માનવતાનું ઉદાહરણ રજૂ કરે છે આ રસપ્રદ કિસ્સો, 2 મિનિટનો સમય કાઢીને એકવાર જરૂર વાંચજો.

0
758

મુંબઈમાં એક હોટલમાં એક વૃદ્ધ દાળ-ભાત ખાઈ રહ્યા હતા. સારા ઘરના વૃદ્ધ હતા. જમ્યા પછી બિલ દેવાનો વારો આવ્યો તો તેમણે કહ્યું કે, તેમનું પર્સ ઘરે રહી ગયું છે અને થોડા સમયમાં આવીને બિલ ચૂકવી દેશે.

કાઉન્ટર પર બેઠેલા ગુજરાતીએ કહ્યું, કોઈ વાંધો નહિ જયારે પૈસા આવી જાય ત્યારે આપી દેજો. અને તે ત્યાંથી ચાલ્યા ગયા.

વેઈટરે જયારે આ જોયું તો તેણે કાઉન્ટર પર બેઠેલા શેઠને કહ્યું કે, આ માણસ પહેલા પણ બે-ત્રણ હોટલમાં આવું કરી ચુક્યો છે અને તે પછી ક્યારેય પૈસા આપી નથી જતો.

તેના પર ગુજરાતીએ કહ્યું : તે ફક્ત દાળ-ભાત ખાઈને ગયા છે. કોઈ મીઠાઈ, ફરસાણ ખાયને નથી ગયા. તેણે મોજ કરવા માટે નથી ખાધું, પણ ફક્ત ભૂખ શાંત કરવા ખાધું છે. તે હોટલ સમજીને નહોતા આવ્યા, ધર્મશાળા સમજીને આવ્યા હતા અને અમે ધર્મશાળામાં પૈસા નથી લેતા.

ધન્ય છે આવી વિચારધારાને.

– સાભાર ખેતાભાઈ ગોહિલ (અમર કથાઓ ગુપ)