શનિ ગ્રહને બળવાન બનાવવાનો પરફેક્ટ ઉપાય, ફક્ત આ 3 મંત્રનો કરો જાપ, મુશ્કેલીઓમાંથી મળશે છુટકારો.

0
289

કર્મફળ દાતા અને ન્યાયના દેવતા શનિદેવને રાજી કરવા માટે કરો આ કામ, મળશે તેમની કુદૃષ્ટિથી રાહત.

શનિદેવ વિશે એવું માનવામાં આવે છે કે જે લોકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવે છે તેમણે જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથે જ શનિદેવની અશુભ દૃષ્ટિને કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓનો પહાડ તૂટી પડે છે.

શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. તેઓ લોકોના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવના પ્રકોપને કારણે માત્ર મનુષ્ય જ નહીં, દેવતાઓ પણ ડરી જાય છે.

સૂર્યદેવના પુત્ર શનિદેવ જે લોકો પર પોતાની કૃપા દૃષ્ટિ વરસાવે છે તે લોકોના જીવનને ખુશીથી ભરી દે છે, તે લોકો ઉપર જીવનમાં કોઈપણ જાતની કાઈ અછત રહેતી નથી. પરંતુ જે વ્યક્તિ પર તેમની કુદૃષ્ટિ રાખે છે તેને રસ્તા પર લઈ આવે છે. તે વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ત્રણ મંત્રનો જ જાપ કરો. ચાલો જાણીએ મંત્રો વિષે. જણાવી દઈએ કે શનિ દેવ વ્યક્તિના કર્મો પ્રમાણે ફળ આપે છે. સારા કર્મ કરવાનું તે ખરાબ કરતા નથી.

શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 શક્તિશાળી મંત્ર :

શનિ શક્તિશાળી મંત્ર જાપ :

1) વૈદિક મંત્ર : “ૐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શં યોરભિ સ્ત્રવન્તુ ન:”

2) શનિ તાંત્રિક મંત્ર : “ૐ શં શનૈશ્ચરાય નમઃ”

3) શનિ બીજ મંત્ર : “ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમઃ”

શનિદેવની ખરાબ નજરથી બચવા માટે આનું ધ્યાન રાખો :

જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો, તો શનિવારના ઉપાયો ઉપરાંત તેમને પ્રસન્ન કરવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો. જેઓ સખત મહેનત કરે છે તેમને હંમેશા માન આપવું જોઈએ. ભૂલથી પણ ગરીબ અને નબળા લોકોનું અપમાન ન કરો. સ્ત્રીઓનું સન્માન કરો અને પ્રાણીઓને નુકસાન ન કરો.

શનિ ગ્રહને બળવાન બનાવવા માટે દાન કરો :

શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિની કુંડળીમાં હાજર શનિ બળવાન બને છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરી શકાય છે.

કાળા કપડાં

કાળી અડદની દાળ

સરસવનું તેલ

કાળો ધાબળો

કાળી છત્રી

જાંબુ

કાળી ગાય

કાળા બૂટ

ભેંસ

નીલમ રત્ન

તમને જણાવી દઈએ કે, જો તમે તમારી કુંડળીમાં શનિ ગ્રહને બળવાન બનાવવા માંગો છો તો તેના માટે સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરો. સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ મંત્રોનો જાપ કરો.

ૐ હૂં નમઃ

ૐ હ્રાં ક્રીં હ્રીં સૌં

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.