જાણો મકરસંક્રાંતિના દિવસે દાનનું આટલું બધું મહત્વ કેમ છે, અને કઈ વસ્તુનું કરવું જોઈએ દાન.

0
1034

પોષ મહિનાનો મોટામાં મોટો તહેવાર મકરસંક્રાંતિ છે. આ તહેવાર પર સ્નાન-દાન-શ્રાદ્ધ કરવા, શંકરજી ઉપર તલ અને ચોખા ચડાવવા, તલના તેલનો દીવો પ્રગટાવવો વગેરે કાર્યો કરવામાં આવે છે.

આ તહેવાર મુખ્યત્વે દાનનો તહેવાર છે. દાનમાં તમે ચોખા, દાણા, તલ, ગોળ, તલના લાડુ, કપડાં વગેરે દાન કરી શકો છો. ગરમ કપડાં, શાલ, ધાબળો પણ તમે દાન કરી શકો છો. આ તહેવારમાં જેટલું દાન કરી શકો એટલું અવશ્ય કરવું. ખીચડીનું પણ જેટલું દાન કરી શકાય તેટલું અવશ્ય કરવું. ખીચડીનું દાન શ્રેષ્ઠ દાન છે. ઘણા લોકો બ્રાહ્મણોને ખિચડી અને પૈસાનું દાન કરે છે. ભોજનમાં પણ લોકો ખિચડી ખાય છે.

મહારાષ્ટ્રમાં આ દિવસે ‘તીળગુળ’ નામનો હલવો એકબીજાને વહેંચવાનો રિવાજ છે. સૌભાયવતી સ્ત્રીઓ તથા કુ મારીઓ એકબીજાને મળી હળદર કંકુ ભેટમાં આપે છે. એને ‘હલદી-કંકુ’ સમારંભ પણ કહે છે.

દક્ષિણમાં આ દિવસે પોંગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે તીર્થમાં સ્નાન કરવાનું મોટું શ્રેય છે. કલકત્તા નજીક ‘ગંગાસાગર’ માં આ દિવસે મોટો મેળો ભરાય છે. લાખ્ખો માણસો એમાં સ્નાન કરે છે. દાન-ધર્મ કરે છે અને પુણ્ય મેળવે છે.

મકરસંક્રાંતિ પર તલના લાડુ વહેંચવામાં આવે છે. તલના લાડુમાં દ્રવ્ય છુપાવી તેનું ‘ગુપ્તદાન’ પણ કરવામાં આવે છે. આ તહેવાર દાન ધર્મનો છે.

આ દિવસે પતંગ પણ ચગાવવામાં આવે છે. સુરત, મુંબઈ, અમદાવાદ પતંગ પાછળ ધેલું બને છે. આ દ્રષ્ટિએ પણ આ તહેવાર યાદ રહી જાય તેવો છે.