આ મકરસંક્રાતિ પર સૂર્યનારાયણની સાથે સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્રોની જાપ, થશે લાભ.
શુક્રવાર, 14 જાન્યુઆરીએ સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાને કારણે આ દિવસે મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. આથી જો એમ કહેવામાં આવે કે પિતા સૂર્ય પુત્ર શનિના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે તો ખોટું નહીં હોય. આ વાત જ્યોતિષના આધારે પણ સાચી છે. તેથી આ તહેવારમાં સૂર્યદેવનું જેટલું જ મહત્વ છે એટલું જ શનિદેવનું પણ છે.
ધાર્મિક દૃષ્ટિકોણથી મકરસંક્રાંતિના રોજ સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. સૂર્યની ઉપાસના કરવાથી વ્યક્તિને ખ્યાતિ અને શક્તિ મળે છે. બીજી તરફ, શનિદેવની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષ પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યની સાથે શનિદેવના મંત્રોનો પણ જાપ કરવો જોઈએ. તેનાથી આ બંને દેવતાઓની કૃપા આપણા પર બની રહે છે. સૂર્યદેવ અને શનિદેવના મંત્રો નીચે મુજબ છે.
આ છે સૂર્ય મંત્ર :
1) નમામિ દેવદેવશં ભૂતભાવનમવ્યયમ । દિવાકરં રવિં ભાનું માર્તંડમ ભાસ્કરં ભગમ ।।
ઇન્દ્રં વિષ્ણું હરિં હંસમર્કં લોકગુરું વિભુમ । ત્રિનેત્રં ત્ર્યક્ષરં ત્ર્યંગમ્ ત્રિમૂર્તિ ત્રિગતિં શુભમ્ ।।
2) ૐ ધૃળિં સૂર્ય: આદિત્ય:
3) ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ સ્વાહા
4) ૐ એહિ સૂર્ય સહસ્રશોં તેજો રાશે જગત્પતે, અનુકંપયેમાં ભક્ત્યા, ગૃહાળાર્ધય દિવાકરઃ
5) ૐ હ્રીં ધૃળિ: સૂર્ય આદિત્ય: ક્લીં ૐ
6) ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ
7) ૐ સૂર્યાય નમઃ
8) ૐ ધૃળ સૂર્યાય નમઃ
શનિ મંત્ર :
1) ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:
2) ૐ શં શનૈશ્ચરાય નમ:
3) શનિ મહામંત્ર – ૐ નિલાન્જન સમાભાસં રવિપુત્રં યમાંગ્રજમ
4) શનિનો પૌરાણિક મંત્ર :
ૐ હ્રીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
ૐ હ્રીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ
છાયા માર્તણ્ડસમ્ભૂતં તં નમામિ શનૈશ્ચરમ્ ।।
ૐ શન્નોદેવીર-ભિષ્ટયડઆપો ભવન્તુ પીતયે શંય્યોરભિસ્ત્રવન્તુનઃ
આ વિધિથી કરો મંત્રોનો જાપ :
1) મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૂર્યદેવની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. તેમની સામે કુશનું આસન બિછાવીને બેસો.
2) સૂર્યદેવની વિધિવિધાનથી પૂજા કરો. કંકુ, લાલ ફૂલ, લાલ કપડાં વગેરે વસ્તુઓ ચઢાવો. એ પછી શુદ્ધ ઘીનો દીવો કરવો. જ્યાં સુધી મંત્રનો જાપ પૂરો ન થાય ત્યાં સુધી આ દીવો પ્રગટેલો રહેવો જોઈએ.
3) લાલ ચંદનની માળાથી મંત્રનો જાપ શરૂ કરો. ઓછામાં ઓછી 5 માળાનો જાપ જરૂર કરો.
4) શનિદેવના મંત્રોનો જાપ કરતી વખતે પણ આ જ પ્રક્રિયા કરવાની છે. શનિદેવને વાદળી ફૂલ અને વાદળી વસ્ત્રો અર્પણ કરો અને મંત્રના જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.