‘માનજો’ – આ સુંદર કવિતામાં જણાવેલી વાત મનુષ્ય માની લે તો જીવન સુધરી જશે.

0
812

ગણાય છે, કરેલા બધા કૃત્ય, માનજો,

નોંધાય છે, સદકૃત્ય કે દુષ્કૃત્ય, માનજો.

મન થનગની ઉઠે, ને હ્રદય તાલ પુરાવે,

ન હોય ચરણ, તોય થયું નૃત્ય, માનજો.

એ જૂઠ થી દબાઈ કે, ભુલાઈ શકે પણ,

અવિનાશી છે, સ્થાપિત થવાનું, સત્ય માનજો.

ઉપીયોગીતા ના, જગ ના છે, ધોરણો અલગ,

ઓછી નથી કોઈ ની પણ અગત્ય, માનજો.

કઠોર પરિશ્રમ નો નથી, કોઈ પણ વિકલ્પ,

રંગ લાવશે, ક્યારેક તો પ્રયત્ન, માનજો.

ઈશ્વર કૃપા કરે પછી સીમા રહે જ શાની?gujarati kavita

કરી દેશે રોમ રોમ ને, કૃત-ક્રત્ય માનજો.

ક્યાં યે નથી છુપાયો, દિલ માં જ છે બેઠો,

ભક્તિ થી થશે ઈશ, અનાવૃત માનજો.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.