ઘરના મંદિરમાં આવી રીતે બનાવો ‘સ્વસ્તિક’, દૂર થઇ જશે વાસ્તુ દોષ.

0
651

ઘરમંદિરમાં વાસ્તુ પ્રમાણે બનાવવું પડે છે સ્વસ્તિક, એક્સપર્ટ દ્વારા જાણો તેનાથી જોડાયેલા નિયમ. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના ધાર્મિક ચિન્હોનું મહત્વ આપવામાં આવ્યું છે. તેમાંથી સાથિયા એટલે એક સ્વસ્તિકનું ચિન્હ પણ એક એવું ચિન્હ છે, જે પ્રાચીન કાળથી હિંદુ ધર્મ સાથે જોડાયેલું છે. આ ચિન્હને હિંદુ પરિવારમાં ઘણું શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

વસ્તુ શાસ્ત્રમાં પણ સાથિયા (સ્વસ્તિક) ના મહત્વની વ્યાખ્યા મળે છે. આ વિશેષ ચિન્હનો અર્થ પણ ‘શુભ’ થાય છે. તેને ભગવાન ગણેશનું પ્રતિક પણ માનવામાં આવે છે. ઘરમાં કોઈ પણ પૂજામાં પહેલા સાથિયો બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. સાથિયાની પૂજા કરવાનો અર્થ છે, ભગવાન ગણેશની પૂજા કરવી.

વાસ્તુમાં સાથિયાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી દર્શાવવામાં આવ્યું, પરંતુ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે, સાથિયાનો સાચો રંગ, દિશા અને તેને પદ્ધતિસર બનાવવાથી ઘરમાં પોઝીટીવ એનર્જીનો પ્રવેશ થાય છે. ખાસ કરીને ઘરના મંદિરમાં સાથિયો બનાવવાના થોડા નિયમ અને ફાયદા હોય છે, જે આપણને ઉજ્જેનના જ્યોતીષાચાર્ય અને વાસ્તુ શાસ્ત્રી પંડિત કૈલાશ નારાયણ જણાવે છે.

સાથિયો બનાવતી વખતે ન કરો આ ભૂલ :

ઘરમંદીરમાં જયારે તમે સાથિયો બનાવી રહ્યા હોવ, ત્યારે તેને બનાવવા માટે પહેલા ક્રોસ ન બનાવો. મોટા ભાગના લોકો એમ જ કરે છે, કેમ કે તે રીત તેમને સરળ લાગે છે. જો કે વાસ્તુના હિસાબે તેને અશુભ માનવામાં આવે છે.

જો તમે ઘરના મંદિરમાં સાથિયો બનાવી રહ્યા છો, તો તમારે પહેલા જમણો ભાગ બનાવવો જોઈએ. ડાબા ભાગેથી સાથિયો બનાવવાની શરુઆત ન કરવી જોઈએ. તેની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે, ક્યારેય પણ સાથિયો ઉંધો ન બનાવો.

સાથિયો ત્રાંસો પણ ન હોવો જોઈએ, કેમ કે તેને પણ વાસ્તુના હિસાબે ઘણું જ ખરાબ માનવામાં આવે છે.

મંદિરમાં આ રીતે બનાવો સાથિયો :

હળદર અને કંકુ ઉપરાંત તમે છાણનો સાથિયો પણ બનાવી શકો છો. છાણનો સાથિયો તમે રોજ સવારે ઘરના મંદિરમાં બનાવો. તેનાથી તમારા ઘર અને કુટુંબના સભ્યોને નજર નથી લાગતી. મંદિર ઉપરાંત તમે ઘરમાં મુખ્ય દરવાજા ઉપર પણ છાણનો સાથિયો બનાવી શકો છો. છાણનો સાથિયો બનાવ્યા પછી તેની પૂજા પણ કરો.

ઘરમંદિરના નીચેના ભાગ ઉપર તમે નાની એવી રંગોળી બનાવી શકો છો. પૂજા પૂરી થયા પછી તમે તે રંગોળીને કાઢી ન નાખો. જયારે તે રંગોળી ખરાબ થઇ જાય તો તેની સામગ્રીને તુલસીના કુંડામાં નાખી દો. એમ કરવાથી ઘરના તમામ વાસ્તુદોષ દુર થઇ જાય છે.

જો તમારા કુટુંબમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર રહે છે, તો તમારે હળદર અને કંકુનો સાથિયો રોજ ઘરના મુખ્ય દરવાજા ઉપર બનાવવો જોઈએ. તેની સાથે જ તમારે તેની ઉપર નાડાછડી પણ ચડાવવી જોઈએ. પછી તે નાડાછડીને તમે બીમાર સભ્યના હાથ પર બાંધી શકો છો.

તમે ઘરમંદિરમાં માટીમાંથી પણ સાથિયો બનાવી શકો છો. તમને બજારમાં માટીમાંથી બનેલા સાથિયા મળી જશે. તેનાથી ઘરમાં ફેલાયેલી ગરીબી દુર થાય છે. જો તમને કોઈ વાતનો તણાવ રહે છે, કે ઘરમાં કોઈ વાતનો ઝગડો રહે છે તો તે પણ દુર થઇ જાય છે.

મંદિરમાં કઈ દિશામાં બનાવવો સાથિયો? આ વાત પહેલા પણ જણાવવામાં આવી છે કે, વાસ્તુના હિસાબે ઘરમાં મંદિર મુકવાની દિશા ઈશાન કોણ અથવા ઉત્તર દિશા હોવી જોઈએ. જો તમારા ઘરમંદિર સાથિયો બનાવવાની જગ્યા નથી, તો જે દીવાલ પાસે મંદિર મૂકેલું છે, તે દીવાલ પર હળદરથી પીળા રંગનો સાથિયો બનાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.