મંગળનું રાશિ પરિવર્તન, મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિના લોકો પર થશે તેની અસર.

0
1192

આ રાશિના લોકો માટે વેપારમાં વિશેષ પરિણામ લાવશે મંગળનું ગોચર, અટકેલા કામ પૂરા થશે.

મંગળ ગ્રહએ 26 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે હવે 7 એપ્રિલે શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં તે 17 મે 2022 સુધી રહેશે. મંગળ ગ્રહના મકર રાશિમાંથી નીકળીને શનિની કુંભ રાશિમાં ગોચરથી મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર કેવો પ્રભાવ રહેશે તે જાણીએ.

1) મેષ : તમારી રાશિમાં મંગળ અગિયારમા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે નોકરીમાં પ્રમોશનના યોગ બનાવી રહ્યું છે. વેપારમાં વિશેષ પરિણામ મળશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે. લાંબી યાત્રાનો યોગ છે.

2) વૃષભ : મંગળ તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમને નોકરીમાં નામ અને ખ્યાતિ અપાવશે. કરિયર અને બિઝનેસમાં તમને ઉંચાઈ પર લઈ જશે. પરિવારમાં કેટલાક પડકારો આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

3) મિથુન : મંગળ તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. તમે પૈસાના નવા સ્ત્રોત ઉભા કરી શકશો, જેના કારણે તમારી આવકમાં વધારો થશે. આ ગોચર નોકરી અને વ્યવસાય બંને માટે શુભ છે. તમે જમીન કે મકાનમાં રોકાણ કરી શકો છો. તમારા પિતા સાથે સંબંધ જાળવી રાખો અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

4) કર્ક : મંગળ તમારી રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે. આ ગોચરના કારણે નોકરીમાં સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે. વેપારમાં જોખમ લેવાનું ટાળો, નુકસાન થઈ શકે છે. અંગત જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, એટલે કે પરિવારમાં કોઈની સાથે મતભેદ થઈ શકે છે. દુર્ઘટનાથી દૂર રહો.

5) સિંહ : મંગળ તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે અને ભાગીદારીના ધંધામાં નફો મળી શકે છે. જો કે, જીવનસાથી સાથેના સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓ શક્ય છે. સંબંધોમાં સાવચેતી રાખો.

6) કન્યા : મંગળ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. તમારા શત્રુઓનો પરાજય થશે. રોગથી છુટકારો મેળવી શકશો. જો કે આ ગોચર આર્થિક રીતે કોઈ લાભ આપવાનો નથી. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ ગોચર તમારા માટે મિશ્ર પરિણામો આપશે.

7) તુલા : મંગળ તમારી રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. કરિયરના ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. નોકરીમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારી છબી ખરાબ કરવાના પ્રયત્નો થઈ શકે છે. વેપારમાં જોખમ લેવાનો પ્રયત્ન કરશો નહીં. અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. છેતરપિંડીથી દૂર રહો.

8) વૃશ્ચિક : તમારી રાશિમાં મંગળ ચોથા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે મિશ્ર પરિણામો આપશે. તમારા સ્વભાવમાં આ-ક્ર-મ-ક-તાને કારણે કરેલા કામ બગડશે. પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો બગડી શકે છે. સંતાન સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.

9) ધનુ : તમારી રાશિમાં મંગળ ત્રીજા ઘરમાં ગોચર કરશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વેપારમાં લાભ અને પ્રગતિની તકો છે. નોકરીમાં પણ સકારાત્મક વાતાવરણ રહેશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે.

10) મકર : મંગળ તમારી રાશિના બીજા ઘરમાં રહેશે. આ દરમિયાન તમારા પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે. જો કે, તમારો નાણાકીય પક્ષ યોગ્ય રહેશે. રોકાણમાં સાવચેતી રાખો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. ઈજા કે અકસ્માતનો ભોગ બની શકો છો.

11) કુંભ : તમારી રાશિમાં મંગળ પ્રથમ ઘરમાં ગોચર કરશે. આ ગોચર તમારા વર્તનમાં ચીડિયાપણું અને જીદ ઉમેરશે. જો કે, કારકિર્દી અને નોકરીની દ્રષ્ટિએ આ ગોચર અનુકૂળ છે. અટકેલા કામ પૂરા થશે. ધંધામાં નવું કામ કરવાને બદલે અટકેલા કામ પર જ ધ્યાન આપો. નાણાકીય જીવન સામાન્ય રહેશે.

12) મીન : તમારી રાશિમાં મંગળ બારમા ભાવમાં ગોચર કરશે. આ ગોચર બહુ અનુકૂળ રહેશે નહીં. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો થઈ શકે છે. પારિવારિક જીવનમાં અશાંતિ આવવાની શક્યતા છે. નોકરીમાં સાવચેતી રાખવાની જરૂર છે અને વેપારમાં કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.