યોગ્ય સમયે ગભરાયા વગર જરૂરી નિર્ણય લેવો એ જ સાચા પુરુષની નિશાની છે, સ્ટોરી દ્વારા સમજો વાત.

0
459

“નિર્ણય”

અમેરિકાની વાત છે. એક માણસ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. શિયાળાની સાંજનો સમય હતો. સ્ટ્રીટલાઈટ તો હતી, પણ બંને તરફના ઘટાદાર વૃક્ષોના કારણે વચ્ચે વચ્ચે રોડ પર સાવ અંધારું થી જતું હતું. રસ્તો નિર્જન અને સૂમસામ હતો.

અચાનક થોડે દૂર રોડની બરાબર બાજુની ઝાડીમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એ ધીમો પડી ગયો. ઝાડી નજીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો અવાજ પરથી જણે કોઈ બે જણ વચ્ચે ઝપાઝપી થતી હોય તેવું લાગતું હતું. કદાચ એમાંથી એક અવાજ કોઇ સ્ત્રીનો હતો. એના મોં પર કોઇએ હાથ દાબી રાખ્યો હોય અને એ ચીસો પાડવાની કોશિશ કરી રહી હોય તેવો એ અવાજ હતો. એ માણસને ખાતરી થઈ ગઈ કે કોઈ સ્ત્રી પર હુ મલો થઈ રહ્યો હતો. એ બિચારી પોતાની બધી જ તાકાતથી પ્રતિકાર કરી રહી હતી.

એ ઝાડીમાં ઘૂસવા જ જતો હતો ત્યાં એને થયું કે પોતે શું કામ પોતાની જિંદગી જોખમમાં નાખવી? એ કરતાં તો બીજા રસ્તે થઈને ઘરે શું કામ ન પહોંચી જવું? આવો વિચાર આવતાં જ એ માણસ ના પગ અટકી ગયા. બીજો વિચાર એને એવો આવ્યો કે નજીકના ટેલિફોન બૂથ પરથી ફોન કરીને પોલીસને જાણ કરી દેવી. પછી પોલીસને જે કરવું હોય તે કરે. પરંતુ તેનું હદય એને વારંવાર કહેતું હતું કે આમ કોઈ એકલી એને લાચાર સ્ત્રીને હેરાન થતી છોડીને જતાં રહેવું એ સારું તો ન જ કહેવાય. એનું મગજ વારંવાર એને ભાગી જવાનું કહેતું હતું, પરંતુ એનું હદય એને એમ કરવાની ના પાડતું હતું. પેલી સ્ત્રીનો વિ રોધ હવે ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું હતું.

એ સ્ત્રી હવે થાકીને હારી જશે એવો વિચાર આવતા જ એ માણસે ત્યાંથી જતા રહેવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો. એ પોતે કાંઈ મોટો કસરતબાજ કે કરાટે માસ્ટર નહોતો. છતાં જેવું એણે પેલી સ્ત્રીને મદદ કરવાનું નક્કી કર્યું કે તરત જ એનામાં અત્યંત હિંમત આવી ઊભરાઈ આવી. બધા વિચારો પડતા મૂકીને એ દોડતો પેલી ઝાડીમાં ઘૂસ્યો.

એક યુવતીને ભોંય પર પ છાડીને એના પર સ વાર થઈ ગયેલા ગુ ડાને એણે બોચીએ પ કડીને પછાડી દીધો. બંને વચ્ચે થોડીવાર ઝ પાઝપી થઈ. એ દરમિયાન નીચે પડેલી યુવતી દોડીને ઝાડ પાછળ લપાઈ ગઈ. આ માણસ ઝનૂનપૂર્વક ગું ડાનો સામનો કરી રહ્યો હતો. અચાનક હુ મલો થવાથી ગું ડોપણ ગભરાઈ ગયો હતો, એટલે એણે વધારે લ ડ વાનું છોડી ત્યાંથી ભાગી જવાનું પસંદ કર્યું.

આ માણસ ઊભો થયો. ધૂળ ખંખેરી. પોતાના ફાટી ગયેલા કોટની બાંયોને ધ્રુજતા હાથે સરખી કરી. થોડોક શ્વાસ હેઠો બેઠો ત્યારે એણે જોયું કે પેલી યુવતી હજી ઝાડવા પાછળ લપાઈને હીબકાં ભરતી હતી. એને વધારે ગભરાટ ન થાય એટલા માટે એણે દૂરથી જ કહ્યું, ‘બહેન ! બેટા ! હવે ગભરાઈશ નહીં. પેલો ગું ડો ભાગી ગયો છે. હવે તું બહાર આવી જા ! દીકરી ! હવે તું બિલકુલ સલામત છો !’

થોડીક ક્ષણો પૂરતી શાંતિ છવાઈ ગઈ. પછી ધીમો, ધ્રુજતો આવાજ આવ્યો, ‘પપ્પા ! તમે છો? હું કેથરીન !’

અને એ સાથે જ ઝાડ પાછળથી નીકળીને એ માણસની પોતાની જ નાની દીકરી કેથરીન દોડીને એને વળગી પડી !

– ડૉ. આઈ કે વીજળીવાળા.