મંગળનું મિથુન રાશિમાં થવાનું છે ગોચર, આ 5 રાશિઓ વાળાની વધશે મુશ્કેલી.

0
724

ઓક્ટોબરમાં મંગળનું ગોચર આ રાશિઓના જીવનમાં લાવશે મુશ્કેલીઓ, જાણો તમારી રાશિ તો નથીને આમાં.

ઓક્ટોબર મહિનામાં મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર કેટલાક લોકોને પરેશાન કરી શકે છે. અવકાશમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર સામાન્ય છે. દર મહિને કેટલાક ગ્રહો પોતાની રાશિ બદલી નાખે છે. ગ્રહ પરિવર્તનની અસર તમામ લોકોના જીવન પર જોવા મળે છે. કેટલીક રાશિઓને આનાથી ફાયદો થશે અને કેટલાકે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 30 ઓક્ટોબરે મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેની અસ્થાયી અસરથી કેટલાક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ક્યા છે તે સંકેતો.

આ રાશિના લોકોના જીવનમાં હલચલ આવશે.

મેષ રાશિ : મિથુન રાશિમાં મંગળના ગોચરને કારણે આ રાશિના લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે ભાવનાત્મક તણાવનો શિકાર છો.

વૃષભ રાશિ : મંગળનું ગોચર આ રાશિ માટે અશુભ છે. પ્રેમમાં સમસ્યાઓ આવશે. પ્રવાસ યોગ્ય નથી. ખર્ચાઓ ઝડપથી વધી શકે છે. પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકોનું સ્વાસ્થ્ય આ સમયગાળામાં બગડી શકે છે. તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય નથી. તમારે વ્યક્તિગત રીતે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ : કર્ક રાશિ માટે આ સમય અનુકૂળ નથી. તેમના ખર્ચમાં વધારો થશે. આનાથી નાણાકીય મુશ્કેલી થશે. બીમાર થવાની શક્યતા.

મીન રાશિ : આ રાશિના લોકો માટે રોકાણ કરવા માટે આ સારો સમય નથી. આ સમય દરમિયાન તમે તણાવમાં રહેવાની શક્યતા છે. પરિવારમાં કોઈના બીમાર થવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.