પોતાના જ ઘરને સળગતું જોઇને ખુબ જ દુઃખી વ્યક્તિ આ એક જ વાક્ય થી થઈ ગયો ટેન્સન ફ્રી

0
386

સુખ-દુઃખ આપણી માનસિક પર આધાર રાખે છે, આ સ્ટોરી દ્વારા સમજો આ વાત.

જુના સમયમાં એક વ્યક્તિ પૈસા કમાવા માટે તેમનું ગામ છોડીને નજીકના મોટા શહેરમાં ગયો. ઘણા મહિના સુધી તે તેના ગામથી દુર જ રહ્યો. ગામમાં તેનું મોટું અને સુદંર ઘર હતું. જયારે તેણે ખુબ પૈસા કમાઈ લીધા તો તે તેના ગામમા પાછો આવ્યો.

ગામ પહોચીને તેણે તેનું ઘર સળગતા જોયું. ગામના લોકો દુર ઉભા રહીને સળગતું ઘર જોતા રહ્યા હતા. તે વ્યક્તિને સમજાયું નહિ કે હવે શું કરવું જોઈએ? તે દુઃખી થઇ ગયો અને બધા લોકોને ઘર બચાવવા માટે વિનંતી કરવા લાગ્યો. પરંતુ કોઈ પણ તેની મદદ કરવા તૈયાર ન હતા.

ત્યારે એ વ્યક્તિનો મોટો દીકરો આવ્યો અને તેણે કહ્યું કે પિતાજી તમે આટલા દુઃખી કેમ થઇ રહ્યા છો? પિતા બોલ્યા કે આપણું ઘર સળગી રહ્યું છે અને તું પૂછી રહ્યો છે કે દુઃખી કેમ થાઓ છો?

દીકરાએ કહ્યું કે પિતાજી આપણે આ ઘર થોડા જ દિવસ પહેલા વેચી દીધું છે. તે વાત સાંભળીને તે વ્યક્તિના મનમાં શાંતી થઇ કે તેનું કોઈ નુકશાન નથી થયું. હવે તે પણ ભીડ સાથે ઉભા રહીને સળગતા ઘરને જોવા લાગ્યો. પણ વાત અહી પૂરી થતી નથી

થોડી વાર પછી તેનો બીજો દીકરો ત્યાં આવ્યો. તેણે કહ્યું કે પિતાજી આપણું ઘર સળગી રહ્યું છે અને તમે શાંતી થી ઉભા છો, તેને બચાવવા માટે કાંઈક કરો.

પિતા બોલ્યા કે દીકરા તારા મોટા ભાઈએ આ ઘર વેચી દીધું છે. એટલા માટે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે બીજા દીકરા એ કહ્યું તે ઠીક છે કે આપણે ઘર વેચી દીધું છે, પરંતુ હજી સુધી આપણને પૈસા નથી મળ્યા. જો ખરીદવા વાળાએ પૈસા આપવાની ના કહી દીધી તો શું થશે?

તે વાત સાંભળીને તે વ્યક્તિ ફરીથી બુમો પાડવા લાગ્યો કે મારા ઘરને બચાવી લો. ભીડ માંથી ત્રીજો દીકરો ત્યાં પહોચી ગયો. તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી ચિંતા ન કરો, આપણને ખરીદવા વાળા પાસેથી પૈસા મળી ગયા છે. તે વાત સાંભળીને તે વ્યક્તિ ફરીથી સામાન્ય થઇ ગયો.

ઉપદેશ – આ કથાનો ઉપદેશ એ છે કે સુખ-દુઃખ આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે. ઘણું બધું વગર જોતું પોતાનું માનીએ છીએ એટલે જ દુઃખી રહીએ છીએ. જો આપણી વિચારસરણી સકારાત્મક હશે તો મન શાંત રહેશે. આ સ્ટોરીમા જ્યાં સુધી વ્યક્તિ સળગતા ઘર સાથે જોડાયેલો હતો, ત્યાં સુધી તે દુઃખી હતો, પણ જેવું પોતાની જાતને ઘરથી અલગ કરી દીધું તો તે એકદમ શાંત થઇ ગયો. બસ આ રીતે જો આપણે પણ દુઃખ આપતી અને ખરાબ વાતોથી પોતાને દુર કરી લઈશું અને સારું વિચારવા લાગશું તો દુઃખોની અસર આપણી ઉપર નહિ થઇ શકે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.