માણેકવાડાનો ઈતિહાસ : વાંચો શ્રી માલબાપાની સત્ય ઘટના.

0
1254

જુનાગઢ થી ૩૦ કી.મી. દુર માણેકવાડા ગામના શ્રી માલબાપા ની સત્ય ઘટના જે નાગ દેવ હતા.

ન્યાય કરવા માટે પોતે બે ભાગ થઇ ગયા અને અમર થઈ ગયા.

સીમાડે સરપ ચિરાણો :

કથા એવી છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા,પરંતુ ટંટો ટળતો નહતો.

એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી, લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે.

તે જ વખતે તેઓ એ સામેથી એક જબરદસ્ત સર્પ ને આવતો દીઠો. કોઈ કે મશ્કરીમાં કહયું કે…… ભાઈ આ નાગદેવાતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.

તરતજ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા :

‘હે બાપા ! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેચી ધ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સીમાડા તરીકે અમને કબુલ છે.’

આ સાંભળી ને તરત જ એ ફણધર થંભ્યો. વાંકીચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યુ અને પછી એ ચાલ્યો. એનો લીંટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયાં અને એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેચણી થતી જોય ને બેય પક્ષો ‘વાહ બાપા! વાહ મારા દેવતા!’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પ ની પાછળ ચાલ્યા ગયા.

સર્પ ચાલતો ચાલતો બરાબર એક વીકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું, અણીદાર ઠૂંઠુ પોતાના સામે ઊભું છે.

બરછી જેવી ઝીણી એની અણી જોઈ ને નાગ પળભર થંભી ગયો.

તરત માણસો બોલી ઊઠ્યા!

હવે શું થાશે? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો.

હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે. આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળટતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે.

એના અંતરમાં પણ સમસ્યા થઇ પડી કે કઇ બાજુ ચાલું? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઇ જશે.

એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો.

કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધોસીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો, અણી એની ફેણમાં સોંસરી પરોવાઇ ગઇ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઇ ગયો.

લગાર પણ તર્યો હોત તો વહેંચણ અનસરખી કહેવાત એનું નામ સીમાડે સર્પ ચીરાણો!

આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુળદેવતા મનાય છે, ને વર-કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે.

જય શ્રી નાગદેવતા જય માલબાપા.

– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)