માણસે કેવું જીવન જીવવું જોઈએ તેનું કાવ્યના રૂપમાં ખુબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે, વાંચવાનું ભૂલતા નહિ.

0
617

જો-તો :

ઉઠું ઉપર તો, દીપ-જ્યોત જેમ ઝગી ને,

આપું પ્રકાશ સૌ ને, અગ્નિ -સ્નાન કરી ને.

પડું તો ગિરિ -શિખર થી, નિર્ઝર શું સરી ને,

તૃપ્ત કરું સૌ ને, નિજ નીર ધરી ને.

ઊંડું તો, મલય જેવું, લઇ મહેક ને જીવન,

જીવન-સુવાસ વહેંચું, શ્વાસો માં ભરી ને.

બોલું તો, મીઠું-હિતકર ને, સત્ય વચન બોલું,

કદી ન થાઉં રાજી, શબ્દ -વેધ કરી ને.

થઉં પંખી તો, થઉં કોકિલ, નથી હંસ થવું મારે,

ગાઉં ગીતો, નથી રહેવું, મોતી -ચારો ચરી ને.

જીવું તો કોઈ માટે, ખુદ માટે જીવવું શું?

કોઈ ચાર આંસુ સારે, મુજ બાદ સ્મરી ને.

મરું અગર તો, પ્રાણ હો, મા -ભોમ ને અર્પણ,

થોડુંક ઋણ ઉતારું, જીવન ને ધરી ને.

દુઆ કરું તો, એટલી, સુખ-ચેન હો બધે,

વહે તો, બસ, હર્શાશુઓ, નયનો થી સરી ને.

તરું તો ભવ નો સાગર, ડૂબું તો ભક્તિ માં,

ચરણે પડું અગર તો, બસ એક હરિ ને.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)