મનની શાંતિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવદ્દ ગીતાનો કરો પાઠ.

0
821

ભગવદ્દ ગીતા દ્વારા મેળવો જીવનની દરેક સમસ્યાથી છુટકારો, જાણો વિસ્તારથી. ભગવદ્દ ગીતામાં આપવામાં આવેલી શિક્ષાઓને અમૃત તુલ્ય માનવામાં આવે છે. આ પુસ્તક મૂળ મહાભારતનું એક અંગ છે. જેમાં ભગવાન કૃષ્ણ તેમના જ્ઞાનથી અર્જુનના મનની દ્વિધાઓ દુર કરે છે. ગીતામાં આપવામાં આવેલી શિક્ષાઓ આજે પણ પ્રાસંગિક છે અને દરેક વ્યક્તિએ આ પુસ્તકનું અધ્યન જરૂર કરવું જોઈએ. આજે અમારા આ લેખમાં અમે ગીતામાં આપવામાં આવેલા થોડા મહત્વપૂર્ણ ઉપદેશ વિષે વાત કરીશું.

હિંદુ ધાર્મિક ગ્રંથોમાં ગીતાનું સ્થાન : ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશોને શ્રીમદ્દભગવતગીતાના નામથી ઓળખાય છે. આ પુસ્તક હિંદુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હિંદુ ધર્મમાં ગીતાનું સ્થાન એ છે, જે ધર્મસુત્રો અને ઉપનિષદોનું છે. જે શિક્ષાઓ વિષે ઉપનિષદોમાં વર્ણન મળે છે, તે ગીતામાં પણ ઉપલબ્ધ છે. ગીતાનું મહત્વ એટલા માટે વધી જાય છે કેમ કે તે ન માત્ર સન્યાસી પરંતુ ગૃહસ્થ લોકો માટે પણ ઉચિત જ્ઞાન પૂરું પાડે છે. ઉપનિષદો અને બ્રહ્માસુત્રોના જ્ઞાનને આ પુસ્તકમાં ઘણી જ સરળતાથી સમજાવવામાં આવ્યું છે.

ભગવત ગીતામાં યોગનો ઉપદેશ : ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે, ‘योग: कर्मसु कौशलम’ એટલે વ્યક્તિ કર્મ કરે તો કરે પરંતુ બંધનમાં ન બંધાય. ગીતામાં આપવામાં આવેલા આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે જેટલો પ્રાચીન કાળમાં. યોગ દ્વારા ભગવદ ગીતામાં વ્યક્તિને મુક્તિના માર્ગ તરફ જવાના પણ રસ્તા બતાવવામાં આવ્યા છે. તેમાં કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ વિષે પણ સમજાવવામાં આવ્યું છે. સંસારમાં રહીને સંસારના બંધનો માંથી મુક્ત થવાની વાત શ્રીમદ ભગવત ગીતામાં ઘણી જગ્યાએ મળે છે. આ પવિત્ર પુસ્તક વ્યક્તિના મન ઉપર જામેલી ધૂળને સાફ કરવાનું કામ કરે છે.

ભગવત ગીતાના શ્લોક જીવનને આપે છે સકારાત્મક દિશા :-

ભગવત ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. આ શ્લોકોમાં જન્મ-મૃત્યુ, કર્મ, ધર્મ અને માનવ જીવનના વિવિધ પ્રશ્નોના ઉત્તર મળે છે. ગીતામાં આપવામાં આવેલા થોડા શ્લોક અર્થ સહીત નીચે આપવામાં આવ્યા છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

અર્થ – ગીતાના આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, કે હે અર્જુન કર્મ તારો અધિકાર છે પરંતુ ફળની ચિંતા કરવી તારો અધિકાર નથી. એટલા માટે ફળની ઈચ્છા છોડીને કર્મ કરો.

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय |

सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ||

અર્થ – આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે સફળ અને નિષ્ફળ થવાની આશક્તિ ત્યાગ કર સમભાવ થઈને તારા કર્મોને કર. આ ક્ષમતાની ભાવનાને જ યોગ કહેવામાં આવે છે.

दुरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धञ्जय

बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ||

અર્થ – ભગવાન કૃષ્ણ ભગવત ગીતાના આ શ્લોકમાં કહે છે કે, હે અર્જુન બુદ્ધી, યોગ અને ચૈતન્યતાથી ખરાબ કર્મોથી દુર થઈને સમભાવથી ઈશ્વરના શરણને પ્રાપ્ત કરો. જે લોકો તેના સારા કર્મોને ભોગવવાની અભિલાષા કરે છે, તે લાલચુ છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥

અર્થ – આ શ્લોકમાં કૃષ્ણ આત્માની અમરતાને દર્શાવતા કહે છે કે, આત્માને ન આગ સળગાવી શકે છે, ન તો પાણી પલાળી શકે છે. તેને ન હવા સુકવી શકે છે અને ન તો તે શસ્ત્રોથી કાપી શકાય છે. તે આત્મા અવિનાશી અને અમર છે.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत:।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

અર્થ – કૃષ્ણ અર્જુનને કહે છે કે, ધરતી ઉપર જયારે પણ ધર્મનો નાશ થાય છે અને અધર્મનો વિકાસ થાય છે, ત્યારે હું ધર્મનું રક્ષણ અને અધર્મનો નાશ કરવા માટે અવતાર લઉં છું.

श्रद्धावान्ल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः।

ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति॥

અર્થ – ભગવાન કૃષ્ણ કહે છે કે હે પાર્થ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વાળા લોકો પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવા જ્ઞાનને ઉપલબ્ધ થાય છે અને એવા જ્ઞાની પુરુષ પરમ શાંતિની પ્રાપ્તિ કરે છે.

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।

अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥

અર્થ – ભગવત ગીતાના આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે, હે અર્જુન તમામ કર્મ પ્રકૃતિના ગુણો મુજબ જ કરવામાં આવે છે. જે માણસ એ વિચારે છે કે હું કરવા વાળો છું, તેનો અંતઃકર્ણ ઘમંડથી ભરાઈ જાય છે અને એવા માણસ અજ્ઞાની હોય છે.

ભગવત ગીતા પાઠથી સુધારો તમારું જીવન : ભગવત ગીતાના નિરંતર પાઠથી વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવનના સાચા સ્વરૂપને ગીતાના અધ્યયન પછી વ્યક્તિ સમજી જાય છે. આ પુસ્તકમાં જ્ઞાનનો સાગર છે અને એટલા માટે તેને ભાષ્ય કહેવામાં આવે છે. હિંદુ પરંપરામાં ભાષ્ય તે ગ્રંથ કહેવામાં આવે છે, જેની ઉપર ટીકાઓ કરવામાં આવે છે.

ભગવત ગીતા આપણેને સંસારમાં રહીને પણ મુક્તિ પ્રદાન કરવાનું જ્ઞાન આપે છે. આ સામાજિક સમાનતા અને સ્વવિકાસનો ઉપદેશ પણ આપે છે. યોગના જુદા જુદા પક્ષોને આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક ઉત્થાન માટે પણ આ પુસ્તક અત્યંત ઉપયોગી છે. તે કર્મ ઉપર જોર આપે છે, પરંતુ સાથે જ તે એ પણ સંદેશ આપે છે કે કર્મ કરતા કરતા કોઈ પણ પ્રકારના બંધમમાં વ્યક્તિએ બંધાવું ન જોઈએ. બંધનો માંથી મુક્ત થઇને અને સમાનતા સાથે માણસે તેનું જીવન પસાર કરવું જોઈએ.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.