રાશિ માટે રુદ્રાક્ષ – એક મુખી, ત્રણ મુખી અને પંચમુખી રુદ્રાક્ષ

કન્યા રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, પંચમુખી અને તેર મુખી રુદ્રાક્ષ

તુલા રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, છ મુખી કે ચૌદ મુખી રુદ્રાક્ષ

વૃશ્ચિક રાશિ માટે રુદ્રાક્ષ – ત્રણ મુખી, પંચમુખી અથવા ગૌરી-શંકર રુદ્રાક્ષ

ધનુ રાશિ માટે રુદ્રાક્ષ – એક મુખી, ત્રણ મુખી કે પંચમુખી રુદ્રાક્ષ

મકર રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, છ મુખી કે ચૌદ મુખી રુદ્રાક્ષ

કુંભ રાશિ માટે રુદ્રાક્ષ – ચાર મુખી, છ મુખી કે ચૌદ મુખી રુદ્રાક્ષ

મીન રાશિ માટે રુદ્રાક્ષ – ત્રણ મુખી, પંચમુખી અથવા ગૌરી-શંકર રુદ્રાક્ષ

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.