મકરસંક્રાંતિ ઉપર જરૂર કરો આ 11 વસ્તુઓનું દાન, ક્યારેય નહિ થાય ધનની અછત.

0
1115

રાહુ અને શનિ ગ્રહ કરવા છે શાંત તો મકરસંક્રાંતિના શુભ દિવસે કરો આ વસ્તુઓનું દાન.

આ વર્ષે પોષ માસના સુદ પખવાડિયાની બારસ તિથી એટલે કે 14 જાન્યુઆરી શુક્રવારના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનું મકર રાશિમાં ગોચર બપોરે 02 થી 29 મિનીટ ઉપર થશે. સંક્રાંતિ ઉપર સ્નાન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા દાનનું કેટલાય ગણું ફળ પ્રાપ્ત થાય છે.

આ વસ્તુઓનું કરો દાન :

(1) તલ – મકર સંક્રાંતિ ઉપર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

(2) ખીચડી – મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવી જેટલી શુભ છે, એટલું જ શુભ તેનું દાન કરવાનું પણ માનવામાં આવે છે.

(3) ગોળ – આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

(4) તેલ – આ દિવસે તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એમ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે.

(5) અનાજ – મકર સંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજ દાન કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે.

(6) ઘી – આ દિવસે ઘી નું દાન કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે.

(7) રેવડી – મકર સંક્રાંતિના દિવસે રેવડીનું પણ દાન કરવું શુભ માનવામાં આવે છે.

(8) મીઠું – આ દિવસે મીઠાનું નવું પેકેટ લઈને દાન કરો. તેનાથી શુક્ર મજબુત બને છે.

(9) ધાબળો – આ દિવસે ધાબળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત થાય છે.

(10) ચારો – આ દિવસે ગાયને લીલું ઘાસ ખવરાવવું શુભ માનવામાં આવે છે.

(11) નવા વસ્ત્ર – આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને નવા કપડા દાન કરવા જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.