ઝુંપડામાં રહેતા ગરીબ વ્યક્તિએ જમવા પહેલા જે કર્યું તે આજે ધનિક લોકો પણ નથી કરતા.

0
1674

એક જોયેલો અદભુત પ્રસંગ :

તાલુકા પંચાયત, જેતપુર ની સામે રોડ ની બીજી બાજુ ભાદર કોલોની ની દીવાલ પાસે એક ગરીબ પરિવાર નું અનધિકૃત કહી શકાય તેવું ઝૂંપડું બાંધવામાં આવ્યું છે.

સાંજ ના ૬:૩૦ – ૭:૦૦ વાગ્યા નો સમય છે. ઝુંપડા જેવા આ ઘર ને બારી કે દરવાજા કઈ ન હોવા ના કારણે ઘર ની પ્રવૃત્તિ ઓ રોડ પર થી પસાર થતા, ફૂટપાથ પર ચા ની હોટલ પર ગપ્પાં મારતા સૌ ને દ્રશ્યમાન થાય છે.

ઝુંપડા માં એક સામાન્ય મહિલા ચૂલો પ્રગટાવી સાંજ નું વાળું ના રોટલા બનાવી રહી છે.

રસોઈ નો બહુ ઓછો સમાન ગરીબી અને અગવડતા ની સ્પષ્ટ ચાળી ખાય છે.

ઝુંપડા ની બહાર રમતા બાળકો તે જ મહિલા ના હોય તેવું જણાય છે.

આ દ્રશ્ય માં ઉમેરો કરતા એક પુરુષ પાત્ર ની ઝુંપડા સરીખા ઘર માં એન્ટ્રી થાય છે, તે નક્કી ઘરધણી હોવો જોઈએ.

પતિ – પત્ની વચ્ચે સંવાદ થાય છે પણ રોડ ની સામે બેઠેલા આ લખનાર માટે સાંભળવો શક્ય નહોતો.

એવા માં પુરુષ હાથ માં એક રોટલો તેના પર શાક જેવું કઈ અને હાથ માં પાણી નો લોટો લઇ ઝુંપડા ની બહાર આવે છે અને રોડ પર સાઈડ માં એક જગ્યાએ રોટલો રાખી અને તેના ફરતે કુંડાળું કરે છે, પછી પોતાના ઝુંપડા માં જઈ ગરીબ પરિવાર સાથે વાળું કરવા બેસી જાય છે.

થોડીવાર માટે આ સમજાય નહિ તેવું દ્રશ્ય હતું પછી ખ્યાલ આવ્યો કે આ ગરીબ પરિવાર ના મોભી એ પહેલા પોતાના રોટલા માં થી અબોલ જીવ માટે ભાગ કાઢ્યો પછી પોતે રોટલો સ્વીકાર્યો.

આ ગરીબ પરિવાર ને માટે આટલું દાન પણ કદાચ મહા દાન ગણી શકાય કેમકે આ પરિવાર ને માટે એક ટંક નું ભોજન પણ માંડ નસીબ થતું હશે. છતાં કેટલી ઉમદા ભાવના.

– સાભાર કશ્યપ અગ્રવાત (અમર કથાઓ ગ્રુપ)