20 વર્ષથી રામ મંદિરની સેવા કરતા પુજારીની તબિયત બગડી તો ગામના લોકોએ સાથે હનુમાને પણ કરી મદદ

0
454

હજ લગ હનમાન જોને કાયમ બેઠો કાગડા…. નાનું એવું ગામ ગામ માં રામ મંદિર હતું થોડી વસ્તી મુસ્લિમોની પણ ખરી કોઈ હાજીએ દુબઈથી મળેલા પૈસાથી ગામમાં મસ્જીદ બનાવી હતી. જમાતે મુબારક નામની કમિટી તેનો વહીવટ કરે, જમાત તો કેવાય પણ ગામમાં મુસલમાનના ઘર ચાર ગની ભાઈનો તેલનો ઘાણો સુલતાન અને ફારુક નું કુટુંબ વેપારમાંહુસેન ને ખેતી !

ટૂંકી વસ્તી પણ આઝાન આપવા ચારે ખૂણામાં જેમ મિનારા ઉભા હોઈ એમ આ કુટુંબો ગામની હારે ઉભા રહેતા ભારે સંપીલી ગામ. સૂર્યાસ્ત થાય અને સાંજની આરતીનો સુર શંખના ઘ્વનિથી શરુ થઇ નગારા ની છેલ્લી દાંડીએ પૂરો થાય અને પછી આખા ગામને મીઠી નીંદર આવે આવું ગામ

આ ગામમાં હમણા હમણા રામ મંદિરની આરતી પુજારી વગર ગામના છોકરા ભેગા થઇ કરે,

કેમ એલા પૂજારી ક્યાં?

ત્રિભોવન બાપા હતાને શું થયું એમને ?

વાત એમ બનેલી કે પુજારી બે દિવસથી સરકારી દવાખાના માં કિડનીનો દુખાવો ઉપડતા દાખલ કરેલા લગભગ વીસ વરસથી રામજી મંદિરમાં આરતી ત્રિભુવન બાપા કરે

બીમાર પડ્યા એટલે ગામના છોકારાવે આરતી કરવાનું અને નગારા વગાડવાનું કામ ભારે ઉમંગ થી શરુ કર્યું, ત્રિભોવન બાપા મૂળતો બાજુના ખેલપર ગામના પણ ગામના ભાણેજ હોવાથી છેલ્લા વિસ વર્ષથી રામ મંદિરમાં આવેલા અને ગંજ રહેણાંક કરેલું ત્રિભુવન બાપાના આ વિસ વરસના વસવાટમાં ગામના ઘણા છોકરાવ આરતી ટાણે રામ મંદિરમાં આવે

નગારું ઝાલર વગાડે શંખ વગાડે અરે ! નગારું વગાડતો એ છોકરો તો …હનુમાન તરીકે ઓળખાતો ત્રિભુવન બાપાએ બધાના નામ પડેલા, ઝાલર વગાડે તે જાંબુવાન, થાળી વગાડે તે નળ અને અંગદ અને ધન ધના ધન નગારું વગાડે તે હનુમાન બાપા બીમાર પડ્યા

રામજી મંદિરના પુજારીની કિડની ખરાબ છે નડિયાદ જવું પડશે પચાસ હજારનો ખર્ચો છે !! નાના ગામમાં વાત વહેતી થઇ ફાળો કરવાની કોશિશ થઇ ૪૦૦૦ રૂપિયા તો માંડ ભેગા થયા !! ગામ ભેળું થઇ ગોરાણીને આપી આવ્યા ત્રિભોવન ગોર તાલુકે દવાખાનામાં અને ગોરાણી ગામે સવારે રૂપિયા લઈને તાલુકે જવાનું ત્યાંથી નડિયાદ ગોરાણીના મોઢા ઉપર મુંજવણ ૪૦૦૦ નો ફાળો થયો બાકી ના ૩૬૦૦૦ કોણ હનુમાન દાદો આપશે??

જે થાય તે જવું તો પડશે જ . જે કઈ છે તે દવાખાને ભરી દવુ એમ વિચારીને ગોરાણી સવારે નીકળ્યા. ગોરાણી ઘરની બહાર નીકળતા હતા ત્યાં ઘેરી દાઢી વાળા મધ્યમ બાંધાના જવાન અને પુનાભાઈ ને સામેથી આવતા જોયા !! પુનાભાઈને ગોરાણીએ ઓળખી લીધા નાનપણમાં મંદિરમાં આવી ઝાલર વગાડતા, સાથે આવેલા ભાઈ પણ જાણીતાં લાગે છે પણ ગોરાણી ઓળખી ના શકયા..!!

દાઢી ને કારણે !! અરે પુનાભાઈ તમારી સાથે આ ભાઈ કોણ છે?? અરે ! માડી આપડો હનમાન નાનપણ માં નગારા વગાડતો હતો ઈ…ગની, ગનીભાઈ,ગોરાણીને નાનો ગની યાદ આવી ગયો !! ગોરાની ગણી મામદ ને ઓળખી ગયા ગનીએ હાથમાં ની થેલી ગોરાણી ને આપી અને કહયું માડી ગોરબાપાને થેલી આપી દેજો પુરા ૫૦,૦૦૦/- છે ગની કેશો તો નહી ઓળખે કેજો કે નાનપણ માં નગારુ વગાડતોતો તે હનુમાને મોકલ્યા છે

સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)