માણહ નું શું કહેવું? શંકરસિંહ સિંધવની આ રચના માનવીનું અસલી સ્વરૂપ દેખાડે છે.

0
479

રચના : શંકરસિંહ સિંધવ.

મ રી મ રી ને જી વે ભઈ જબરો માણસ છે,

તોય મો તથી ઈ બઉ બીવે ભઈ જબરો માણસ છે,

લોભ, લાલચને ગજવે ભરતો,

ઈચ્છાઓને સીવે ભઈ જબરો માણસ છે,

મુખવટો ને મ્હોરાં પહેરી,

કોઈની લાગણીઓથી રમે ભઈ જબરો માણસ છે,

ધ્યાન, ધરમ ના કુંડાળામાં,

કબડી કબડી રમે ભઈ જબરો માણસ છે,

આડંબરની અહમ આડમાં,

અક્કડ થઈને ભમે ભઈ જબરો માણસ છે,

ભેળો હાલે, ભેળો ચાલે

નિત રમત્યુ મેલી રમે ભઈ જબરો માણસ છે,

‘હું’ પણાના હલકારામાં,

કંઈકને ભેળા લઈને મરે ભઈ જબરો માણસ છે,

એની ઝેર ઓકતી જીભલડીમાં,

ઈ તો ડંખ દ્વેષ ના ભરે ભઈ જબરો માણસ છે,

જેવો માણહ તેવી વાત્યુ,

ચૂનો, માખણ લઈને ફરે, ભઈ જબરો માણસ છે,

નાત મળી જયાં વાનરોની,

આપણા પૂર્વજ બદનામ કરે, ભઈ જબરો માણસ છે,

“શંકર” છેટો હાલ હલકટથી,

લીલુ ભેળું બળે, ભઈ જબરો માણસ છે.

– શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)