ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવા નીકળેલા ચિત્રકારની સ્ટોરી આપણને ઘણું બધું શીખવી જાય છે.

0
684

ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે આ માટે એ એવા ચહેરાની શોધમાં નિકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય.

બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી. 5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું. પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યુ અને નામ આપ્યુ “God in man”.

વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃધ્ધાવસ્થામાં દુનિયાને એક બીજુ ચિત્ર આપવાની પણ ઇચ્છા થઇ કે દુનિયાને શયતાનનો પણ પરિચય કરાવવો છે અને શયતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર બનાવવું છે.

આ માટે એ શયતાની ચહેરાની શોધમાં નિકળ્યો. જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હ-ટ-યાના આ રોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો. પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો.

બધાને આશ્વર્ય થયુ કે આ રડે છે કેમ? જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પુછ્યુ ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યુ કે “ચિત્રકાર મહાશય તમે મને ભુલી ગયા છો, પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે. વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છુ.”

આ વાર્તા નહી વાસ્તવિકતા છે. બધા જ બાળકો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ જ હોય છે એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ.

આપણા વર્તનને કારણે કોઇ પરમાત્માથી શયતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે અને માણસને શયતાન બનાવવાનું કામ કરતા હોઇશું તો મંદિરની આરતી, મસ્જીદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દુર નહી કરી શકે.

(6-3-2013 – ઘનશ્યામ ટાંક બ્લોગ પરથી) (સ્ટોરી સારી લાગી એટલે અહીં રજુ કરવામાં આવી છે.)