માણસ ગરીબ હોય કે અમીર, જો તેને આ વાત સમજાઈ જાય તો સમાજમાં એક મોટું પરિવર્તન આવી શકે છે.

0
447

એક ઉમદા સંદેશ

એક ખુબ અમીર ઘર અને એક ખુબ ગરીબ ઘર બાજુબાજુમાં રહેતા હતા…!!!!

એક દિવસ ગરીબ ઘરના બેન અમીર પાસેથી થોડીક ખાંડ ઉધાર લેવા ગયા. અમીર ઘરના બહેને તેને ખાંડ આપી દીધી.

બીજા દિવસે અમીર ઘરના બહેન એ ગરીબના ઘરે મીઠું (નમક) ઉધાર લેવા ગયા. ગરીબ ઘરના બહેને મીઠું આપી દીધુ.

એ જોઈને અમીર બહેનના પતિએ શાંતિથી પૂછ્યું કે મીઠું હોવા છતાં તેં મીઠું કેમ ઉધાર લીઘું? હવે અમીર બહેનનો જવાબ ધ્યાનથી સાંભળજો……….

અમીર બહેને જવાબ આપ્યો કે, એ લોકો ગરીબ છે. એટલે એની પાસે બીજું કઈ ના હોય, પણ મીઠુ તો જરૂર હોયજ. એટલે એમને એમ થાય કે અમીરને પણ ગરીબની ક્યારેક જરૂર પડે છે. તેથી બીજીવાર એ લોકોને કંઈ પણ જોતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ના લાગે, અને પોતાને ક્યારેય નાના પણ ના સમજે.

બસ આપણાં સમાજમાં આવા લોકોની જ જરૂર છે કે જે ગરીબને પણ માણસ સમજે અને મનમાં એવો વહેમ પણ ના રાખે કે મારે કોઈની જરૂર નથી.

મિત્રો જરૂર તો ધૂળ ની પણ પડે છે, તો ગરીબ તો ગરીબ આ તો ઈન્સાન છે.

– સાભાર હર્ષદ છબીલા (અમર કથાઓ ગ્રુપ)