મકરસંક્રાતિ – તહેવાર એક પણ નામ અનેક, જાણો દેશમાં ક્યાં, કયા નામથી ઉજવાય છે મકરસંક્રાતિનું પર્વ.

0
832

ભારતમાં અલગ અલગ રાજ્યોમાં મકરસંક્રાતિને અલગ અલગ નામોથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, જાણો તેના વિષે.

ભારત વિવિધતાઓ વાળો દેશ છે. અહિયાં થોડા થોડા અંતર ઉપર પરંપરા અને રહેણી કરણી બદલાઈ જાય છે. સાથે જ તહેવાર સાથે જોડાયેલી પરંપરા પણ. આપણા દેશમાં દરેક તહેવાર હળી મળીને ઉજવવાની પરંપરા છે. કેટલાક તહેવાર એવા પણ છે જે એક જ સમયે અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે.

મકરસંક્રાતિ પણ એક એવો જ તહેવાર છે. આ તહેવાર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તમિલનાડુમાં મકરસંક્રાતિનો તહેવાર પોંગલ, આસામમાં બિહુ અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. જાણો ભારતમાં ક્યાં કયા રૂપમાં મનાવવામાં આવે છે મકરસંક્રાતિ.

ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે ખીચડી પર્વ : જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં મકરસંક્રાતિનો તહેવાર ખીચડી પર્વના નામથી ઉજવવામાં આવે છે. ત્યાં આ દીવસે ખીચડીનું સેવન અને ખીચડી દાનનું ખુબ મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે સવારે નદીમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. આ પર્વ સાથે બીજી પણ ઘણી પરંપરાઓ જોડાયેલી છે.

પંજાબમાં લોહરી : પંજાબમાં મકરસંક્રાતિના એક દિવસ પહેલા લોહરી (લોહડી) નો પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં રાત્રે હોળીની જેમ આગ પ્રગટાવી તેની આસપાસ મહિલા અને પુરુષ પરંપરાગત નૃત્ય કરે છે. સાથે જ આગમાં તલ, મગફળી અને ચેવડો નાખવામાં આવે છે. મહીલા ગીદ્દા અને પુરુષ ભાંગડા નૃત્ય કરે છે. આ પ્રસગ ઉપર કેટલીક વિશેષ વસ્તુ પણ ખાવામાં આવે છે.

આસામમાં બિહુ : મકરસંક્રાતિના તહેવાર ઉપર આસામમાં બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે. તે પાક તૈયાર થવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. બિહુના પહેલા દિવસને ઉરુકા કહેવામાં આવે છે. આ દિવસે લોકો નદીના કાંઠે અથવા ખુલ્લી જગ્યામાં ધાનની પરાળથી અસ્થાઈ છાવણી બનાવે છે જેને ભેલાઘર કહે છે. ગામના તમામ લોકો અહિયાં રાત્રી ભોજન કરે છે. ગામના તમામ લોકો તેની ચારેય તરફ ભેગા થઈને ભગવાન પાસે શુભ ફળની કામના કરે છે.

તમિલનાડુમાં પોંગલ : પોંગલના તહેવારમાં ખાસ કરીને બળદની પૂજા કરવામાં આવે છે, કેમ કે બળદના માધ્યમથી ખેડૂત પોતાની જમીન ખેડે છે. ગાય અને બીજા પશુને શણગારવામાં આવે છે અને ગાય અને બળદને પણ શેરડી અને ચોખા ખવરાવવામાં આવે છે. આ પ્રસંગે બળદની દોડ અને બીજી રમતોનું પણ આયોજન થાય છે.

ગુજરાતમાં ઉત્તરાયણ : મકરસંક્રાંતિનું પર્વ ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ત્યાના લોકો પતંગ ઉડાડે છે અને તલ ગોળના લાડુ ખાય છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.