મંગળ ગ્રહ આ તારીખે મકર રાશિમાં કરશે ગોચર, આ 4 રાશિવાળાનો થશે ભાગ્યોદય.

0
943

આ રાશિના લોકો માટે મંગળનું ગોચર કરિયર સંબંધિત બાબતોમાં સારા સમાચાર લાવશે, આવકના નવા સ્ત્રોત મળવાની શક્યતા છે.

26 ફેબ્રુઆરી શનિવારના રોજ મંગળ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંગળનું આ ગોચર મનુષ્ય પર સકારાત્મક કે નકારાત્મક અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહને ભૂમિ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે.

આ સિવાય જ્યોતિષમાં મંગળનો સંબંધ લાલ રંગ સાથે છે, જે અગ્નિ, ક્રોધ તત્વનો કારક છે. કોઈપણ વ્યક્તિની જન્મ કુંડળીમાં મંગળ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. મકર રાશિમાં મંગળના પ્રવેશથી કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થવાની શક્યતા છે. આવો જાણીએ તે કઈ રાશિઓ છે.

મેષ રાશિ : મેષ રાશિના લોકોના દસમા ભાવમાં મંગળ ગ્રહ ગોચર કરી રહ્યો છે. દસમો ભાવ એટલે કર્મભાવ. આ પ્રમાણે મંગળનું ગોચર મેષ રાશિના લોકો માટે કરિયર સંબંધિત બાબતોમાં સારા સમાચાર લાવશે. મેષ રાશિના લોકો માટે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં ધનલાભ થવાની શક્યતા છે. તમારી જીવનશૈલી બદલવાનો પ્રયત્ન કરો, તમને શુભ પરિણામ મળશે. કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે.

વૃષભ રાશિ : મંગળ ગ્રહ વૃષભ રાશિના લોકોના નવમા ભાવમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર તમારો ભાગ્યોદય કરી શકે છે. આ ગોચર દરમિયાન તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા તમારા પગ ચૂમશે. વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.

ધનુ રાશિ : ધનુ રાશિના બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં મંગળનું ગોચર શુભ ફળ આપનારું સાબિત થશે. મંગળ ગોચરની શુભ અસર તમારા માટે અચાનક નાણાકીય લાભ લાવી શકે છે. યુવાનોને કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. જો તમારું કોઈ કામ કોઈ કારણસર અટકી રહ્યું હોય તો તે જલ્દી પૂરુ થઈ જશે. જો તમે બિઝનેસમાં ડીલ કરવાની વાત કરી રહ્યા છો, તો તરત જ તેને હા કહી દો, તમને નફો મળી શકે છે.

મીન રાશિ : મંગળ મીન રાશિના લોકોના અગિયારમા ભાવમાં એટલે કે આવકના ઘરમાં પ્રવેશ કરશે. મીન રાશિના લોકો માટે આ ગોચર ફાયદાકારક સાબિત થશે. આ ગોચર દરમિયાન તમને આવકના ઘણા નવા સ્ત્રોત મળવાની શક્યતા છે. મંગળની શુભ અસરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ગોચરના સમયગાળા દરમિયાન નવી નોકરીની ઓફર મળવાની પણ શક્યતા છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.