હિંદુ મંદિરમાં ભજન અને આરતી દરમિયાન વગાડવામાં આવતા 10 મુખ્ય વાદ્યો જેના વિષે આજની પેઢી નથી જાણતી

0
120

તમારા સ્માર્ટફોનની જનરેશન વાળા બાળકોને આપણા આ 10 પ્રાચીન વાદ્યો વિષે જરૂર જણાવજો.

હિંદુ ધર્મમાં મંદિરોમાં ધ્યાન, સાધના, પૂજાપાઠ સાથે જ ભજન, કીર્તન અને આરતીનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. પ્રાચીન મંદિરોમાં નૃત્ય, કળા, યોગ અને સંગીત પણ શીખવવામાં આવતું હતું. આવો જાણીએ મંદિરમાં ભજન કે આરતી દરમિયાન વગાડવામાં આવતા મુખ્ય 10 વાદ્યો વિષે, જે ભગવાનને ગમે છે.

1. ઘંટડી : ઘંટડીમાંથી નીકળતો અવાજ એ ધ્વનિનું પ્રતીક છે, જે ભગવાનને ખૂબ પ્રિય છે. એ જ અવાજ ઓમકારના પાઠથી પણ જાગૃત થાય છે. ઘંટડી કે ઘંટને સમયનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પ્રલયનો સમય આવશે, ત્યારે આજ પ્રકારનો અવાજ આવશે.

2. શંખ : શંખને નાદબ્રહ્મ અને દિવ્ય મંત્રની સંજ્ઞા આપવામાં આવી છે. શંખ એ 14 કિંમતી રત્નોમાંથી એક છે, જે સમુદ્ર મંથન દરમિયાન મળ્યા હતા. શંખના ઘણા પ્રકાર છે. તેનો સ્વર પણ ભગવાનને ખૂબ પ્રિય છે.

3. મંજીરા : તે ઝાંઝ, તલા, મંજીરા, કફી વગેરે નામોથી પણ ઓળખાય છે. તેનો ઉપયોગ ભજન-કીર્તન દરમિયાન થાય છે.

4. કરતાલ : તેને ખડતાલ પણ કહેવામાં આવે છે. આ વાદ્યને તમે નારદ મુનિના ચિત્રમાં તેમના હાથમાં જોયું જ હશે. તે ભજન અને કીર્તનમાં વપરાતું યંત્ર પણ છે.

5. ઢોલ : ઢોલકના ઘણા પ્રકાર છે. મોટાભાગે તેને માંગલિક કાર્યો દરમિયાન વગાડવામાં આવે છે. તે ભજન અને કીર્તનમાં વપરાતું યંત્ર પણ છે.

6. નગારું : નગારું પ્રાચીન સમયથી એક મુખ્ય સંગીત સાધન છે. તેને વગાડવા માટે તેને લાકડાની લાકડીઓ વડે મારવાથી અવાજ આવે છે. લોક ઉત્સવો, ભજન-કીર્તન, આરતી વગેરે પ્રસંગે પણ તેનો ઉપયોગ થતો હતો. તેને દુંદુભી પણ કહે છે.

7. મૃદંગ : આ દક્ષિણ ભારતનું એક થાપ વાદ્ય યંત્ર છે. ગામડાઓમાં કીર્તન ગીતો ગાતી વખતે ખૂબ જ મધુર અવાજ કાઢતું આ સાધન વપરાય છે. મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં ઢોલ સાથે મૃદંગનો પણ ઉપયોગ થાય છે.

8. ડમરુ : ડમરુ અથવા ડુગડુગી એક નાનું સંગીત વાદ્ય છે. હિંદુ, તિબેટીયન અને બૌદ્ધ ધર્મમાં ડમરુનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ડમરુ ભગવાન શંકરના હાથમાં દર્શાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ભજન-કીર્તનમાં થાય છે.

9. તબલા : તબલા એ ડ્રમ્સની જોડી છે. ઢોલ અને તાલનો ઉલ્લેખ વૈદિક યુગના ગ્રંથોમાં મળે છે. આ તબલાંનો ઉપયોગ બૌદ્ધ ગુફાઓમાં પણ જોવા મળે છે. રાજસ્થાનના ઉદયપુરમાં એકલિંગજી જેવા વિવિધ હિંદુ અને જૈન મંદિરોમાં તબલા જેવા નાના નાના ઢોલ વગાડવાવાળાની પથ્થરની કોતરણી જોવા મળે છે.

10. વીણા : તેનો ઉપયોગ પ્રાચીન સમયમાં પણ થતો હતો. હવે ઓછો થાય છે. વંસી, પુંગી, ચીપિયો, તુનતુના, ઘટમ, દોતાર વગેરેનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.