મકર રાશિમાં આટલા બધા દિવસ અસ્ત રહેશે શનિ ગ્રહ, જાણો કઈ રાશિ ઉપર કેવી રહેશે તેની અસર.

0
1582

અસ્ત થયેલા શનિ આ રાશિવાળા માટે લાવશે રાહતના સમાચાર, લગ્ન સંબંધી વાતો થશે સફળ.

ગ્રહોના ન્યાયધીશ કહેવાતા શનિ 22 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં અસ્ત થવાના છે. ત્યાર પછી આ ગ્રહ 22 ફેબ્રુઆરીના રોજ ઉદય થશે. આ રીતે આ ગ્રહ 32 દિવસ સુધી અસ્ત રહેશે. શનિ ગ્રહના અસ્ત થવાથી તમામ રાશિઓ ઉપર તેની શુભ અશુભ અસર જોવા મળશે.

જે લોકોની જન્મ કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં છે, તેમના માટે આ સ્થિતિ સારી નથી કહી શકાતી, પણ જેની કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ છે તેમને થોડી રાહત મળી શકે છે. શનિદેવના અસ્ત થવાથી સરકારનો પ્રશાસનીક પાયો નબળો પડી જાય છે અને અરાજકતા વધવાની સંભાવના વધુ રહે છે. આવો જાણીએ શનિના અસ્ત થવાથી કઈ રાશિઓ પર કેવી અસર થઇ શકે છે.

મેષ રાશિ : રાશિના દસમાં ગૃહમાં ભ્રમણ કરતા અસ્ત શનિની અસર સ્વરૂપે કાર્ય-વેપારમાં થોડી શીથીલતા આવશે. વધુ પ્રમાણમાં દોડધામને કારણે ખર્ચા વધી શકે છે પણ શાસક સત્તાનો સહયોગ મળશે, ચૂંટણી સાથે સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગો છો તો તે દ્રષ્ટિએ પણ ગ્રહ ભ્રમણ અનુકુળ રહેશે.

વૃષભ રાશિ : રાશિથી નવમાં ભાગ્ય ગૃહમાં અસ્ત શનિના પ્રભાવ સ્વરૂપે તમે જેટલી મહેનત કરશો પરિણામ આવવામાં એટલો સમય લાગશે, પણ પ્રવાસ કરવાનો લાભ મળશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે. તમારા સાહસ અને શોર્યની પ્રશંસા થશે.

મિથુન રાશિ : રાશિના અષ્ટમ આયુ ગૃહમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે રાહત ભરેલા સમાચાર લાવશે. આરોગ્ય ઉત્તમ રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલ કામમાં આવતી અડચણ પણ દુર થશે. આ સમયગાળાની મધ્યમાં કોઈ પણ મોટામાં મોટા કાર્ય શરુ કરવા હોય અથવા કોઈ નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવાના હોય તો નિર્ણય લેવામાં મોડું ન કરશો.

કર્ક રાશિ : રાશિના સપ્તમ દાંપત્ય ગૃહમાં અસ્ત થયેલા શનિદેવ તમારા માટે રાહતના સમાચાર લાવશે. લગ્ન સંબંધી વાતો સફળ થશે. સાસરીયા પક્ષ તરફથી પણ સહકાર મળશે. કોઈ પણ નવા કાર્ય શરુ કરવા હોય તો તે દ્રષ્ટિએ પણ સારો અનુભવ થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા કાર્ય પુરા થશે.

સિંહ રાશિ : રાશિના છઠ્ઠા શત્રુ ગૃહમાં અસ્ત થતા શનિની અસર ન તો લાભ આપશે અને ન તો નુકશાન કરશે. કેમ કે, અહિયાં સૂર્યદેવ પણ બિરાજમાન છે એટલા માટે છુપા દુશ્મનો પાછા પડશે. કોર્ટ કચેરીની બાબતમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. સરકારી વિભાગોમાં સર્વિસ માટે અરજી કરવી હોય તો તક અનુકુળ રહેશે.

કન્યા રાશિ : રાશિના પાંચમાં વિદ્યા ગૃહમાં અસ્ત થતા શનિની અસર સારી જ કહી શકાય. શિક્ષણ સ્પર્ધાઓમાં આવી રહેલી અડચણ દુર થશે. સંતાન સંબંધી ચિંતામાં પણ ઘટાડો થશે. નવ પરણિત જોડા માટે સંતાન પ્રાપ્તિના પણ યોગ છે. પ્રેમ સંબંધી બાબતોમાં ઉદાસીનતા દુર થશે. પ્રેમ લગ્ન પણ કરી શકો છો.

તુલા રાશિ : રાશિના ચતુર્થ સુખ ગૃહમાં અસ્ત થતા શનિદેવ તમારા માટે સારા સમાચાર લાવશે. તેની અસર તમારા માટે લાભદાયક રહેશે છતાં પણ શનિ અને સૂર્યની જોડીના દુષ્પ્રભાવ સ્વરૂપે મિત્રો અને સંબંધીઓ સાથે મનમોટપ થઈ શકે છે. જમીન સંપત્તિની બાબતો ઉકેલાશે. પ્રવાસ સાવચેતીપૂર્વક કરો.

વૃશ્ચિક રાશિ : રાશિથી તૃર્તીય પરાક્રમ ગૃહમાં અસ્ત થતા શનિદેવ તમારા માટે સામાન્ય ફળકારક જ રહેશે. ઉર્જા શક્તિ ભરપુર રહેશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા પણ થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે પ્રયત્ન કરવા માંગો છો તો પણ તક અનુકુળ રહેશે.

ધનુ રાશિ : રાશિથી દ્વિતીય ધન ગૃહમાં અસ્ત થતા શનિદેવની અસર તમારા માટે સારી જ કહી શકાય. આરોગ્ય અનુકુળ રહેશે ખાસ કરીને આંખ અને હાડકાઓ સાથે સંબંધિત રોગો માંથી રાહત મળશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ ઉભા થશે. ઘણા દિવસોનું આપેલું ધન પણ પાછુ મળવાની આશા છે. કુટુંબમાં એકતા જાળવી રાખો.

મકર રાશિ : રાશિ સ્વામી શનિનું અસ્ત થવું સારું નહિ માનવામાં આવે. કેમ કે તમારી શાખમાં ઘટાડો થઈ શકે છે. આળસ અથવા આજનું કામ કાલે કરવાની ભાવનાને તમારી ઉપર છવાઈ જવા ન દેશો. યોજનાઓ અને રણનીતિઓ ગુપ્ત રાખીને કામ કરશો તો વધુ સફળ થશો. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે.

કુંભ રાશિ : રાશિના બારમાં હાની ગૃહમાં અસ્ત થતા શનિદેવના સુપ્રભાવ સ્વરૂપે થોડા દિવસો સુધી તમારા માટે રાહત ભરેલા સમાચાર છે. પ્રવાસનો લાભ તો મળશે પણ વધુ પડતા ખર્ચાને કારણે આર્થિક તંગી ઉભી થશે. છુપા દુશ્મની પાછા પડશે પણ કોર્ટ ક્ચેર્રીની બાબત બહારથી જ ઉકેલવી સારી રહેશે.

મીન રાશિ : રાશિના અગિયારમાં લાભ ગૃહમાં અસ્ત થતા શનિદેવ તમારા માટે વધુ સારા નથી માનવામાં આવતા. સૂર્યની ઉપસ્થિતિના શુભ પ્રભાવ સ્વરૂપે તમારી આવક વધતી રહેશે. આપવામાં આવેલું ધન પણ પાછુ મળવાની આશા છે. કુટુંબમાં વડીલ સભ્યો અને મોટા ભાઈઓ સાથે મતભેદ વધવા ન દો. સંતાન સંબંધી ચિંતા ઘટશે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.