મંદોદરીના પિતાને પસંદ નહતો રાવણ, તો પણ કેમ મંદોદરીએ કર્યા રાવણ સાથે લગ્ન?
રામાયણનું એક મુખ્ય પાત્ર મંદોદરી, દૈત્યરાજ મયાસુરની પુત્રી અને લંકાપતિ રાવણની પત્ની હતી. આજે આ લેખમાં અમે મંદોદરી સાથે જોડાયેલી થોડી રસપ્રદ અને ન સાંભળેલી વાતો વિષે જણાવીશું.
મંદોદરીના પૂર્વજન્મની સ્ટોરી : હિંદુ પુરાણોમાં નોંધાયેલી એક કથા મુજબ, એક વખત મધુરા નામની એક અપ્સરા કૈલાસ પર્વત ઉપર ગઈ, અને દેવી પાર્વતીને ત્યાં હાજર ન જોઇને ભગવાન શિવને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. તે દરમિયાન દેવી પાર્વતી ત્યાં આવી જાય છે, અને ગુસ્સામાં આવીને એ અપ્સરાને શ્રાપ આપી દે છે કે, તે 12 વર્ષ સુધી દેડકી બનીને કુવામાં રહેશે. ભગવાન શિવના વારંવાર કહેવા પર માતા પાર્વતીએ મધુરાને કહ્યું કે, કઠોર તપ પછી જ તે તેના સાચા સ્વરૂપમાં પછી આવી શકે છે.
મધુરા લાંબા સમય સુધી કઠોર તપ કરે છે. તે દરમિયાન અસુરોના દેવતા માયાસુર અને તેની અપ્સરા પત્ની હેમા એક પુત્રી પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે. તેવામાં મધુરા કઠોર તપસ્યાથી શ્રાપ મુક્ત થઇ જાય છે. એક કુવામાંથી માયાસુર-હેમાને મધુરાનો અવાજ સંભળાય છે. માયાસુર મધુરાને કુવામાંથી બહાર કાઢે છે અને તેને દીકરી તરીકે દત્તક લઇ લે છે. માયાસુર તેને પોતાના ખોળામાં લઇ તેનું નામ મંદોદરી રાખે છે. જેની સાથે રાવણ પાછળથી લગ્ન કરે છે.
રાવણ – મંદોદરી લગ્ન : એક વખત રાવણ માયાસુરને મળવા જાય છે, ત્યારે ત્યાં તેની સુંદર પુત્રીને જોઈને તેની ઉપર મંત્રમુગ્ધ થઇ છે. રાવણે મંદોદરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્તિ કરી, જેને માયાસુરે અસ્વીકાર કરી દીધી. પરંતુ રાવણે હાર ન માની અને બળજબરીથી મંદોદરી સાથે લગ્ન કરી લીધા.
મંદોદરી જાણતી હતી કે રાવણ અત્યંત શક્તિશાળી છે, એટલા માટે તેના પિતાની સુરક્ષા માટે તે રાવણ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઈ. રાવણ અને મંદોદરીને ત્રણ પુત્ર થયા, અક્ષય, મેઘનાથ અને અતિકાય. રાવણ ઘણો અહંકારી હતો. અને મંદોદરી જાણતી હતી કે જે રસ્તા ઉપર તે ચાલી રહ્યા છે, તે રસ્તા ઉપર વિનાશ સિવાય કાંઈ પ્રાપ્ત નહી થાય.
મંદોદરીએ ઘણા પ્રયત્નો કર્યા જેથી રાવણ સાચા રસ્તે આવી જાય, પરંતુ એવું કાંઈ જ ન થયું. મંદોદરી ઈચ્છતી હતી કે રાવણ, ભગવાન રામની પત્ની માતા સીતાને તેમના પતિને પાછી સોંપી દે. કેમ કે તે શ્રાપના વિષયમાં જાણતી હતી, જે મુજબ ભગવાન રામના હાથે જ રાવણનો અંત થવાનો હતો.
પરંતુ જયારે રામ-રાવણ યુદ્ધ થયું, ત્યારે એક સારી પત્નીની જેમ પોતાના પતિનો સાથ આપ્યો, અને સમર્પિત સ્ત્રીનો પરિચય કરાવીને રાવણના જીવતા પાછા ફરવાની આશા સાથે તેમને રણભૂમિમાં મોકલ્યા.
રાવણ વધ પછી વિભીષણ સાથે કર્યા હતા લગ્ન : સોનાની લંકાની મહારાણી મંદોદરી રામાયણનું એક એવું પાત્ર છે જેને ક્યારે પણ સારી રીતે નથી ઓળખવામાં આવી. તેની ઓળખાણ હંમેશા લંકાપતિ રાવણની પત્ની સુધી જ સીમિત રહી, અને રાવણના મૃત્યુ પછી તેમનો અધ્યાય જાણે કે સમાપ્ત કરી દેવામાં આવ્યો. ઘણા ઓછા લોકો જ જાણતા હશે કે, રાવણના વધ પછી મંદોદરી સાથે શું થયું હતું?
રાવણના વધ પછી મંદોદરી રણભૂમિમાં જાય છે. ત્યાં પતિ અને પુત્રની સાથે સાથે પોતાના લોકોના શબ જોઈને શોકમાં ડૂબી જાય છે. પછી શ્રીરામ તેને યાદ અપાવે છે કે, તે હજી પણ લંકાની મહારાણી અને અત્યંત બળશાળી રાવણની વિધવા છે. ત્યાર પછી મંદોદરી લંકામાં પાછી જતી રહે છે.
એક કિવદંતી મુજબ પતિ-પુત્રના દુઃખમાં મંદોદરી પોતાને મહેલની અંદર કેદ કરી લે છે. તે સંપૂર્ણ રીતે બહારની દુનિયા સાથે સંપર્ક તોડી લે છે. તે દરમિયાન વિભીષણ લંકાનો રાજપાટ સંભાળે છે. ઘણા વર્ષો પછી મંદોદરી ફરીથી તેના મહેલમાંથી બહાર આવે છે, અને વિભીષણ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. લગ્ન પછી મંદોદરીએ વિભીષણ સાથે મળીને લંકાના સામ્રાજ્યને સાચી દિશામાં આગળ વધાર્યું.
નોંધ : મંદોદરી-વિભીષણ લગ્ન કિવદંતીઓ ઉપર આધારિત છે. કુહ ગ્રંથોમાં એ પણ વર્ણિત છે કે, રાવણના મૃત્યુ પછી મંદોદરી રાવણના શબ સાથે જ સતી થઇ ગઈ હતી.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.