“મામા” – બે અક્ષરના આ શબ્દમાં આખી દુનિયા સમાયેલી છે, વાંચો તેમના પર લખાયેલો અદ્દભુત લેખ.

0
2068

મામા :

એક પ્રેમાળ સંબંધ.

ગમે તે પરિસ્થિતિ હોય, ગરીબાઇ હોય પણ મામાનો પ્રેમ સદા શ્રીમંત હોય.

પ્રતિ સમસ્ત સ્નેહી મામા

મામા. દ્વિઅક્ષરી પણ જબરદસ્ત એવમ.

મમ્મીના ખાનદાનનો સહુથી નિકટવર્તી સંબંધ.

મમ્મીથી ઉંમરમાં નાના હોય છતા મમ્મી આદરથી એને ભાઇ જ કહીને જ બોલાવે.

મમ્મીના પ્રત્યેક બોલાવે દોડી જનાર અને એના અધિકારની લડત માટે એના સાસરિયા સામે લડત આપનાર ઉમદા સંબંધ એટલે મામા.

આપણા બચપનમાં પોતાના ખભા ઉપર રમાડનાર મામા.

આપણે જેમ જેમ મોટા થઇએ તેમ તેમ નજીકથી નિરખતા રહે છે મામા.

બાળપણમાં મમ્મી સાથે મોસાળે જતા મુસાફરી દરમ્યાન કે ત્યા રાત દિવસ દરમ્યાન કંઇ પણ શારિરીક તકલીફ દરમ્યાન મામાની યાદ આવતા મન હળવુ થતું.

મામાએ દીવાળીમાં આપેલ કપડાની વાત જ અનોખી.!

તે કાયમ બજેટ નક્કી કરીને દુકાને આવે અને આપણે એ બજેટને વધારી દેતા. છતાં પણ મામાનો ચહેરો હસતો જ હોય!

બાળ અવસ્થાએ રજાઓમાં મામાના ઘરે જતા ત્યારે ત્યા ફક્ત મમ્મીના નામે જ કેમ આપણે ઓળખાતા? આ સવાલનો જવાબ અત્યારે મળ્યો!

એકાદ દીવાળીએ મામાએ કપડા ના અપાવ્યા હોય ત્યારે મામાની મોટાઇ ઓછી ના થાય એ માટે મમ્મીએ પોતાના રૂપિયાથી મામાના નામે કપડા અપાવ્યા હોય.

આખી જિંદગી સાસરે મુક્ત શ્વાસ લેનાર અને ભાઇના ટેકા થકી સાસરે આનંદ કરનાર બહેનને ભાઇ આટલો કેમ વ્હાલો હોય છે એ બહેનના ભાઇ બન્યા પછી જ ખબર પડે!

આવા આ મામા આપણે લગ્ન યોગ્ય બનીએ ત્યારે પ્રત્યેક માંગામાં મામા કોણ છે એ પુછીને મમ્મીના મહિયરની મોટાઇ અને મહત્વ વધારે છે.

લગ્ન પ્રસંગે વર વહુની પાછળ ઉભા રહેલ મામા આજીવન સાથ આપે છે અને મમ્મીએ હાથ પર બાંધેલ રાખડીનું કર્જ જીવનભર ફેડે છે.

– સાભાર મહેન્દ્ર ત્રિવેદી (માય એમસીસીએસ બ્રાહ્મણ ફેમેલી ગ્રુપ)