માણસથી પુરુષાર્થ થતો હોય એ જ સાબિત કરે છે કે એનું પ્રારબ્ધ ઉજળું છે !
ક્ષણમાં કરેલું કામ સદીઓ સુધી મહેકતું રહે તેનું નામ જીવન.
મન ચળે એને માણસ કહેવાય, મુનિ નહીં.
શિક્ષકનું કામ સમાજના ઓરસિયા પર સુખડ બનીને ઘસાઈ જવાનું હોય છે.
મહેમાન બનવાની લાયકાત કેળવવી પણ જીવવું તો યજમાન બનીને જ !
શંકાનો કીડો તો ક્ષણમાં જન્મે, એને જન્મતા કંઈ નવ મહિના ના લાગે !
સ્ત્રીના મૌનમાં વેદના હોય છે પણ માં ના મૌનમાં કરુણા સિવાય બીજું કશું હોતું નથી.
લાઇબ્રેરીમાં પુસ્તક અને મસ્તકનો મેળો ભરાતો !
ડૉક્ટર તનની સારવાર કરે છે તો શિક્ષક મનની સારવાર કરે છે, મહત્વ બંનેનું છે.
માન- અપમાનના ઘૂંટડા ગળી જવા એ ગરીબ માણસની નિયતિ છે.
કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ પૂરી કરવી એ કોઈપણ સત્સંગ કે ભક્તિ કરતા ઓછા મહત્વની વાત નથી.
દરેક ધર્મ અલગ અલગ નદી છે અને નદીઓ જે સમુદ્રમાં મળે છે તે સમુદ્રનું નામ છે માનવતા.
નદીમાં વહેતા બધા પથ્થરને પથ્થર માની વહી જતા જોઈ રહેવાય નહીં. એમાંના એકાદને શાલિગ્રામ બનવાની તક મળતી હોય તો ઝડપી લેવી જોઈએ.
ભલે એ આંખો જુદી હતી પણ આંસુનો ધર્મ તો એક જ હતો – માનવતાનો !
ફુલ નો બોજો એની ડાળને ક્યારેય હોય?
આંખોમાંથી નજર નહીં, ગઝલ ઢોળાતી હોય એવું લાગે !
પ્રિયજનની યાદ એ માત્ર અજવાળું જ નહીં, ઔષધ પણ છે !
બાપનો ગુસ્સો તો બરફ જેવો હોય, ઓગળતાં વાર જ નહીં.
કોઈ વંટોળ કાયમી નથી હોતો.
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે પણ જિંદગી પૈસા ની આસપાસ ફરે છે.
સમય જ સમયને ઓવરટેક કરતો હોય છે.
લાગે છે કે ઈશ્વરને જ્યારે પોતાના અસ્તિત્વનો અહેસાસ કરવાનું મન થયું હશે ત્યારે જ એ મા જેવી મા નેમા રીનાખવાનો વિચારતો હશે ને?
નાની અમથી શંકા, જીવનને લંકામાં ફેરવી નાખે છે.
કોઈના પણ આત્માને આપણા કારણે દુઃખ ન પહોંચે તેની તકેદારી રાખવી તેનું નામ ધર્મ…
– સાભાર નકુમ ચંદુ (અમર કથાઓ ગ્રુપ)