મકરસંક્રાંતિ પર થનારા સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ જ લાભ, જાણો તમને કેટલો ફાયદો થશે.

0
1238

સૂર્યનો થશે મકર રાશિમાં પ્રવેશ, આ રાશિ પરિવર્તનની તમારા જીવન અને તમામ રાશિઓ ઉપર શું થશે અસર, જાણો.

સૂર્ય 14 જાન્યુઆરી 2022 ની બપોરે 02 વાગીને 30 મિનીટ ઉપર મકર રાશિમાં પ્રવેશ કરશે, તેનાથી આપણું ધ્યાન વધુ વ્યવહારિક અને વધુ કામ કરવા ઉપર કેન્દ્રિત થશે, કેમ કે મકર રાશિ પ્રતિબંધ અને મર્યાદાનું પ્રતિક છે. તે આપણને જવાબદાર વ્યક્તિ બનાવશે. આ મહિનામાં એટલે કે પોષ મહિનામાં સૂર્ય ઉત્તરાયણ થાય છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ ભ્રમણથી ઘણા બધા અનુષ્ઠાન જોડાયેલા છે, જેમકે ગંગા સ્નાન, દાન પુણ્ય અને કોઈ જરૂરિયાત મંદની મદદ કરવી. આ દિવસે કોઈ ખાસ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે, જેમ કે ઉત્તર ભારતમાં ખીચડી, ગોળ અને તલના પાક, તલની ચીક્કી, આંબલી પુલીઓગરે, સાબુદાણા વડા, પ્રસિદ્ધ પોંગલ જેવા કે વેજ પોંગલ અને મીઠા પોંગલ અને બીજું ઘણું બધું. ઉત્તરાયણ પણ થનારા સૂર્યના રાશિ પરિવર્તનની દરેક રાશિ પર અસર થશે, આવો તેના વિષે જાણીએ.

મેષ રાશિ : સૂર્ય તમારા દસમાં ગૃહમાં ભ્રમણ કરશે, તમે તમારા ધંધાકીય જીવન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તે વાસ્તવિકતા છે. આ સમય દરમિયાન તમારે તમારા અંગત જીવનમાં ખુબ વધુ પડકારોનો સામનો કરવો પડશે. તેના માટે તૈયાર રહો અને જરૂરી સતર્કતા રાખો. કાર્યક્ષેત્ર ઉપર સાથી કર્મચારીઓ ઉપર સખત ધ્યાન રાખો. કેમ કે જાણભેદુ બધા કામ બગાડી શકે છે.

ઉપાય – શનિવારના દિવસે કર્મચારીઓને તળેલું ખાવાનું આપી દો, તે તમારા પ્રોફેશન માટે ખરેખર સારું રહેશે.

વૃષભ રાશિ : સૂર્ય તમારા નવમાં ગૃહમાં ભ્રમણ કરશે, નવા કામ શરુ કરવા કે શીખવા માટે આ સમય સારો છે, તમે પ્રવાસ ઉપર પણ જઈ શકો છો જેની યોજના લાંબા સમયથી બનાવવામાં આવી છે. કેટલાક નવા કામ શરુ કરવા માટે સમય અનુકુળ છે. આ સમયે તમે ભાગીદારીમાં પણ સામેલ થઇ શકો છો પણ તેની ઉપર એક વખત વિચાર જરૂર કરો.

ઉપાય – ગરીબ બાળકોને પુસ્તક અને શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો.

મિથુન રાશિ : સૂર્ય તમારા અષ્ટમ ગૃહમાં ભ્રમણ કરશે, શેર બજારમાં રોકાણમાં તમને મોટી ધન હાની થઇ શકે છે, એટલા માટે મોટી રકમ ન રોકશો. સૂર્ય જન્મના ચંદ્ર સાથે જોડી બનાવી રહ્યા છે. તમારી નાણાકીય સ્થિતિમાં ઘણું સંતુલન આવશે, અને આ સમયમાં નાણાકીય બાબતોમાં સતર્ક રહો. બિન જરૂરી ધન ખર્ચ ન કરો.

ઉપાય – તાંબાના પાત્રમાં લાળ ચંદન ભેળવીને સૂર્યને જળ ચડાવો.

કર્ક રાશિ : સૂર્ય તમારા સાતમાં ગૃહમાં ભ્રમણ કરશે, તમારા સાથી સાથે તમારું થોડું ઘર્ષણ થઇ શકે છે, કેમ કે જન્મના ચંદ્રનો સૂર્ય સાથે વિરોધ છે, એક બીજાની જરૂરિયાતો સમજવા માટે વિચારોનું મળવું મુશ્કેલ બની જશે. આ સમય તમારા સાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવા પ્રયત્ન કરો. કોઈ પણ વાતનો જવાબ સમજી વિચારીને જ આપો. નહિ તો શાંત રહો.

ઉપાય – ગરીબોને મીઠાઈનું દાન કરો, શિયાળાના થોડા કપડા પણ દાન કરી શકો છો.

સિંહ રાશિ : સૂર્ય તમારા છઠ્ઠા ગૃહમાં ભ્રમણ કરશે, અહિયાં તમારા કાર્યક્ષેત્રમાં વધુ દબાણ આવી શકે છે અને રાજકારણને કારણે તમે પરેશાન પણ થઇ શકો છો. જેનાથી તમે કાર્ય ઉપર નિયંત્રણ રાખી શકો. આ સમયે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાય – પક્ષીઓને બાજરો અને કાળી અડદની દાળ ખવરાવો.

કન્યા રાશિ : સૂર્ય તમારા પંચમ ગૃહમાં ભ્રમણ કરશે, તમે પ્રેમ અને સંબંધ જાળવી શકશો. તમે પણ તમારા શોખ માટે સમય કાઢવા માંગો છો. તમે આ ભ્રમણ દરમિયાન સારો અને આરામદાયક સમય પ્રાપ્ત કરી શકો છો અને લાંબા સમય પછી આનંદનો અનુભવ કરી શકશો. આ સમયનો લાભ ઉઠાવો અને તમારી બધી ચિંતાઓ ભૂલી જાવ.

ઉપાય – સવારે તમારો દિવસ શરુ કરતા પહેલા ગોળનું સેવન કરો.

તુલા રાશિ : સૂર્ય તમારા ચોથા ગૃહમાં ભ્રમણ કરશે, ઉચિત ધ્યાન ન આપવાને કારણે તમારા ઘરમાં માથાકૂટ થઇ શકે છે. આ સમયગાળામાં અંગત જીવન પકારપૂર્ણ રહેશે. એટલા માટે તમારે તમારા સાથી સાથે સારા સંબંધ જાળવી રાખવા પડશે. આ સમયગાળામાં તમારે વિપરીત જાતિના લોકોથી સાવચેત રહેવું પડશે. નહિ તો તમારે તકલીફનો સામનો કરવો પડશે.

ઉપાય – કાચા દૂધમાં કાળા તલને મધ સાથે ભેળવીને શિવલિંગ ઉપર ચડાવો.

વૃશ્ચિક રાશિ : સૂર્ય તમારા ત્રીજા ગૃહમાં ભ્રમણ કરશે, તમે શાંતિ અનુભવી શકો છો અને તમને કોઈ એવું પદ પણ મળી શકે છે જેના માટે નેતૃત્વ ગુણોની જરૂરિયાત રહે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારા વિચાર કે યોજના અપનાવવામાં આવી શકે છે. તેનાથી કાર્યસ્થળ ઉપર તમારું માન વધશે.

ઉપાય – અડદની દાળનું લીલા સરસીયા સાથે ગૌશાળામાં દાન કરો.

ધનુ રાશિ : સૂર્ય તમારા બીજા ગૃહમાં ભ્રમણ કરશે, આથી તમે તમારા વધુ પડતા ખર્ચા માટે આવકનો વધારાનો સ્ત્રોત પ્રાપ્ત કરવો પડશે. આ સમયે કોઈને ધન ન આપશો, કેમ કે આ સમયે આપવામાં આવેલું ધન પાછુ મેળવવામાં પરેશાની થશે. ત્યાં સુધી કે ધન ન મળવાની પણ સંભાવના છે. નાણાકીય બાબતમાં સજાગ રહો.

ઉપાય – સફેદ તલની ચીક્કી મંદિરમાં અને બાળકોને દાન કરો.

મકર રાશિ : સૂર્ય તમારા પહેલા ગૃહમાં ભ્રમણ કરશે, તમને તમારા ધંધા માટે મજબુત દ્રષ્ટિકોણ આપશે. સૂર્ય તમારા જન્મ ચંદ્રમાં સાથે જોડી બનાવી રહ્યા છે અને એ સ્થિતિ છે, જયારે તમે સ્વભાવથી કઠોર જોવા મળશો. પણ તમારે તેની ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઉપાય – વૃદ્ધને અડદની દાળની ખીચડી દાન કરો.

કુંભ રાશિ : સૂર્ય તમારા 12 માં ગૃહમાં ભ્રમણ કરશે, આ ભ્રમણ તમને પરિસ્થિતિમાં બાંધી શકે છે, તમારી વિઝા સંબંધી કાર્યવાહી અટકી શકે છે અને તમારા વિદેશના પ્રવાસમાં મોડું થઇ શકે છે. સૂર્ય તમારા જન્મ ચંદ્ર સાથે જોડી બનાવી રહ્યા છે, આ તબક્કો તમને તણાવગ્રસ્ત કરી શકે છે અને રાતની ઊંઘ હરામ કરી શકે છે. તમારે આ સમયે ધીરજ રાખવાની જરૂર છે.

ઉપાય – જરૂરિયાત મંદને ધાબળાનું દાન કરો.

મીન રાશિ : સૂર્ય તમારા 11 માં ગૃહમાં ભ્રમણ કરશે, મિત્રોના સમૂહ સાથે તમે સારું અનુભવી શકો છો, પણ મિત્રો દ્વારા તમને આંકવામાં આવી શકે છે, જેનાથી તમે વધુ પરેશાન થશો. તમે તમારા ધંધા માટે કોઈ પણ વિચારથી પ્રભાવિત થઇ શકો છો. કાર્યક્ષેત્ર ઉપર તમારે સાવચેત રહેવું. કાર્ય પ્રત્યે ગંભીર રહો.

ઉપાય – થોડા કાળા તલ મંદિરમાં, થોડા કાળા અડદ સાથે દાન કરો.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.