મંદિરમાં ઘણી વખત ઘંટ વગાડ્યો હશે પણ તેને વગાડવાનું કારણ અને મહત્વ વિષે વિચાર્યું નહિ હોય? અહીં જાણો તેના વિષે. મંદિરને દેવોનુ સ્થાન કહેવામાં આવે છે. એટલે કે તે સ્થાન જ્યાં દેવો દેવીઓ વાસ કરે છે. હિંદુ ધર્મમાં મંદિરોમાં પ્રવેશનું વિશેષ મહત્વ પણ હોય છે. તેથી ખરેખર તમે તમારા જીવનમાં મંદિર તો જરૂર ગયા હશો.
મંદિર જવું, ભગવાનની પ્રાર્થના કરવી અને મંદિરના જઈને ઘંટ વગાડવો ખરેખર આપણે બધાએ જીવનમાં ક્યારેકને ક્યારેક તો આ બધું કર્યું જ છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, મંદિરમાં ઘંટ વગાડવાનું શું મહત્વ હોય છે? તમને સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે કે, મંદિરમાં વગાડવામાં આવતા ઘંટનું ધાર્મિક મહત્વ સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. તે મહત્વ શું છે આવો જાણવાનો પ્રયત્ન કરીએ.
મંદિરમાં ઘંટ વગાડવાનું વૈજ્ઞાનિક મહત્વ : મંદિરોમાં બાળકોને ઘંટ વગાડવા માટે ઉત્સાહિત જોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ઘંટ વગાડવાનું એક વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જયારે પણ મંદિર કે પૂજા સ્થળ ઉપર ઘંટ વગાડવામાં આવે છે તો તેના કારણે વાતાવરણમાં એક કંપન થાય છે, જે વાયુમંડળ એટલે કે હવાના સહારે ઘણે દુર સુધી પહોચે છે. તેથી આ કંપનની સીધી અસર વાતાવરણમાં ફેલાયેલા જીવાણું, વીષાણું અને નાના નાના જીવો ઉપર પડે છે. જેનાથી તે નષ્ટ થઇ જાય છે.
તેથી સ્વભાવિક છે કે, આપણી આસપાસનું વાતાવરણ એકદમ શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે. એ કારણ છે કે, હંમેશા જોવામાં આવે છે કે, જ્યાં નિયમિત અને દરરોજ ઘંટ વગાડવામાં આવે છે કે ઘંટ વગાડવાનો અવાજ આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનેલું રહે છે. તેની સાથે જોડાયેલા વાસ્તુમાં વિંડ ચાઈમનું ચલણ જોવા મળે છે.
આજના સમયમાં લગભગ દરેક ઘરોમાં વિંડ ચાઈમ રહેલા હોય છે. જયારે હવાને કારણે જ વિંડ ચાઈમ વાગે છે, તો તેનાથી આપણી આસપાસની નકારાત્મક શક્તિઓ દુર થાય છે અને આપણી આસપાસનું વાતાવરણ સમૃદ્ધ થાય છે.
ઘંટ વગાડવાનું ધાર્મિક અને અન્ય મહત્વ : હંમેશા બાળપણમાં જયારે તમે પણ જો તમારા માતા પિતાને પૂછ્યું હશે કે, આપણે મંદિરોમાં ઘંટ કેમ વગાડીએ છીએ તો ખરેખર તમારા માતા પિતાએ પણ તમને એવું કહ્યું હશે કે આ એક પ્રકારની ભગવાનની સમક્ષ હાજરી આપવા જેવું હોય છે.
જયારે મંદિરમાં પ્રવેશમાં આપણે ઘંટ વગાડીએ છીએ, તો તેથી દેવી દેવતાઓની મૂર્તિઓમાં ચેતના જાગૃત થાય છે. તેથી ત્યાર પછી કરવામાં આવતી આપણી કોઈ પણ પૂજાનો દેવી દેવતા જરૂર સ્વીકાર કરે છે અને તેનાથી મળતું ફળ વધુ પ્રભાવશાળી બની જાય છે.
તે ઉપરાંત મંદિરમાં વાગતો ઘંટ આપણા મનને આદ્યાત્મ તરફ લઇ જવાનું માપદંડ ધરાવે છે. મંદિરના ઘંટનો અવાજ ઘણો સુરીલો હોય છે. તેથી જેવો આપણો હાથ મંદિરના ઘંટ ઉપર પડે છે અને ઘંટનો અવાજ આપણા કાનો ઉપર પડે છે તેવો જ આપણેને શાંતિનો અનુભવ થવા લાગે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ કહેવામાં આવે છે મંદિરના ઘંટનો અવાજ જેવો આપણા કાન ઉપર પડે છે તે જ વખતે આપણા મનમાં ચાલી રહેલા કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર, તનાવ વગેરે દુર થઇ જાય છે. એ કારણ છે કે તમે પણ જોયું હશે કે મંદિરોમાં સવાર સાંજની આરતી વખતે ખાસ કરીને ઘંટ વગાડવામાં આવે છે. એમ કરવાથી આપણેને શાંતિનો અનુભવ થાય છે.
તેમજ એક બીજી પૌરાણીક માન્યતા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે, જયારે સૃષ્ટિનો પ્રારંભ થયો હતો, તો આવો જ ધ્વની આવતો હતો, જેવો ઘંટ વાગવાથી આવે છે.
તેમજ ઘણા લોકો એવું પણ માને છે કે, મંદિરમાં દેવી દેવતા સુપ્ત અવસ્થામાં હોય છે. તેથી જયારે પણ મંદિરમાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલા ઘંટ વગાડીને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. જેથી પહેલા ભગવાન જાગી જાય અને ત્યાર પછી જ તેની પૂજા કરવી જોઈએ.
તેમજ પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ છે કે, મંદિરનો ઘંટ વગાડવાથી વ્યક્તિના જન્મો જન્માંતરના પાપ નષ્ટ થઇ જાય છે. તેથી પ્રયત્ન કરો કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટ વગાડો અને થોડા સમય માટે તેની નીચે ઉભા રહો તેનો અવાજ તમારા કાનમાં જવા દો. જેનાથી તમારી અંદર નવી ચેતના અને શાંતિનો અનુભવ જરૂર થશે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.