માણસાઈ : પોતાનો જીવ બચાવવા માટે માણસે વાંદરા સાથે કર્યું એવું કામ કે માણસાઈ લાજે.

0
1071

એકવાર જંગલમાં એક માણસની પાછળ વાઘ પડ્યો.

માણસે બચવા માટે ઘણા રસ્તા શોધ્યા છેવટે માણસ દોડતો દોડતો ઝાડ ઉપર ચડી ગયો.

વાઘે ઝાડ નીચે અડીંગો જમાવ્યો કે ક્યારેક તો માણસ નીચે ઉતરશે ને?

માણસ પણ જીવ બચાવવાના ચક્કરમાં ઉપર જ બેસી રહ્યો.

એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. તેણે ગભરાયેલા માણસને કહ્યું ચિંતા ના કર, હું છું ને? સવાર સુધીમાં વાઘ કંટાળીને જતો રહેશે, પછી તું ઉતરીને નીચે જતો રહેજે.

વાંદરાએ પણ માણસની બને એટલી મદદ કરી.

સમય વિતતો ગયો અને અડધી રાતે વાંદરો સુઈ ગયો ત્યારે વાઘે પણ આશા છોડી દીધી.

પણ તેને એક વિચાર આવ્યો અને તેણે માણસને ઓફર કરી કે, જો તું વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દઇશ તો હું એને ખા ઈને જતો રહીશ અને તું બચી જઈશ.

લાલચમાં આવી જઈને માણસે વાંદરાને ધક્કો માર્યો.

નીચે પડતા પડતા વાંદરાએ માણસને કહ્યું કે, શહેરમાં જઈને કોઈને કહેતો નહીં કે માણસજાત વાંદરા માંથી ઉતરી આવી છે.

(સાભાર કર્દમભાઈ મોદી, અમર કથાઓ ગ્રુપ)